Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃ હગદ-૧૦ર૦૦૧-૪૦૮૯-ફ
Rating :  Star Star Star Star Star   

ગૃહરક્ષક દળના સભ્યના ફરજ  દરમિયાનના મૃત્યુ અને ફરજ દરમિયાન/ફરજ ઉપર જતાં અકસ્માતે આવેલ કાયમી અપંગતાના કિસ્સામાં રહેમરાહે (એકસગ્રેસીયા) સહાય મંજૂર કરવા બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ ક્રમાંકઃ હગદ-૧૦ર૦૦૧-૪૦૮૯-ફ

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૯-૦૭-ર૦૦૩

 

વંચાણમાં લીધા -

(૧)    ગૃહવિભાગનો તા. ૭-૧૧-૯૭નો ઠરાવ ક્રઃ હગદ-૧૦૮૯-૪૬૯-ફ.

(ર)    કમાન્ડન્ટ જનરલશ્રી, હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદનો તા. ૧૭-૬-ર૦૦૩નો પત્ર ક્રઃ હોમગાર્ડ/વેલ્ફેર/વળતર/ર૦૦૩.

(૩)    કમાન્ડન્ટ જનરલશ્રી, હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદનો તા. ર૩-૬-ર૦૦૩નો પત્ર ક્રઃ કજ-વહટ-૮૮૩-૧૦૮૪-ર૦૦૩.

 

આમુખ -

        રાજ્યના ગૃહરક્ષક દળના માનદ્‍ સભ્યનું ફરજ દરમિયાન મૃત્યુ થાય તેવા કિસ્સામાં સરકાર દ્વારા સ્વર્ગસ્થ હોમગાર્ડઝ સભ્યના વારસદારને રૂ. ૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા)ની રહેમરાહે (એકસગ્રેસીયા) સહાય ઉપર વંચાણમાં લીધેલ ક્રમ (૧) આગળના તા. ૭-૧૧-૯૭ના ઠરાવથી મંજૂર કરવાની નીતિ અમલમાં છે.

 

        ઉપર ફકરા-૧માં નિર્દિષ્ટ કર્યા મુજબની સહાય ઉપરાંત હોમગાર્ડઝ સભ્યો માટેની જુથ વીમા યોજના હેઠળ ફરજ દરમિયાનના મૃત્યુ પ્રસંગે રૂ. ૪ર,૦૦૦/- (અંકે રૂપિયા બેતાળીસ હજાર પુરા) હોમગાર્ડઝ બેનીવોલન્ટ ફંડમાંથી અને રૂ. ૧પ,૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર પુરા) હોમગાર્ડઝ વેલ્ફેર ફંડમાંથી સ્વર્ગસ્થ હોમગાર્ડઝ સભ્યના વારસદારને ચુકવવામાં આવે છે. આમ હોમગાર્ડઝ સભ્યના વારસદારને હોમગાર્ડઝ સભ્યના ફરજ દરમિયાનના મૃત્યુના કિસ્સામાં કુલ રૂ. ૧,પ૭,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ સત્તાવન હજાર પુરા)ની રહેમરાહે સહાય આપવામાં આવે છે. રહેમરાહે ચુકવાતી ઉકત આર્થિક સહાય કુલ રૂ. ર,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પુરા) કરવા અને હોમગાર્ડઝ સભ્યને ફરજ દરમિયાન કે ફરજ ઉપર જતાં અકસ્માતે ઇજા થતાં આવેલ કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. પ૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા)ની રહેમરાહે આર્થિક સહાય સ્વર્ગસ્થ હોમગાર્ડઝ સભ્યના વારસદારને આપવા ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિની ભલામણ સંદર્ભમાં ઉપર વંચાણમાં લીધેલ ક્રમ(ર) અને (૩) આગળના અનુક્રમે તા. ૧૭-૬-૦૩ અને તા. ર૩-૬-૦૩ના પત્રોથી કમાન્ડન્ટ જનરલશ્રી, હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદે દરખાસ્ત કરેલ હતી. જે સરકારની વિચારણા હેઠળ હતી.

 

રા -

        ઉપર આમુખમાં નિર્દિષ્ટ ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિની ભલામણ અને કમાન્ડન્ટ જનરલશ્રી, હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદની દરખાસ્ત પરત્વે પુખ્ત વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

 

        (૧)    હોમગાર્ડઝ સભ્યના ફરજ દરમિયાન મૃત્યુના કિસ્સામાં તેના વારસદારને રૂ. ૪૩,૦૦૦/-(અંકે રૂપિયા તેંતાળીસ હજાર પુરા)ની વધુ રહેમરાહે (એકસગ્રેસીયા) આર્થિક સહાય હોમગાર્ડઝ બેનીવોલન્ટ ફંડમાંથી ચુકવવાની રહેશે.

        (ર)    હોમગાર્ડઝ સભ્યને ફરજ દરમિયાન કે ફરજ ઉપર જતાં અકસ્માતે ઇજા થવાથી અપંગતા આવે તો એક ટકો અપંગતા દીઠ રૂ. પ૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) અને જો અપંગતા ૬૦ ટકા કે તેથી વધુ હોય તેવા કિસ્સામાં રૂ. પ૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા) સુધીની રહેમરાહે (એકસગ્રેસીયા) સહાય વળતર પેટે હોમગાર્ડઝ બેનીવોલન્ટ ફંડમાંથી ચુકવવાની રહેશે.

        (૩)    ઉપર વંચાણમાં લીધેલ (૧) આગળના ગૃહ વિભાગના તા. ૭-૧૧-૯૭ના ઠરાવની પ્રવર્તમાન નીતિ અમલમાં રહે છે.

        (૪)    આ ઠરાવનો અમલ ઠરાવ રવાના થયાની તારીખથી કરવાનો રહેશે.

        (પ)    આ સહાય મંજૂર કરવાની સત્તા ગૃહ વિભાગ હસ્તક રહેશે.

 

ર.      આ અંગેનો ખર્ચ માંગણી નં. ૪૬, મુખ્ય સદર - ર૦૭૦ અન્ય વહીવટી સેવાઓ, ગૌણ સદર (૧૦૭) ગૃહ રક્ષક દળ, પેટા સદર (૩) હોમગાર્ડઝ વેલફેર એન્ડ બેનીવોલન્ટ હેઠળ વર્ષોવર્ષ મંજૂર થનાર ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.

 

        આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર અગ્ર સચિવશ્રી (ગૃહ)ની તા. ૧૦-૭-૦૩ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(આર. એચ. મકવાણા)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

  • સચિવશ્રી, ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર

  • કમાન્ડન્ટ જનરલશ્રી, ગૃહ રક્ષક દળ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

  • એકાઉન્ટન્ટ જનરલશ્રી, રાજકોટ / અમદાવાદ.

  • નિયામકશ્રી, હિસાબ અને તિજોરી અધિકારી, અમદાવાદ.

  • સર્વે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી

  • સર્વે જિલ્લા તિજોરી અધિકારીશ્રી

  • નાણાં સલાહકારશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • બજેટ શાખા, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • શાખા સિલેકટ ફાઇલ.

  • નાયબ સેકશન અધિકારી સીલેકટ ફાઇલ.

..................... 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૮ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૮ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ