Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

અ. સ. પત્ર ક્રમાંક - મિશન/૧૦ ર૦૦૦/સમિતિ
Rating :  Star Star Star Star Star   

ર્ડા. વી. વી. રામસુબ્બારાવ

અધિક મુખ્ય સચિવ

ગુજરાત સરકાર

અ. સ. પત્ર ક્રમાંક - મિશન/૧૦ ર૦૦૦/સમિતિ,

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૧મી ઓગષ્‍ટ, ર૦૦૦

 

સ્નેહીશ્રી

        રાજ્ય સરકારે વહીવટના શુદ્ધિકરણની સ્પષ્ટ દિશામાં પરિણામો લાવવાના આશયથી "ભ્રષ્ટાચાર નાથવાની આક્રમક વ્યૂહરચના'' ઘડી કાઢેલ છે અને તેને અમલમાં મુકવાનો નિર્ણય કરેલ છે. ભ્રષ્ટાચાર નાથવા આક્રમક વ્યૂહરચનાના સંદર્ભમાં જુદા જુદા લેવાના થતાં પગલાં સંબંધમાંની વિગતો નીચે પ્રમાણે મોકલવામાં આવે છે. આ બાબત સચિવશ્રીઓની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવાની હોવાથી આ બાબતને ટોચ અગ્રતા આપવા વિનંતી છે.

સંયુક્ત ચેકીંગ સ્કવોડ દ્વારા વિવિધ સ્તરીય ચેકીંગ -

        આપના વિભાગમાં સરકારી યોજનાઓમાં ખર્ચાતા નાણાં લાભાર્થી સુધી પુરેપુરા પહોંચે છે કે કેમ, કામગીરીની ગુણવત્તા અને સ્પેસીફીકેશન જળવાયેલ છે કે કેમ- જેવા મુદ્દાઓની ચકાસણી કરવા સ્વૈચ્છિક સંસ્થાઓ, ધારાસભ્યો, જાહેર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નિવૃત્ત અધિકારીઓને સાથે રાખીને સંબંધિત ખાતાના અધિકારીઓની એક સ્કવોડ બનાવી સંયુકત ચેકીંગ આ સ્કવોડ મારફતે કરાવવાનો અમલ કરવાનો રહેશે.

સંવેદનશીલ જગ્યાઓ અને શંકાસ્પદ છાપ ધરાવતા અધિકારીઓની યાદી -

        આપના વિભાગ/ખાતામાં જે જે સંવેદનશીલ જગ્યાઓ છે તેને ગણતરીમાં લઇ સંવેદનશીલ, મધ્યમ, (મોડરેટ) તેમજ બિન સંવેદનશીલ જગ્યાઓની યાદી બનાવવી.

        ચારિત્ર્ય કે પ્રમાણિકતા બાબતની શંકાસ્પદ છાપ ધરાવતા અધિકારીઓની અને કર્મચારીઓની અલગ અલગ યાદી (એગ્રીડલીસ્‍ટ) બનાવવી અને આવી યાદીનો ઉપયોગ નિમણૂંક અને બદલી વખતે ધ્યાનમાં લેવાની રહેશે.

ભ્રષ્ટાચાર ઉદ્‍ભવે તેવા નિયમો-જોગવાઇઓ, પરિપત્રો, પદ્ધતિઓ, સૂચનાઓનો રીવ્યુ અને ફેરફારઃ

        અટપટી વહીવટી પ્રક્રિયા, બિનજરૂરી અને વધુ પડતી માહિતી મંગાવવી, વિવિધ સ્તરે મંજૂરીઓ મેળવવાના વધુ પડતા તબક્કાઓ-આ પ્રકારની કાર્યપદ્ધતિને લીધે કામગીરીમાં વિલંબ થાય છે અને ભ્રષ્ટાચારને વધુ તક મળે છે. આવી ક્ષતિઓ દૂર કરવા માટે વર્તમાન સૂચનાઓ, પરિપત્રો, ઠરાવો, ખાતાકીય મેન્યુઅલો રીવ્યુ કરી જરૂરી સુધારાઓ કરવા કાર્યવાહી કરવી.

કોર્ટો અને લવાદના ચુકાદાઓ અને ટીકાઓમાંથી બોધપાઠ અને અનુવર્તિ કાર્યવાહી -

        સરકારના હિત વિરૂદ્ધના આવેલા ચુકાદાઓ કે ટીકાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી સરકારી તંત્રની ઇરાદાપૂર્વકની ક્ષતિ, બેદરકારી કે ગેરરીતિ જણાય તેવા કિસ્સામાં ઉપલી કોર્ટમાં સમયસર અપીલથી શરૂ કરી તપાસ કરવા સુધીના વિવિધ પગલાં લેવા અને અનુવર્તી વહીવટી કાર્યવાહી હાથ ધરવી.

પ્રામાણિકતાને પ્રાધાન્ય, પ્રોત્સાહન અને પુરસ્કાર -

        સરકારી કર્મચારીઓ પણ સમાજનું એક અંગ છે. તેઓ જયારે પોતાની રોજીંદી ફરજોમાં વિશિષ્ટ પ્રયત્નો કરે તેને પરિણામે જો કોઇ કૌભાંડ, ગેરરીતિ કે સરકારને આર્થિક નુકશાન થતું અટકે તો તેવા નોંધપાત્ર કેસોમાં તેમના આ યોગદાન બદલ યોગ્ય કદર કરવી અને તેમને પુરસ્કાર આપવા વિચારણા કરવી.

        નિષ્ઠાપૂર્વક કામ કરનાર પ્રમાણિક અધિકારીઓને સહન ન કરવું પડે તે માટે પૂરતું રક્ષણ આપવામાં આવે.

સર્વિસ રૂલ્સની જોગવાઇઓના અમલમાં કોઇ ઢીલાશ નહીં -

        ચારિત્ર્ય કે પ્રામાણિકતા બાબતે વર્તણૂંક, નિયમો અને અન્ય સર્વિસ રૂલ્સની વિવિધ જોગવાઇઓનો કોઇપણ પ્રકારની ઢીલાશ વગર ચુસ્ત અમલ કરવો. આનો અમલ ન કરાવનાર અધિકારીની પણ ગંભીર જવાબદારી ગણી તે દિશામાં પગલાં લેવા.

        શિસ્ત અને અપીલના નિયમો મુજબ પોતાની સ્થાવર, જંગમ, રોકડ મિલકત તેમજ અન્ય મિલકતોની આપ-લે અંગે સરકારની પૂર્વમંજૂરી મેળવવાની કે જાણ સમયસર કરવાની પ્રવર્તમાન સૂચનાચઓનો ચુસ્ત અમલ કરવો. આમાં અધિકારી/કર્મચારીની રાજ્યમાંની કે અન્ય રાજ્યોમાંની પોતાની કે કુટુંબીજનોની મિલકતો અંગે પણ ખાસ ચકાસણી કરવી.

        વાર્ષિક ખાનગી અહેવાલોમાં પ્રામાણિકતા બાબતે ચોક્કસ નિયત કરેલ ગ્રેડીંગમાંથી કોઇ એકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.

        કર્મચારીઓની પ૦-પપ વર્ષે થતી સમીક્ષા વખતે તેમના ખાનગી અહેવાલમાંથી પ્રામાણિકતા બાબતના ગ્રેડીંગ અને રેકર્ડને ખાસ ધ્યાનમાં લેવા બાબતે કાર્યવાહી કરવી.

જનતા પાસેની સીધી માહિતી -

        ભ્રષ્ટાચાર અંગેની ચોક્કસ માહિતી, પોતાનું નામ અને ઓળખ આપીને કે આપ્યા સિવાય, સામાન્ય નાગરિક આપી શકે તે માટે વિભાગ/જિલ્લા મથકે સ્વયંસંચાલિત ટેલીફોન સેલ શરૂ કરવો.

        વિવિધ સત્તાધિકારીઓ દ્વારા પ્રજાકીય કામોના નિકાલ માટે યોજાતા લોકદરબાર તેમજ મંત્રીશ્રીઓના પ્રવાસ દરમિયાન લોકો ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો કરવા આગળ આવે તે માટે લોકજાગૃતિ કેળવવાની દિશામાં કાર્યવાહી કરવી.

અસામાન્ય ઉચ્ચ જીવનધોરણ અને વચેટીયાઓ સામે વોચ -

        સરકારી અધિકારીઓના અને તેમના કુટુંબીજનોના આવકના જાણીતા સ્ત્રોત કરતા કુટુંબના વૈભવી વ્યવહારો, વધુ મિલકતો અને દેખીતા અસામાન્ય ઉચ્ચજીવન ધોરણ અંગે પ્રાથમિક સર્વે કરવો.

        સરકારીખાતાઓમાં અધિકારીઓના રહેઠાણોએ કે ઓફિસોમાં કે સચિવાલયમાં નિયમિત રીતે હાજરી આપતા અને વચેટીયાઓની ભૂમિકા ભજવતા તત્ત્વો અને લાયઝન કરતી સંસ્થા કે વ્યક્તિની પ્રવૃત્તિઓ અને વ્યવહારો પર વિશેષ વોચ રાખવા કાર્યવાહી કરવી.

સમયબદ્ધ ખાતાકીય તપાસ -

        કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાના ૯૦ દિવસમાં તેમને ચાર્જશીટ આપવામાં આવે અને પડતર ખાતાકીય તપાસો નિશ્ચિત સમયમાં પુરી થાય તે માટેની સમયમર્યાદાનું ચુસ્તપાલન કરવાનું રહેશે અને તેની સમીક્ષા ઉચ્ચ કક્ષાએ મોનીટરીંગ કરી કરવામાં આવશે અને આવી ખાતાકીય તપાસ નિશ્ચિત સમયમાં પૂરી નહીં થવાના વિલંબના કારણો તપાસી ચોક્કસ જવાબદારી નક્કી કરવી. ગંભીર પ્રકારના કેસોમાં આક્ષેપિત અધિકારીની નિવૃત્તિની તારીખ નજીકમાં હોય તેવા કેસોમાં, આક્ષેપિત તરફથી ઇરાદાપૂર્વકના અસહકારના કેસો જેવામાં કોઇપણ સંજોગોમાં વિલંબ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી.

ગુનેગારોને સામાજીક લાંછન -

        ભ્રષ્ટાચારી સરકારી કર્મચારીને જયારે મોટી શિક્ષા કરવામાં આવે ત્યારે તેના કેસની વિગતો અને નામોની યાદી સમયાંતરે જાહેર કરવી. જેથી સમાજમાં એક અસરકારક છાપ ઉભી થાય.

        ઉપર્યુક્ત મુદ્દાઓની માહિતી આપની કક્ષાએ જ વિશેષ કાળજી લઇને તૈયાર કરીને મને નામજોગ દિન-૭માં મોકલી આપવા વિનંતી છે તેમજ ભ્રષ્ટાચાર નાથવા આક્રમક વ્યૂહરચના જે સરકારે ઘડી કાઢેલ છે તેનો અમલ કરવા આપના દ્વારા સવિશેષ કાળજી લેવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવે છે.

આપનો સ્નેહાધિન

 

(ર્ડા. વી. વી. રામસુબ્બારાવ)

પ્રતિ

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ