Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંક - લરવ-૩૧૯૮-૧૯પ૦-હ
Rating :  Star Star Star Star Star   

લાંચના છટકાઓમાં સરકારી કર્મચારીઓની પંચ તરીકે મદદ આપવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંક - લરવ-૩૧૯૮-૧૯પ૦-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૦-૧૧-૯૮

 

સંદર્ભ -

  1. ગૃહ વિભાગ પરિપત્ર ક્રમાંક - એસીબી-૩૦૬૪-૯૧-હ. તા. ર-૪-૭૧.

  2. ગૃહ વિભાગ પરિપત્ર ક્રમાંકઃ લરવ-૩૧૮૦-ર૩૧૩-હ, તા. ૧-૧૦-૮૦

  3. ગૃહ વિભાગ પરિપત્ર ક્રમાંક - લરવ-૩૧૮૪-૧રર૩-હ, તા. ૧ર-૯-૮૪.

પરિપત્ર -

લાંચ રૂશ્વત વિરોધી ખાતા દ્વારા ગોઠવવામાં આવતા છટકા/ડિકોયના કેસોમાં સરકારી કર્મચારીઓને પંચ તરીકે જઇ સહકાર આપવા આ વિભાગના ઉકત સંદર્ભ-૧ અને ર સામે દર્શાવેલ પરિપત્રોથી સૂચના આપવામાં આવેલ છે તેમજ ઉકત સંદર્ભ-૩ સામે દર્શાવેલ પરિપત્રથી જયારે સરકારી કર્મચારી આવા કેસોમાં પંચ તરીકેની કામગીરી કરે તે સમય પુરતી તેની આ કામગીરીને ફરજ તરીકે ગણવી અને રજાનો અહેવાલ મુકવા ફરજ પાડવી નહિ તેવી સુચનાઓ પણ આપવામાં આવેલ છે. તેમ છતાં સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે કેટલીક કચેરીના વડાઓ તરફથી તેમની કચેરીના કર્મચારીઓને પંચ તરીકે મોકલવા માટે લાંચ રૂશ્વત વિરોધી ખાતાને પુરતો સહકાર મળતો નથી અને કર્મચારીઓને પંચ તરીકે મોકલવા ઇન્કાર કરવામાં આવે છે. જે ખૂબ જ ગંભીર બાબત ગણાય. કારણ કે, આમ કરવાથી ટ્રેપ/ડિકોયના કેસો સફળતાપૂર્વક પાર પાડવામાં મોટી મુશ્કેલી ઉભી થાય છે.

 

સર્વે ખાતાના/કચેરીઓના વડાઓને સરકારશ્રીની ઉપરોક્ત સૂચનાઓ મુજબ લાંચ રૂશ્વત વિરોધી ખાતાના અમલદાર જયારે પંચની મદદ માટે સહકાર માંગે ત્યારે તેમના તાબા હેઠળના કર્મચારીને પંચ તરીકે કામગીરી માટે અચૂક ફાળવી આપવા વિનંતી કરવામાં આવે છે. આ બાબતમાં કોઇપણ પ્રકારની ચૂક થશે તો તેને ગંભીર ગણીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(અશોક માણેક)

નાયબ સચિવ

ગૃહ વિભાગ.

પ્રતિ,

  • રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)

  • માનનીય મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • સર્વે મંત્રીશ્રીઓ/રા.ક. મંત્રીશ્રીઓ/નાયબ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર

  • સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર (પત્ર દ્વારા)

  • રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ (પત્ર દ્વારા)

  • સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ (પત્ર દ્વારા)

  • સચિવાલયના સર્વે વિભાગો ( આ સૂચનાઓ તેમના હસ્તકની કચેરીઓ/ખાતાના વડાઓની કચેરીઓ સહિત પરિપત્રિત કરવા વિનંતી સહ.)

  • પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • ગૃહ વિભાગ હેઠળના સર્વે ખાતાના વડાઓ-વિભાગીય વડાઓ અને ખાતાની કચેરીના વડાઓ.

  • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

  • સર્વે સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ

  • સર્વે જિલ્લા કલેકટરશ્રીઓ

  • સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ

  • ગૃહ વિભાગની સર્વે શાખાઓ.

  • સિલેકટ ફાઇલ.

.....................

 


Associated Site/File
  security testing

આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ