Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંક-1085/ખા 84/89/મ
Rating :  Star Star Star Star Star   

જિલ્લા કક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિની રચના કરવા બાબત.

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંક-પ્રચર/૧૦૯૮/૧૬૬૬/ઇ.૧

સચિવાલય, ગાંધીનગર.

તા. ૧૮-૧૨-૧૯૯૮

ઠરાવઃ-

રાજ્યની નશાબંધી નીતિના અમલીકરણની કામગીરી નશાબંધી અને આબકારી ખાતાને સોંપવામાં આવેલ છે. નશાબંધી નીતિના અમલીકરણની કામગીરીનું સમયાંતરે મુલ્યાંકન થાય તથા સમીક્ષા થાય તે માટે જિલ્લા કક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિની રચના કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

કાળજીપૂર્વકની વિચારણા બાદ જિલ્લા કક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિની રચના નીચે મુજબ કરવાનું ઠરાવવામાં આવે છે.

 

1

જે તે સંબંધિત જિલ્લાના વિભાગીય નાયબ કમિશ્નશ્રી, નશાબંધી અને આબકારી

અધ્યક્ષ

જિલ્લા નશાબંધી અધીક્ષક, જિલ્લા નશાબંધી નિરીક્ષક

સભ્ય સચિવ

સંબંધિત જિલ્લાના ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારી

સભ્ય

ક્રમાંક ૪ થી ૧૨ બીન સરકારી મહિલા સભ્યો

સભ્યો

ક્રમાંક ૧૨ થી ૧૮ બીન સરકારી સભ્યો

સભ્ય

 

જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિનું મુખ્ય મથક સંબંધિત જિલ્લાનું મુખ્ય મથક રહેશે.

આ સમિતિના મુખ્ય કાર્યો નીચે મુજબ રહેશે.

1.                   તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિના અહેવાલની સમીક્ષા કરશે.

2.                  જિલ્લા નશાબંધી કચેરી તથા જિલ્લાના પ્રોહીબીશન સ્ટેશન દ્વારા નશાબંધી અમલીકરણ અંગેની થયેલ કામગીરીની સમીક્ષા કરશે.

3.                  જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ઉપલબ્ધ કરાયેલી માહિતી અંગે લેવાયેલ પગલાંની સમીક્ષા કરશે.

4.                  જિલ્લામાં નશાબંધી નીતિના પ્રચારનો કાર્યક્રમ ઘડશે અને તેનું અમલીકરણ જિલ્લા કક્ષાની સેવાભાવી સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા સંગઠનો વિગેરેનો સાથ સહકાર અને સહયોગ મેળવીને કરશે.

5.                  તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિઓને માર્ગદર્શન-માર્ગદર્શક સુચનો આપશે.

6.                  જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકની અહેવાલ રાજ્યકક્ષાના નશાબંધી અમલીકરણ સમિતિ સમક્ષ રજુ કરશે. આ સમિતિએ પ્રત્યેક જિલ્લામાં ત્રણ માસે બેઠક યોજવાની રહેશે.

 

સમિતિના બીન સરકારી સભ્યોને બોમ્બે સીવીલ સર્વિસીઝ વોલ્યુમ-૨ અને નાણાં વિભાગના તા. ૧૮/૨/૮૨ના પરિપત્રમાં દર્શાવ્યા અનુસાર પ્રવાસ ભથ્થું પ્રવર્તમાન દરો મુજબ મળવાપાત્ર થશે. સમિતિના સ્થાનિક બીન સરકારી સભ્યોને નિયમાનુસાર ફકત મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે. પ્રવાસ ભથ્થાના બીલો સંબંધિત જિલ્લા તિજોરીએ આકારવાના રહેશે. અને કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતું, અમદાવાદ નિયંત્રણ અધિકારી રહેશે.

 

આ અંગેનું ખર્ચ માંગણી નં-૪૬, ૨૨૩૫-સામાજીક સુરક્ષા અને કલ્યાણ નશાબંધી / ૩ અન્વેષણ હેઠ મંજુર થયેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.

 

આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીની તા. ૧૨/૮/૧૯૯૮ની નોંધથી મળેલ સંમતિથી રવાના કરવામાં આવે છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

પી. એસ. તેલંગ

ઉપ સચિવ,

ગૃહ વિભાગ.

પ્રતિ,

  • મા. મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી,

  • મા. મંત્રીશ્રી નશાબંધી ના અંગત સચિવશ્રી,

  • કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતું, અમદાવાદ,

  • વિભાગીય નાયબ કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી, અમદાવાદ, સુરત, રાજકોટ,

  • જિલ્લા નશાબંધી અધિક્ષક / જિલ્લા નશાબંધી નિરીક્ષક,

  • સંબંધિત જિલ્લાના ડીવાયેએસ.પી.,

  • સમિતિના સર્વે સભ્યો, કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતું, અમદાવાદ મારફત,

  • સચિવાલયના સર્વે વિભાગો,

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, અમદાવાદ

  • એકાઉન્ટન્ટ જનરલ, અમદાવાદ, રાજકોટ,

  • સર્વે જિલ્લા તિજોરી અધિકારીશ્રી,

  • ના.સે.અ. સીલેકટ ફાઇલ,

  • સીલેકટ ફાઇલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૮ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૮ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ