Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃપ્રચર-1098-1668-ઇ.1
Rating :  Star Star Star Star Star   

તાલુકા કક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિની રચના કરવા બાબત.

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃપ્રચર-૧૦૯૮-૧૬૬૮-ઇ.૧,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૬-૧૧-૯૮

ઠરાવઃ-

રાજ્યની નશાબંધી નીતિના અમલીકરણની કામગીરી નશાબંધી અને આબકારી ખાતાને સોંપવામાં આવેલ છે. નશાબંધી નીતિના અમલીકરણની કામગીરીનું સમયાંતરે મુલ્યાંકન થાય તથા સમીક્ષા થાય તે માટે તાલુકા કક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિની રચના કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણા બાદ તાલુકા કક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિની રચના નીચે મુજબ કરવાનું ઠરાવવામાં આવે છે.

 

1.            

જે તે સંબંધિત જિલ્લાના નશાબંધી અને આબકારી અધીક્ષક, જિલ્લા નશાબંધી અને આબકારી નિરીક્ષક

અધ્યક્ષ

2.            

નશાબંધી નીરીક્ષક, નશાબંધી નાયબ નિરીક્ષક

સભ્ય સચિવ

3.            

સંબંધિત તાલુકાના પ્રોહીબીશન સ્ટેશન ઇન્ચાર્જ

સભ્ય

4.            

સંબંધિત તાલુકાના ઇનચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર.

સભ્ય

ક્રમાંક ૫ થી ૭ બિન સરકારી મહિલા સભ્યો.

ક્રમાંક ૮ થી ૧૧ બીન સરકારી સભ્યો.

 

 

 

તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિનું મુખ્ય મથક સંબંધિત તાલુકાના મુખ્ય મથકે રહેશે.

 

આ સમિતિના મુખ્ય કાર્યો નીચે મુજબ રહેશે.

(1)     સમિતિ તાલુકા કક્ષાએ નશાબંધી નીતિના અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરશે. જેમા અગાઉના ત્રણ માસ દરમ્યાન નીતિના ભંગ બદલ થયેલ કેસો, દારૂની પ્રવૃત્તિની માહિતી આપતી અરજીઓ ઉપર કરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા સમિતિના સભ્યો દ્વારા ઉપલબ્ધ કરાવેલ માહિતી અન્વયે કરેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવશે.

(2)    સમિતિ તાલુકાના ગામોમાં નશાબંધી નીતિના પ્રચાર અર્થે આયોજન કરી જનજાગૃતિ માટે અભિયાન ચલાવશે. જેમાં સ્થાનીક ધાર્મિક, સામાજીક સંસ્થાઓ યુવક મંડળો, સેવાભાવી સંસ્થાઓ લાયન્સ કલ્બ-રોટરી કલબ્બ, મહિલા સંગઠનો વિગેરેનો સક્રિય સહયોગથી પ્રચાર કામગીરી કરશે.

(3)    તાલુકા સમિતિના ત્રિમાસિક બેઠકનો અહેવાલ "જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિ'' સમક્ષ રજુ કરવાનો રહેશે.

 

સમિતિના બી-સરકારી સભ્યોને બોમ્બે સીવીલ સર્વિસીઝ વોલ્યુમ-૨ના અને નાણા વિભાગના તા. ૧૮/૨/૮૨ના પરિપત્રમાં દર્શાવ્યા અનુસાર પ્રવાસ ભથ્થું પ્રવર્તમાન દરો મુજબ મળવાપાત્ર થશે. સમિતિનો સ્થાનિક બીન સરકારી સભ્યોને નિયમ અનુસાર ફકત મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે. પ્રવાસ ભથ્થાના બીલો સંબંધિત જિલ્‍લા તિજોરીએ આકારવાના રહેશે. અને કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, અમદાવાદ નિયંત્રણ અધિકારી રહેશે.

 

આ અંગેનું ખર્ચ "માંગણી નં. ૪૬, ૨૨૩૫-સામાજીક સુરક્ષા અને કલ્યાણ નશાબંધી -૩- અનવેષણ'' હેઠળ મંજુર થયેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.

 

આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંક ફાઇલ ઉપર નાણા સલાહકારશ્રીની તા. ૧૨/૮/૧૯૯૮ની નોંધથી મળેલ સંમતિથી રવાના કરવામાં આવેલ છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

(એસ.એમ. ચુનારા)

ઉપ સચિવ,

ગૃહ વિભાગ

પ્રતિ,

  • માન. મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી

  • માન. મંત્રીશ્રી (ગૃહ, નશાબંધી) ના અંગત સચિવ

  • કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખતુ, અમદાવાદ

  • જે તે સંબંધિત જિલ્લાના નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી, જિલ્‍લા અને નશાબંધી અને આબકારી નિરીક્ષકશ્રી

  • સંબંધિત તાલુકાના પ્રોહીબીશન સ્ટેશન ઇનચાર્જ

  • સંબંધિત તાલુકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી

  • સમિતિના સર્વે સભ્યો, કમિશ્નરશ્રી નશાબંધી અને આબકારી ખાતું ગુજરાત રાજ્ય, અમદાવાદ, મારફત.

  • સચિવાલયના સર્વે વિભાગો.

  • સર્વે નાયબ કમિશ્નરશ્રી  નશાબંધી અને આબકારી, અમદાવાદ/સુરત/રાજકોટ

  • સર્વે જિલ્લાના નશાબંધી અને આબકારી અધિકશ્રીઓ

  • શાખા સીલેકટ ફાઇલ

  • મદદનીશ  સીલેકટ ફાઇલ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૮ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૮ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ