ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

ઠરાવ નં. એસવીસી-૧૦૭પ-૧પ૯૦-હ

12/9/2019 8:23:03 PM

રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશનના સરકારના નિયામકો/સભ્યો અને વહીવટી સંચાલકોને ગુજરાત તકેદારી આયોગના કાર્યક્ષેત્ર હેઠળ લાવવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ નં. એસવીસી-૧૦૭પ-૧પ૯૦-હ,

સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર.

તા. ૧-૬-૧૯૯૯

વંચાણમાં લીધા -    

  1. સા.વ.વિ.નો ઠરાવ એસવીસી/૧૦૬૪/ગ, તા. ૧૭-૪-૬૪.

  2. ગૃહ વિભાગનો ઠરાવ નં. એસવીસી/૧૦૭પ/૧પ૯૦/હ, તા. ૯-૭-૭પ.

  3. ગૃહ વિભાગનો ઠરાવ નં. એસવીસી/૧૦૭પ/૧પ૯૦/હ, તા. ૧૯-પ-૯૦.

 પ્રસ્તાવના -

        ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનના અધ્યક્ષ/ઉપાધ્યક્ષ વહીવટી સંચાલક, નિયામક અને સભ્યો વિરૂદ્ધના આક્ષેપોની તપાસ કરાવવાની બાબતે ગૃહ વિભાગના સંદર્ભમાં દર્શાવેલ તા. ૯-૭-૭પના ઠરાવથી તકેદારી આયોગના કાર્યક્ષેત્રમાં આવતી હતી. પરંતુ સને ૧૯૮૬થી લોકાયુકત અસ્તિત્વમાં આવતાં બોર્ડ/કોર્પોરેશનના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સામેના આક્ષેપોની તપાસ કરવાની સત્તા લોકાયુકતને આપતાં તા. ૯-૭-૭પના ઠરાવમાં સુધારો કરીને સંદર્ભમાં દર્શાવેલ તા. ૧૯-પ-૯૦ના ઠરાવથી બોર્ડ/કોર્પોરેશનના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સામેના આક્ષેપોની તપાસ કરવાની સત્તા તકેદારી આયોગની રહેતી નથી તેવું ઠરાવેલ છે. પરંતુ બોર્ડ/કોર્પોરેશનના વહીવટીસંચાલક, નિયામક અને સભ્યોની સામેના આક્ષેપોની બાબતે તકેદારી આયોગને સત્તા નથી જે બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

ઠરાવ -

        ઉપર્યુકત વિગતે સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

  1. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનના "સરકારી'' નિયામકો/સભ્યો (એટલે કે એવા નિયામક/સભ્યો કે જેઓ સરકારી નોકરીમાં ચાલુ છે અને પ્રતિનિયુક્તિથી સંબંધિત બોર્ડ/કોર્પોરેશનમાં ફરજો બજાવે છે)ને આથી ગુજરાત તકેદારી આયોગના ક્ષેત્રાધિકાર હેઠળ મુકવામાં આવે છે.

  2. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન "વહીવટી સંચાલકો'' કે જેઓ સરકારી સેવામાં ચાલુ છે અને સંબંધિત બોર્ડ/કોર્પોરેશનોમાં પ્રતિનિયુક્તિ ઉપર છે, તેઓને ગુજરાત તકેદારી આયોગના ક્ષેત્રાધિકાર હેઠળ મુકવામાં આવે છે.

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(સી. બી. ત્રિવેદી)

ઉપસચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

1.      સચિવશ્રી, ભારત સરકાર, ગૃહ મંત્રાલય, નવી દિલ્હી (પત્ર દ્વારા)

ર.      માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, (પત્ર દ્વારા)

૩.      રજિસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ (પત્ર દ્વારા)

૪.      સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર (પત્ર દ્વારા)

પ.     સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ (પત્ર દ્વારા)

૬.      સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, અમદાવાદ (પત્ર દ્વારા)

૭.      માન. મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી

૮.      માન. રા.ક. મંત્રી શ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી

૯.      સર્વે મંત્રીશ્રીઓ/રા.ક. મંત્રીશ્રીઓ/ નાયબ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ.

૧૦.    સચિવાલયના તમામ વિભાગો (૧૦ નકલો સાથે) (તમામ વિભાગોએ પોતાના ખાતાના વડાઓને અને તાબાની કચેરીઓને જાણ કરવાની રહેશે.)

૧૧.     સર્વે ખાતાના વડાઓ (ગૃહ વિભાગ હેઠળના)

૧ર.     મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

૧૩.     સર્વે કલેકટરશ્રીઓ/ સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ

૧૪.    મહાલેખાકારશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ/રાજકોટ.

૧પ.    પગાર અને હિસાબી અધિકારીશ્રીઓ/ અમદાવાદ, ગાંધીનગર.

૧૬.     ગૃહ વિભાગની તમામ શાખાઓ.

૧૭.    શાખા પસંદગી ફાઇલ.

.....................