Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર નં. લરવ-૧૬૯૯-૬૪૯-હ
Rating :  Star Star Star Star Star   

ખાતાકીય તપાસના અહેવાલની નકલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને આપવા બાબત..

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર નં. લરવ-૧૬૯૯-૬૪૯-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૧-૭-ર૦૦૦

વંચાણે લીધો -- ગૃહ વિભાગનો પરિપત્ર ક્રઃ લરવ-૧૦૭ર-ર૦૯૧-હ, તા. ર૭-૧૦-૭ર.

 

રિ ત્ર -

        ગૃહ વિભાગના આમુખમાં દર્શાવેલ તા. ર૭-૧૦-૭રના પરિપત્રથી આપવામાં આવેલ સુચનાઓ મુજબ જે કિસ્સાઓમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ કરેલ તપાસ અન્વયે કસુરદાર કર્મચારીઓ સામે ખાતારાહે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમાં ખાતાની તપાસના પરિણામની જાણ સંબંધિત વિભાગ/કચેરી તરફથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને કરવાની રહે છે તથા કોઇ ચોક્કસ પ્રકરણ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો તરફથી ખાતાકીય તપાસના અહેવાલની માંગણી કરવામાં આવે તો તેની નકલ મોકલવાની રહે છે.

ર.      લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ખાતાકીય તપાસના અહેવાલની નકલની માંગણી કરવામાં આવે તો તે આપવી કે કેમ તે બાબતના સઘળા પાસાઓને ધ્યાનમાં રાખીને સક્રિય વિચારણા કર્યા બાદ ખાતાકીય તપાસના અહેવાલની નકલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને આપવાની રહેતી નથી તેવું નક્કી કરવામાં આવે છે. જેની નોંધ લેવા સચિવાલયના સર્વે વિભાગોને જણાવવામાં આવે છે.

૩.      ગૃહ વિભાગના ઉકત તા. ર૭-૧૦-૭રના પરિપત્રની અન્ય જોગવાઇ યથાવત રહે છે.

૪.      આ પરિપત્ર આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સામાન્ય વહીવટ વિભાગની તા. ૪-પ-ર૦૦૦ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(સુરેશ રાવલ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

સચિવાલયના સર્વે વિભાગો/ સર્વે ખાતાના વડાઓ (ગૃ.વિ.)

ગૃહ વિભાગની સર્વે શાખાઓ/ સિલેકટ ફાઇલ.

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ