ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

ઠરાવ ક્રમાંકઃપ્રચર-1099-મ. 29 4-ઇ.1

2/20/2020 11:11:35 PM

જિલ્લા નશાબંધી સમિતિના બિનસરકારી સભ્યોનું સભ્યપદ સમાપ્ત કરવા અંગે

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃપ્રચર-૧૦૯૯-મ. ૨૯ ૪-ઇ.૧,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૬-૮-૨૦૦૩

 

વંચાણ લીધાઃ- ગૃહ વિભાગના તા. ૧૮/૧૨/૯૮ના ઠરાવ ક્રમાંકઃ-પ્રચર/૧૦૯૮/૧૬૬૬/ઇ.૧.

 

ઠરાવઃ-

 

ગૃહ વિભાગના આમુખ-૧ માં દર્શાવેલ ઠરાવથી જિલ્લા નશાબંધી સમિતિઓની રચના કરવામાં આવેલ છે. આ તમામ જિલ્‍લા નશાબંધી સમિતિઓમાં બિનસરકારી સભ્યોનું સભ્યપદ સમાપ્ત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

 

આ અંગે કાળજીપૂર્વક વિચારણા કર્યા બાદ આમુખ-૧માં દર્શાવેલ ઠરાવથી રચવામાં આવેલ સર્વે જિલ્લા નશાબંધી સમિતિઓમાં નિયુક્ત થયેલ બિનસરકારી સભ્યોના સભ્યપદનો તાત્કાલિક અસરથી અંત લાવવામાં આવે છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

(એસ.કે. ભાવસાર)

ઉપ સચિવ,

ગૃહ વિભાગ

પ્રતિ,

 • માન. મુખ્ય મંત્રીશ્રીના અંગત સચિવશ્રી

 • માન. મંત્રીશ્રી નાણા ના અંગત સચિવ

 • મા.રા.ક. મંત્રીશ્રી નશાબંધી ના અંગત સચિવ

 • સચિવાલયના સર્વે વિભાગો.

 • કમિશ્નરશ્રી અને અધિક મહાનિર્દેશકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગુજરાત રાજ્ય, અમદાવાદ

 • જિલ્લાના નશાબંધી સમિતિના બીન સરકારી સભ્યોને આ અંગેની જાણ કરવાની વિનંતી સહ.

 • જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી.

 • નાયબ કમિશ્નરશ્રી સર્વે નશાબંધી અને આબકારી ખાતાના અમદાવાદ/રાજકોટ/સુરત.

 • સર્વે જિલ્લા તિજોરી અધિકારીશ્રીઓ.

 • પે એન્ડ એકાઉન્ટસ ઓફિસ, અમદાવાદ/ગાંધીનગર

 • એકાઉન્ટ જનરલ ગુજરાત રાજ્ય, અમદાવાદ/રાજકોટ

 • સીલેકટ ફાઇલ

 • ના. સે. અ. સીલેકટ ફાઇલ