Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ ફપખ/૩ર૭૯/૪૯ર૯/(ર)/ન
Rating :  Star Star Star Star Star   

મેજીસ્ટેરીયલ કોર્ટોમાં "ડોરેમેન્ટ ફાઇલ'' ઉપર મુકેલ કેસોનો નિકાલ કરવા બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ ફપખ/૩ર૭૯/૪૯ર૯/(ર)/ન

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ર-૪-૧૯૮૧

 

        સરકારના ધ્યાન ઉપર લાવવામાં આવ્યું છે કે, દર વર્ષે જુદી જુદી મેજીસ્ટેરીયલ કોર્ટોમાં ડોરેમેન્ટ કેસોની સંખ્યાઓ વધતી જાય છે માટે તે અંગે અસરકારક પગલાં લેવાં જરૂરી છે કે જેથી આ સંખ્યા ઘટાડી શકાય. ડોરમેન્ટ કેસોની સંખ્યા સૌથી વિશેષ અમદાવાદના મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં વડોદરા, વલસાડ, જામનગર, ખેડા, રાજકોટ અને સુરતમાં જણાઇ છે. બાકી કેસોની સમીક્ષા કરતાં ત્રણ હજાર જેટલા દારૂબંધી ભંગના કેસો ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચલાવ્યા વગર પડતર રહેલા જણાયા છે. સમરી ટ્રાયલના કેસોની સંખ્યા પણ સારી એવી છે. આ સમીક્ષાને અંતે સરકારે એવો નિર્ણય લીધો છે કે જે કેસોમાં ત્રણ વર્ષ થયા છતાંય પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી શકી નથી તેવા કેસો નીચેના ધોરણે પાછા ખેંચી લેવા.

 

1.      આઇ. પી. સી. નીચેના કેસો પૈકી - સેસન્સ કોર્ટોમાં ચાલવા પાત્ર કેસો, સરકારી નાણાં ઉચાપત બાબતના કેસો તથા રૂ. ર૦૦/- ઉપરાંતની ચોરીના કેસો બાકાત રાખીને બાકીના કેસો પાછા ખેંચવા.

ર.      પ્રોહીબીશનના બધા જ કેસો પાછા ખેંચવા.

૩.      સમરી ટ્રાયબલ કેસો બધા જ પાછા ખેંચવા.

૪.      અન્ય કાયદા નીચેના કેસો, જેમાં કેન્દ્રીય ધારાઓ જેવા કે કસ્ટમ એકટ વગેરે નીચેના ગંભીર પ્રકારના ગુનાઓનો સમાવેશ ન થતો હોય તેવા કેસો પાછા ખેંચવા.

પ.     જિલ્લા મેજીસ્ટ્રેટએ ઉપરના ધોરણો ધ્યાનમાં લઇને પાછા ખેંચી લેવાના કેસોનું લીસ્ટ પોત પોતાના જિલ્લા માટે તૈયાર કરવું અને તે મુજબ પબ્લીક પ્રોસીક્યુટરને જે તે કોર્ટોમાંથી તેવા કેસો પાછા ખેંચી લેવા માટે સૂચના આપવી.

૬.      એવું લીસ્ટ બનાવતાં જિલ્લા મેજીસ્ટ્રેટના ધ્યાન ઉપર લાવવામાં આવે કે, ઉપરના ધોરણ પ્રમાણે પાછા ખેંચી લેવાના કેસો પૈકી કોઇ કેસ અથવા કેસો ખાસ કારણસર પાછા ખેંચવા જેવા નથી તો તેવા ન ખેંચી લેવા પાત્ર કેસો અંગેની ટૂંકી નોધ સાથે જુદુ લીસ્ટ બનાવી એક નકલ સરકારશ્રીને અને એક નકલ હાઇકોર્ટને મોકલવી.

૭.      ઉપરના ધોરણોના સંદર્ભમાં દર વર્ષે જુન આખર સુધીમાં ત્રણ વર્ષ ઉપરાંતના પડતર કેસો ખેંચી લેવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટોએ સમીક્ષા કરવી અને ખેંચી લેવા પાત્ર થતા કેસો જે તે કોર્ટોમાંથી ખેંચી લેવા માટે પબ્લીક પ્રોસીક્યુટરને સૂચના આપવી.

 

ર.      સરકારના ઉપરોક્ત નિર્ણયના સંદર્ભમાં જરૂરી આગળની ઘટતી કાર્યવાહી કરવી અને તેની જાણ સરકારને કરવી.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

પી. બી. પ્રજાપતિ

ઉપસચિવ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

પ્રતિ,

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટ

 

નકલ -        મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

        કાયદા વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 

.....................

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ