Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃપ્રચર-1098-1571-ઇ.1
Rating :  Star Star Star Star Star   

નશાબંધી અમલીકરણ અંગે રાજ્યકક્ષાની સમિતિની રચના કરવા બાબત

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃપ્રચર-૧૦૯૮-૧૫૭૧-ઇ.૧,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૬-૧૧-૯૮

ઠરાવઃ-

 

(૧) રાજ્યની નશાબંધી નીતિના અમલીકરણની કામગીરી નશાબંધી અને આબકારી ખાતાને સોંપવામાં આવેલ છે. નશાબંધી નીતિના અમલીકરણની કામગીરીનું સમયાંતરે મુલ્યાંકન થાય તથા સમીક્ષા થાય તે માટે રાજ્યકક્ષાની સમિતિની રચના કરવાનો પ્રશ્ન સરકારશ્રીની વિચારણા હેઠળ હતો. કાળજીપૂર્વકની વિચારણા બાદ નશાબંધી અમલીકરણ અંગે રાજ્યકક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિની રચના નીચે મુજબ કરવાનું ઠરાવવામાં આવે છે.

૧.

કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતું

અધ્યક્ષશ્રી

૨.

નાયબ નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતું

સભ્ય સચિવ

ક્રમાંક ૩ થી ૧૨ બીન સરકારી મહિલા સભ્યો

ક્રમાંક ૧૩ થી ૨૩ બીન સરકારી સભ્યો

 

(૨) આ સમિતિના મુખ્યકાર્યો નીચે મુજબ રહેશે.

  1. જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિઓના અહેવાલની સમીક્ષા કરશે.

  2. તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિઓની કામગીરીઓ અંગે પણ સમીક્ષા કરી શકાશે.

  3. નશાબંધી અમલીકરણ અંગે વિભાગીય નાયબ કમિશ્નરશ્રીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા તેમના હસ્તકના પ્રોહીબીશન સ્ટેશનોને કામગીરીની સમીક્ષા કરશે.

  4. નશાબંધી અમલીકરણ અંગેની કામગીરી હાલમાં પોલીસ ખાતા હસ્તક પણ કરવામાં આવતી હોવાથી જિલ્લા પોલીસ વડા તથા પોલીસ કમિશ્નરશ્રીઓ હસ્તકની કામગીરીની પણ સમીક્ષા કરશે.

  5. નશાબંધી મંડળ દ્વારા હાથ ધરવામાં આવતી નશાબંધી પ્રચાર અંગેની કામગીરીની સમીક્ષા કરશે.

  6. વડી કચેરી ખાતેના તથા વિભાગીય કક્ષાએ આવેલા નશાબંધી અમલીકરણ અંગેના સ્ટાઇકીંગ ફોર્સની કામગીરીની સમીક્ષા કરશે.

  7. નશાબંધી પ્રચાર તથા કડક અમલીકરણ અંગે જરૂરી સુચનો કરશે.

  8. નશાબંધી ખાતા હેઠળના સંસ્કાર કેન્દ્રો, વ્યસનમુકિત કેન્‍દ્રોની કામગીરીની સમીક્ષા કરશે.

  9. મહિલા મંડળો, યુવક મંડળો તથા સામાજીક સંસ્થાઓ વિગેરે કે જેમને નશાબંધી પ્રવૃત્તિમાં રસ હોય તેવી સ્વૈછિક સંસ્થાઓને નશાબંધી અમલીકરણમાં સહભાગી બનાવવા માટેની બાબતો અંગે વિચારણા કરશે.

  10. મા. સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વી.આઇ.પી.ઓ વિગેરે દ્વારા દારૂના અડ્ડાઓ, પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે કરવામાં આવેલ રજુઆતો અંગે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરશે.

 

(૩) આ સમિતિનું મુખ્ય મથક અમદાવાદ રહેશે.

(૪) સમિતિ વર્ષમાં બે બેઠક પ્રત્યેક છ માસે યોજશે.

(૫) આ સમિતિના બીન સરકારી સભ્યો બીજા આદેશ ન થાય ત્યાં સુધીની મુદત સુધી ચાલુ રહેશે.

(૬) સમિતિના બીનસરકારી સભ્યોને બોમ્બે સીવીલ સર્વિસીઝ વોલ્યુમ-૨ના અને નાણા વિભાગના તા. ૧૮/૨/૮૨ના પરિપત્રમાં દર્શાવ્યા અનુસાર પ્રવાસ ભથ્થું પ્રવર્તમાન દરો મુજબ મળવાપાત્ર થશે. સમિતિનો સ્થાનિક બીન સરકારી સભ્યોને નિયમ અનુસાર ફકત મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે. પ્રવાસ ભથ્થાના બીલો સંબંધિત જિલ્‍લા તિજોરીએ આકારવાના રહેશે. અને કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતું, અમદાવાદ નિયંત્રણ અધિકારી રહેશે.

(૭) આ અંગેનું ખર્ચ "માંગણી નં. ૪૬, ૨૨૩૫-સામાજીક સુરક્ષા અને કલ્યાણ નશાબંધી -૩- અન્વેષણ'' હેઠળ મંજુર થયેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.

(૮)આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા સલાહકારશ્રીની તા. ૧૨/૮/૧૯૯૮ની નોંધથી મળેલ સંમતિથી રવાના કરવામાં આવેલ છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

(એસ.એમ. ચુનારા)

ઉપ સચિવ,

ગૃહ વિભાગ

પ્રતિ,

  • માન. મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી

  • માન. મંત્રીશ્રી (ગૃહ, નશાબંધી) ના અંગત સચિવ

  • કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, અમદાવાદ

  • જે તે સંબંધિત જિલ્લાના નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રીજિલ્‍લા અને નશાબંધી અને આબકારી નિરીક્ષકશ્રી

  • સંબંધિત તાલુકાના પ્રોહીબીશન સ્ટેશન ઇનચાર્જ

  • સંબંધિત તાલુકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી

  • સમિતિના સર્વે સભ્યો, કમિશ્નરશ્રી નશાબંધી અને આબકારી ખાતું ગુજરાત રાજ્ય, અમદાવાદ, મારફત.

  • સચિવાલયના સર્વે વિભાગો.

  • સર્વે નાયબ કમિશ્નરશ્રી  નશાબંધી અને આબકારી, અમદાવાદ/સુરત/રાજકોટ

  • સર્વે જિલ્લાના નશાબંધી અને આબકારી અધિકશ્રીઓ

  • શાખા સીલેકટ ફાઇલ

  • મદદનીશ  સીલેકટ ફાઇલ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૮ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૮ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ