Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રઃ લરવ-૩૧૯૭-ઓડી-૮-હ
Rating :  Star Star Star Star Star   

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ-૧૯ હેઠળ ફોજદારી કાર્યવાહી માંડવા(પ્રોસીક્યુશન)ની મંજૂરી અંગેના હુકમો બહાર પાડવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રઃ લરવ-૩૧૯૭-ઓડી-૮-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૪-૪-ર૦૦ર

 

પરિપત્ર -

 

        ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ હેઠળ રાજ્ય સેવક સામે નોંધાયેલ ગુન્હા સંબંધમાં સક્ષમ સત્તાધિકારીએ પ્રોસીક્યુશન માટે મંજૂરી આપવી જરૂરી છે. આવી મંજૂરી આપવા માટે ગૃહ વિભાગના તા. ૧-૧-૯૮ના સરખા ક્રમાંકના પરિપત્રથી નમુનાઓ નિયત કરેલ છે. આ ઠરાવેલ નમુનાઓમાં મંજૂરી આપતા હુકમો બહાર પાડવાની સક્ષમતા અંગે/હુકમોમાં સહી કરવાની સક્ષમતા અંગે કેટલાક કિસ્સામાં સંબંધિત અદાલતો દ્વારા પ્રશ્નો ઉપસ્થિત કરેલ હતા. આ બાબતે વિવિધ વિભાગોની ફાઇલ ઉપર કાયદા વિભાગનો અભિપ્રાય મેળવતા, કાયદા વિભાગની સલાહ અનુસાર આવી મંજૂરીના હુકમમાં સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ સહી માટે ગુજરાત સરકારના કામકાજના નિયમોના નિયમ-૧૩માં નીચે મુજબ જોગવાઇ કરવામાં આવેલ છે.

 

"૧૩. રાજ્ય સરકારના દરેક હુકમ અથવા લેખ ઉપર સચિવ, અધિક સચિવ, ખાસ સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ, સહાયક સચિવે અથવા સેકશન અધિકારીએ અથવા તે માટે સરકારે ખાસ સત્તા આપેલા બીજા અધિકારીએ સહી કરવી જોઇશે અને આવી સહી તેવા હુકમ અથવા લેખનું યોગ્ય પ્રમાણિકરણ ગણાશે.''

 

        ઉક્ત જોગવાઇ જોતાં આવા હુકમોમાં ઉકત નિયમમાં ઠરાવેલ કોઇપણ અધિકારી દ્વારા સહી કરી શકાય છે. આ બાબતને લઇને કોર્ટમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આ પરિપત્રની સુચનાઓ અને સરકારના કામકાજના નિયમો અદાલત સમક્ષ રજૂ કરી, યોગ્ય રજૂઆત થાય તે જોવા પણ આથી જણાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સુભાષ સોની

ઉપસચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

સર્વે સચિવાલયના વિભાગો

સર્વે ખાતાના વડાઓ

ગૃહ વિભાગની સર્વે વહીવટી શાખાઓ

પસંદગી ફાઇલ- હ, શાખા

નાયબ સેકશન અધિકારી પસંદગી ફાઇલ.

 

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ