ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

ક્રમાંક પરચ-292004-ઓડી.13-ડ

2/20/2020 11:48:13 PM

ક્રમાંક - પરચ-ર૯ર૦૦૪-ઓડી.૧૩-ડ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર,

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૬ જુલાઇ, ર૦૦૪

 

પ્રતિ,

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

 

વિષય --સહકારી બેંકોના બાકીદારો પાસેથી લહેણી રકમની વસુલાત માટેની સત્તા સુપરત કરવા બાબત.

 

મહાશય,

 

        ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, સીકયુરાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સીકયુરીટી ઇન્ટરેસ્ટ એકટ-ર૦૦૦ની કલમ-૧૪ અન્વયે બાકીદારો પાસેથી સીકયુરીટી તારણવાળી મિલકતોનો કબજો લેવાની સત્તા આપને નિહિત થયેલ છે.

 

        ઉપરોક્ત હકીકતે મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૯૭ની કલમ-૧૦ અન્વયે આપને પ્રાપ્ત થયેલ રાજ્યમાં પ્રવર્તમાન કાયદાની અમલવારીની સત્તાઓ ધ્યાને લઇ સહકારી બેંકોના ખાતેદારો પાસેથી લહેણી રકમ વસુલાત માટે ડીફોલ્ટરો પાસેથી મિલકતનો કબજો અપાવવા અંગેની આગળની નિયમાનુસારની કાર્યવાહી પ્રસ્તુત કાયદા હેઠળ હાથ ધરવા વિનંતી છે.

 

આપનો વિશ્વાસુ,

 

(આર. ટી. વાધેલા)

નાયબ સચિવ

ગૃહ વિભાગ

 

નકલ સવિનય રવાના -

  • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલવે), ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

  • આ વિભાગના સચિવશ્રી (ગૃહ)ના સરખા ક્રમાંકના તા. ૧પ-૬-૦૪ના નિમપત્ર અન્વયે જાણ સારૂં.