ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

ઠરાવ ક્રમાંકઃ હગદ-૧૦૯૨-૧૩૭-ફ

2/20/2020 11:53:59 PM

ગૃહ રક્ષક દળના સભ્યોને અપાતા ભથ્થાના દર સુધારવા બાબત

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ ક્રમાંકઃ હગદ-૧૦૯૨-૧૩૭-ફ

સચિવાલય, ગાંધીનગર

તા. ૪-૨-ર૦૦

 

વંચાણમાં લીધા -

(1)              ગૃહવિભાગનો તા. ૩૧-૩-૨૦૦૧નો ઠરાવ ક્રઃ હગદ-૧૦૯૨-ભા.સ.-૧૩૭-ફ.

(2)             કમાન્ડન્ટ જનરલશ્રી, હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદનો તા. ૧-૫-૦૨નો પત્ર ક્રઃ નંકજ/વહટ/૪૨/૬૧૭/૨૦૦૨.

(3)             ભારત સરકારના ગૃહ મંત્રાલયનો તા. ૧૪-૮-૦૩નો પત્રનં ૧૧/૨૯૦૧૨/૧/૨૦૦૩/૦૭/ડીજીસીડી (એચ.જી.)

ઠરાવઃ-

ભારત સરકાર દ્વારા ગૃહ રક્ષક દળના સભ્યોને મળતા વિવિધ ભથ્થાના દરોમાં સુધારો કરવામાં આવેલ છે અને તે મુજબના દરો નકકી કરવા રાજ્ય સરકારને ભલામણ કરેલ છે. ભારત સરકાર દ્વારા કરેલ ભલામણ પરત્વે ગૃહ રક્ષક દળના સભ્યોને ચુકવવામાં આવતા ફરજ ભથ્થાના દરમાં સુધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. સરકારશ્રીએ પુખ્ત વિચારણાને અંતે ગૃહરક્ષક દળના સભ્યોને હાલ ચુકવવામાં આવતા દૈનિક રૂ. ૪૫/- ના ફરજ ભથ્થાને વધારી રૂ. ૫૦/- કરવાનું ઠરાયેલ છે.

 

આ હુકમોમાં આ વિભાગના તા. ૨૧-૧૨-૧૯૯૬ના ઠરાવ ક્રમાંક હગદ-૧૦૯૨-ભા.સ. ૧૩૭-ફ થી નિયત થયેલ અન્ય સુચનાઓ / શરતો યથાવત રહેશે.

આ હુકમોનો અમલ તા. ૧-૪-૦૫થી કરવાનો રહેશે.

આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તા. ૧૬-૧૨-૦૫ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

(આર.એચ. મકવાણા)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

  • માન. રાજ્યપાલશ્રીના અગ્રસચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)

  • માનનીય મુખ્ય મંત્રીશ્રી ના અગ્ર સચિવરી સચિવાલય, ગાંધીનગર

  • માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ) ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • વિરોધ પક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર

 

.....................