ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

પરિપત્ર ક્રમાંક પરચ-2998-13607-ડ,

2/20/2020 11:28:00 PM

પોલીસ ફરિયાદની નોંધણીમાં જ્ઞાતિનો ઉલ્લેખ ન કરવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંક - પરચ-ર૯૯૮-૧૩૬૦૭-ડ

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ૧-૭-૯૯

 

વંચાણમાં લીધો -     ગૃહ વિભાગનો તા. ૩૦-૪-૯૯નો પરિપત્ર નં. પરચ-ર૯૯૮-૧૩૬૦૭-ડ.

 

રિ ત્ર -

 

        ઉપર સંદર્ભમાં જણાવેલ તા. ૩૦-૪-૯૯ના પરિપત્રથી પોલીસ દ્વારા નોંધાતી ફરિયાદોમાં ફરિયાદીની કે સામે પક્ષે જેમની સામે ફરિયાદ થઇ હોય તે વ્યક્તિ / વ્યક્તિઓની જ્ઞાતિ નોંધવી નહીં કે તેનો ઉલ્લેખ ન કરવો તે મુજબની સૂચનાઓ આપવામાં આવેલ છે. પરંતુ અનુ.જાતિ / અનુ. જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ હેઠળ અથવા તો નાગરિક હક્ક રક્ષણ અધિનિયમ, ૧૯પપ હેઠળ જયારે અનુ.જાતિ / અનુ. જનજાતિ ઇસમ / ઇસમો દ્વારા તેમના પર સવર્ણ સમાજના ઇસમો દ્વારા થયેલા અત્યાચાર બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે ત્યારે જ્ઞાતિનો ઉલ્લેખ કરવો તે સિવાયના કિસ્સામાં ગૃહ વિભાગના તા. ૩૦-૪-૯૯ના પરિપત્રથી આપેલ સૂચનાઓનો ચુસ્તપણે પાલન કરવા આથી સંબંધિત સર્વેને જણાવવામાં આવે છે. જિલ્લા પોલીસ અધિકારી / પોલીસ કમિશ્નરશ્રી કક્ષાએથી પ્રત્યેક પોલીસ સ્ટેશન દ્વારા આ સૂચનાનું પાલન થાય તેની તકેદારી રાખવા આથી અનુરોધ કરવામાં આવે છે.

 

        આ પરિપત્રની પહોંચ પાઠવવા વિનંતી છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(વી. એન. ચૌહાણ)

સરકારના ઉપસચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

 • માનનીય મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી

 • તમામ કેબીનેટ/રા.ક./તથા નાયબ મંત્રીરીઓના અંગત સચિવશ્રીઓ

 • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ.ડી. (આઇ.બી.), ગુજરાત રાજ્ય, અમદાવાદ

 • નિયામક અને મુખ્ય પોલીસ અધિકારી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • સર્વે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રીઓ

 • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

 • સર્વે રેન્જ ખાસ મુખ્ય પોલીસ અધિકારીઓ / રેન્જ નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ

 • આચાર્ય, પોલીસ તાલીમશાળા, બરોડા

 • આચાર્ય પોલીસ તાલીમ કોલેજ, જૂનાગઢ.

 • સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

 • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

 • સર્વે એસ. આર. પી. કમાન્ડન્ટશ્રીઓ

 • પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલવે, વડોદરા

 • ગૃહ વિભાગના સર્વે અધિકારીઓ

 • ગૃહ વિભાગની સર્વે શાખાઓ

 • સીલેકટ ફાઇલ.

 • મદદનીશ સીલેકટ ફાઇલ.