ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

પરિપત્ર ક્રમાંક પરચ/2997/10450/ડ

2/20/2020 11:10:34 PM

શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ મીટરના આજુબાજુના વિસ્તારમાં "ગુટખા' ના વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવા બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

સચિવાલય, ગાંધીનગર

પરિપત્ર ક્રમાંક - પરચ/ર૯૯૭/૧૦૪પ૦/ડ

તા. ૧૦-૧૦-૯૭.

 

રિ ત્ર -

 

        કમિશ્નરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા. ૩૦-૯-૯૭થી બહાર પાડેલ જાહેરનામાની નકલ આ સાથે સામેલ છે. ઉપરોક્ત જાહેરનામામાં સ્પષ્ટ રીતે નિર્દેશ કરેલ છે કે, શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ગુટખાનું વેચાણ ગેરકાયદેસર ગણાશે.

 

        આ જાહેરનામાના અમલીકરણમાં પોલીસ ખાતા તરફથી સઘન પ્રયત્ન થાય તો આ જાહેરનામાનો અસરકારક અમલ થઇ શકશે. આ જાહેરનામાનો અમલ ફકત અમલીકરણ સમજીને નહીં પણ એક દેશ અને સમાજ પ્રત્યેની પ્રમાણિક ફરજ સમજીને એક મીશન તરીકે કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

 

        આથી આ અંગેની જાણ આપના તાબા હસ્તકના સર્વે પોલીસ અધિકારીશ્રીઓ અને જવાનોને કરવામાં આવે અને આ યોજનાને સફળ બનાવવામાં સહભાગી બનવા વિનંતી છે.

 

(જે. મહાપાત્ર)

સચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

  • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

 

નકલ રવાના -

  • પોલીસ મહાનિર્દેશકશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ. ડી. (ક્રાઇમ અને રેલવે), ગુજરાત રાજ્ય, અમદાવાદ.