Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃ એચઆરસી/૧૦૯૩/જીઓઆઇ/૪૯/ન
Rating :  Star Star Star Star Star   

માનવ અધિકાર ભંગની ફરીયાદોનો નિકાલ કરવા જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવા.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ ક્રમાંકઃ એચઆરસી/૧૦૯૩/જીઓઆઇ/૪૯/ન

, સરદાર ભવન, બીજો માળ,

સચિવાલય, ગાંધીનગર

તારીખ - રર-૬-૧૯૯પ.

 

રા -

 

        માનવ અધિકાર ભંગને લગતી બાબતોમાં ખાસ કરીને પોલીસ/જેલ કસ્ટડીમાં ગુન્હાની તપાસ અન્વયે ધરપકડ, અટકાયત, કાચા કામના કેદીઓ અને પોલીસ અટકાયત દરમ્યાન આરોપી ઉપર પોલીસ દ્વારા અપનાવાતી પદ્ધતિઓના કારણે ગુજારવામાં આવતા ત્રાસ/બળાત્કાર અથવા તેના પરિણામે આરોપીના થતા મૃત્યુના કેસો અટકાવવા અસરકારક પગલાં લઇ શકાય તે માટે સરકારશ્રી દ્વારા માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીની આ સૂચનાઓની સંપૂર્ણ રીતે પૂર્તતા થાય તે માટે ત્રિમાસિક સમીક્ષા કરવા જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવાની બાબત કેટલાક સમયથી સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે ધરપકડ, અટકાયત, કાચા કામના કેદીઓ અને પોલીસ અટકાયત દરમ્યાન આરોપી પર ગુજારવામાં આવતા ત્રાસ/બળાત્કાર અથવા તેના પરિણામે આરોપીના થયેલ મૃત્યુના બનાવના કેસો તેમજ માનવ અધિકાર ભંગના બનતા કેસો અટકાવવા સમયસર પગલાં લેવાય તે માટે સરકારશ્રીની આ બાબતે સ્થાપિત માર્ગદર્શક સૂચનાઓનું અમલીકરણ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય તે જોવા જરૂરી સમીક્ષા કરવા તમામ જિલ્લા કક્ષાએ અને પોલીસ કમિશ્નરેટ વિસ્તાર માટે નીચે જણાવ્યા પ્રમાણેના અધિકારીઓની સમિતિની રચના કરવા આથી ઠરાવવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ

1.      કલેક્ટરશ્રી                                     -       અધ્યક્ષ

ર.      જિલ્લા પોલીસ અધિકારીશ્રી                   -       સભ્ય

૩.      સીવીલ સર્જનશ્રી                                      -       સભ્ય

૪.      જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રી                    -       સભ્ય

પ.     જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષશ્રી           -       સભ્ય

૬.      નાયબ પોલીસ અધિકારીશ્રી (મુખ્ય મથક)            -       સભ્ય સચિવ

પોલીસ કમિશ્નરેટ વિસ્તાર

1.      પોલીસ કમિશ્નરશ્રી                           -       અધ્યક્ષ

ર.      સીવીલ સર્જનશ્રી                                      -       સભ્ય

૩.      જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રી                    -       સભ્ય

૪.      શહેર મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષશ્રી             -       સભ્ય

પ.     નાયબ પોલીસ કમિશ્નરશ્રી (મુખ્ય મથક)            -       સભ્ય સચિવ

 

ર.      આ સમિતિની બેઠક જિલ્લાના મુખ્યમથકે સમિતિના અધ્યક્ષપણા હેઠળ યોજવાની રહેશે અને તેમાં છેલ્લા ત્રણ માસ દરમ્યાન માનવ અધિકાર ભંગના બનેલા બનાવોની સમયસર અસરકારક પગલાં લેવાય તથા આવા બનાવો અટકાવવા સરકારશ્રીની માર્ગદર્શક સૂચનાઓ છે તે મુજબ ધરપકડ, અટકાયત, કાચા કામના કેદીઓ અને પોલીસ કસ્ટડીમાં રાખેલ વ્યક્તિઓના કેસોમાંની તમામ બાબતોમાં સ્થાપિત સૂચનાઓનું સંપૂર્ણ અમલીકરણ થાય તેની સમીક્ષા કરવાની રહેશે અને આ ત્રિમાસિક સમીક્ષાનો અહેવાલ સચિવશ્રી (ગૃહ)ને તુરત રજૂ કરવાનો રહેશે.

 

૩.      આ અંગે થનાર ખર્ચ મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.

 

૪.      આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રી (ગૃહ)ની તા. ૩-પ-૯પની નોંધથી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(એફ. એમ. શેખ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

  • રાજ્યપાલશ્રીના સચિવશ્રી, ગાંધીનગર (પત્ર દ્વારા)

  • માનનીય મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • સર્વે મંત્રીશ્રીઓ/રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ/નાયબ મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓના અંગત સચિવશ્રીઓ

  • અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • સચિવશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલવેઝ) ગુ.રા., અમદાવાદ

  • સર્વે ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી

  • જેલોના ઇન્સ્પેકટર જનરલશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • સર્વે નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રી/ સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રી/ સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

  • સચિવાલયના સર્વે વિભાગો/ગૃહ વિભાગની સર્વે શાખાઓ

  • ગૃહ વિભાગ નિયંત્રણ હેઠળના સર્વે ખાતાના વડાઓ.

  • મદદનીશ સિલકેટ ફાઇલ/ શાખા સિલેકટ ફાઇલ. 

..................... 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ