ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

ક્રમાંક મહસ-2994-586/ડ

2/21/2020 12:17:19 AM

બહેનો સામેના અત્યાચારો રોકવા માટે શહેર / જિલ્લા સમિતિનું બંધારણ નક્કી કરવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ક્રમાંક - મહસ-ર૯૯૪-પ૮૬/ડ

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ૧-૧૦-૯૪

 

વંચાણે લીધો -- ગૃહ વિભાગનો સરકારી ઠરાવ ક્રમાંકઃ એમ.આઇ.એસ /ર૯૮૪ /એમએચ /૮૦ /ડ, (તા. ર૩-૧ર-૯પ.)

 

  રા -

 

        મહિલાઓની સમાજમાં મહત્ત્વની ભૂમિકા અને અગત્યનું સ્થાન રહેલું છે. મહિલા અત્યાચારની બાબતને સરકાર ગંભીરતાથી જુએ છે. સમાજમાં બનતા મહિલા અત્યારચારના નિવારણમાં સ્વૈચ્છિક મહિલા કાર્યકરોના અનુભવનો લાભ મેળવી શકાય અને પોલીસ તપાસની વિશ્વસનીયતા વધે તથા મહિલા / સ્ત્રી વિરોધી ગુન્હાઓમાં સંડોવાયેલા તત્વોને ખુલ્લા પાડી તેમને સજા થાય તે હેતુથી તથા અટકાયાત્મક તથા નિવારક પગલાંઓની વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય તે હેતુથી સરકારે વંચાણે લીધેલા ઠરાવથી પોલીસ કમિશ્નરના કાર્યક્ષેત્રમાં આવતા શહેર વિસ્તાર તથા તે સિવાયના જિલ્લાઓ માટે શહેર / જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની રચના અંગે તથા સમિતિના બિન સરકારી સભ્યોને મળવાપાત્ર સવલતો અંગેના હુકમો કરેલા છે. આ મહિલા સુરક્ષા સમિતિની રચના અંગેના હુકમોની સમીક્ષા કરીને સરકારશ્રી ઉકત વંચાણે લીધેલ ઠરાવ રદ કરીને નીચે મુજબ શહેર / જિલ્લા મહિલા સુરક્ષ સમિતિની રચના કરવાનું ઠરાવે છે.

 

1.      પોલીસ કમિશ્નરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર માટે શહેર મહિલા સુરક્ષા સમિતિ તથા તે સિવાયના વિસ્તારના પ્રત્યેક પોલીસ જિલ્લા માટે જિલ્‍લ્લા મહિલા સુરક્ષા સમિતિની રચના કરવાની રહેશે.

 

ર.      સમિતિનું માળખું નીચે મુજબ રહેશે.

 

શહેર મહિલા સુરક્ષા સમિતિ

જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ

1.      પોલીસ કમિશ્નરશ્રી- અધ્યક્ષ

1.      જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી- અધ્યક્ષ

ર.      નિવાસી નાયબ કલેકટરશ્રી- સભ્ય

ર.      જિલ્લા પોલીસ અધિકારીશ્રી- સભ્ય

૩.      નાયબ પોલીસ કમિશ્નરશ્રી (મુખ્ય મથક)- સભ્ય સચિવ

૩.     નાયબ પોલીસ અધિકારીશ્રી (મુખ્ય મથક)- સભ્ય સચિવ

૪.      જિલ્લા સ.ક. અધિકારી- સભ્ય

૪.      જિલ્લા સ.ક. અધિકારીશ્રી- સભ્ય

પ.     ઓછામાં ઓછા ૧૦ અને વધુમાં વધુ ૧પ મહિલા સભ્યો કે જેમાં તમામ પોલીસ ઝોન વિસ્તારને સપ્રમાણ પ્રતિનિધિત્વ આપવાનું રહેશે. વધુમાં આ સભ્યોમાં એક અનુ.જાતિ, એક અનુ. જનજાતિ, એક અન્ય પછાત વર્ગ અને એક લઘુમતી કોમની મહિલા હોવી જોઇએ. આ સભ્યોની નિમણૂંક સરકારશ્રીની અનુમતિ મેળવીને સંબંધિત પોલીસ કમિશ્નરશ્રીએ કરવાની રહેશે.

પ.     નિવાસી નાયબ કલેકટર- સભ્ય

૬.      શહેરમાંથી ચૂંટાયેલા તમામ મહિલા ધારાસભ્યશ્રીઓ.

૬.       ઓછામાં ઓછા ૧૦ અને વધુમાં વધુ ૧પ મહિલા સભ્યો જે પૈકી જિલ્લાના તમામ તાલુકા દીઠ એક મહિલા સભ્ય હોવી જોઇએ. વધુમાં આ સભ્યોમાં એક અનુ.જાતિ, એક અનુ. જનજાતિ, એક અન્ય પછાત વર્ગ અને એક લધુમતી કોમની મહિલા હોવી જોઇએ. આ સભ્યોની નિમણૂંક સરકારશ્રીની અનુમતિ મેળવીને સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટે કરવાની રહેશે. આ માટે તેઓએ સંબંધિત જિલ્લા પોલીસ વડાનો પરામર્શ કરીને સરકારશ્રીને દરખાસ્ત મોકલવાની રહેશે.

૭.      શહેરમાંથી ચૂંટાયેલા તમામ લોકસભાના સભ્યશ્રીઓ.

૭.      જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ મહિલા ધારાસભ્યશ્રીઓ.

૮.      શહેરમાં રહેતા તમામ રાજ્યસભાના મહિલા સભ્યશ્રીઓ

૮.       જિલ્લામાંથી ચૂંટાયેલ તમામ લોકસભાના મહિલા સભ્યશ્રીઓ (ક્રમ-૭ અને ૯માં શહેર વિસ્તાર સિવાયનો સમાવેશ થશે)

 --

૯.       જિલ્લામાં રહેતા તમામ રાજ્યસભાના મહિલા સભ્યશ્રીઓ.

 

૩.      સમિતિના બિન સરકારી સભ્યો વર્ગ-૧ના દરજ્જાના ગણાશે તથા તેઓને પ્રવાસ ભથ્થું નાણાં વિભાગના તા. ૧૮-ર-૮રના પરિપત્ર ક્રમાંકઃ ૧૦૮ર-ર૯૮/જ,ની જોગવાઇ મુજબ મળવાપાત્ર થશે. અને સમિતિના બિન સરકારી સભ્યોની મુસાફરી ભથ્થા તથા દૈનિક ભથ્થામાં બિલ ઉપર સમિતિના સભ્ય સચિવ પ્રતિ હસ્તાક્ષર કરશે.

 

૪.      સમિતિની બેઠક દર ત્રણ માસે નિયમિત બોલાવવાની રહેશે. આ માટેની કાર્યવાહી સભ્ય સચિવે કરવાની રહેશે.

 

પ.     સમિતિના સભ્યો પૈકી જે સભ્ય સતત ત્રણ બેઠકમાં ખબર આપ્યા સિવાય ગેરહાજર રહેશે તેનું સભ્યપદ આપોઆપ રદ થશે.

 

૬.      સમિતિની મુદત તેની રચનાના હુકમથી ત્રણ વર્ષની અથવા સરકારશ્રીના નવા હુકમ  થતા સુધીની રહેશે. આ ઠરાવની જોગવાઇ મુજબ શહેર / જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની પુનઃ રચના કરવામાં આવશે. તે માટે સંબંધિત પોલીસ કમિશ્નરશ્રી / જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ઠરાવની તારીખથી ૧પ દિવસમાં બિન સરકારી સભ્યોની વિગતો જેવી કે, અભ્‍યાસ, વ્યવસાય, ઉંમર, રહેઠાણ, મહિલા-ઉત્થાન તેમજ અન્ય ક્ષેત્રમાં પ્રદાન વગેરે સહિતની દરખાસ્ત સરકારશ્રીને મોકલવાની રહેશે.

 

૭.      આ અંગેનું ખર્ચ અંદાજપત્રમાં સદર - રપપ-પોલીસ હેઠળ જે તે વર્ષે મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી મેળવવાનું રહેશે.

 

        આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીની તા. ૩૦-૯-૯૪ની નોંધથી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(જે. એમ. પ્રજાપતિ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

 • રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર.

 • મુખ્ય મંત્રીશ્રીના અંગત સચિવશ્રી

 • રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી

 • પોલીસ મહાનિર્દેશકશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલવે, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • નિયામક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, સી.આઇ.ડી. (આઇ.બી), ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી (હથિયારી એકમ), ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ / વડોદરા / રાજકોટ અને સુરત.

 • ઉપાધ્યક્ષશ્રી, રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ, બી-બ્લોક-રજો માળ, બહુમાળી મકાન, લાલ દરવાજા, અમદાવાદ.

 • કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ અને અધિક સભ્ય સચિવ, રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

 • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

 • સર્વે વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી / નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી (રેન્જવાઇઝ)

 • સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • સમાજ કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • એકાઉન્ટન્ટ જનરલ, અમદાવાદ/રાજકોટ.

 • પગાર અને હિસાબી અધિકારીશ્રી, અમદાવાદ અને ગાંધીનગર.

 • સર્વે જિલ્લા તિજોરી અધિકારીશ્રીઓ

 • ગૃહ વિભાગના સર્વે અધિકારીશ્રીઓ

 • ગૃહ વિભાગની સર્વે શાખાઓ

 • શાખા સિલેકટ ફાઇલ.

 • મદદનીશ સિલેકટ ફાઇલ.