Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંક - લરવ-૧૧૯૯-ઓડી-રપ-હ
Rating :  Star Star Star Star Star   

તકેદારી કેસોમાં વિલંબ નિવારવા ત્રિમાસિક પત્રકોમાં માહિતી મોકલવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંક - લરવ-૧૧૯૯-ઓડી-રપ-હ,

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૧ જુન, ર૦૦૩

 

વંચાણે લીધા -

  1. ગૃહ વિભાગ પરિપત્ર ક્રમાંકઃ એસવીસી-૧૦૭૬-૧ર૮-હ, તા. ૧૧-૧૧-૭૮.
  2. તકેદારી આયોગ કચેરી પરિપત્ર ક્રમાંકઃ મકમ-૧૦૯૦-કેસઅગ્રીમતા-ફ, તા. ૧૬-૬-૯ર.

 પરિપત્ર -

        સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૭-૪-૬૪ના ઠરાવ ક્રમાંકઃ એસવીસી-૧૦૬૪-ગના ફકરા-૪ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારના તમામ જાહેર સેવકો વિરૂદ્ધની ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ, ગેરવર્તન, ગેરવર્તણૂંકને લગતી ફરિયાદોની તપાસ કરવાની બાબત ગુજરાત તકેદારી આયોગના કાર્યક્ષેત્રાધિકારમાં આવે છે. સાથોસાથ ગૃહ વિભાગના તા. રપ-૩-૬૮ના પરિપત્ર ક્રમાંકઃ એસવીસી-૧૦૬૪-રર૩૬૬-હની જોગવાઇ મુજબ રાજ્યપત્રિત અધિકારીઓ સામેની ઉપરોક્ત પ્રકારની ફરિયાદો સંબંધમાં સચિવાલયના વિભાગો/ખાતાના વડાઓ/બોર્ડ-કોર્પોરેશનો દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ સંદર્ભમાં તકેદારી આયોગની સલાહ મેળવવી આવશ્યક છે.

 

ર.      સરકારની ઉક્ત સૂચનાઓ સંદર્ભમાં તકેદારી આયોગ સમક્ષ સલાહ માટે રજૂ કરવામાં આવતા કેસોમાં તથા જે કેસોમાં તકેદારી આયોગે તપાસ એજન્સી પાસેથી તપાસ અહેવાલ માગ્યા હોય તેવા કેસોનો નિયમાનુસાર અને પદ્ધતિસર રીતે નિકાલ થઇ શકે અને તપાસ કેસોમાં થતા વિલંબ નિવારવાના હેતુથી આ વિભાગના તા.૧૧-૧૧-૭૮ના અમુખ (૧)માં દર્શાવેલ તારીખ ૧૧-૧૧-૭૮ના પરિપત્રથી પડતર તકેદારી કેસો અંગે થયેલ પ્રગતિ અંગેની વિગતો તકેદારી આયોગને ત્રિમાસિક ધોરણે મોકલવાની સચના આપવામાં આવી છે. અનુભવે જણાયું છે કે ગુજરાત તકેદારી આયોગ દ્વારા આમુખ(ર)માં દર્શાવેલ તા. ૧૬-૬-૯રના પરિપત્રની સૂચનાઓ અનુસાર પડતર તકેદારી કેસોમાં થયેલ પ્રગતિ દર્શાવતી વિગતો તે સાથે સામેલ એનેક્ષર-૧ અને ર મુજબ તૈયાર કરીને તકેદારી આયોગને નિયમિત રીતે ત્રિમાસિક ધોરણે મોકલી આપવા જણાવેલ હોઇ, હવે ગૃહ વિભાગના ઉપર ઉલ્લેખ કરેલ તા. ૧૧/૧૧/૭૮ના પરિપત્ર અનુસારની વિગતો મોકલવી આવશ્યક ન હોઇ તે રદ કરવામાં આવે છે.

 

૩.      આમ, પડતર તકેદારી કેસોમાં થયેલ પ્રગતિ અંગેની વિગતો હવેથી ગુજરાત તકેદારી આયોગના તા. ૧૬-૬-૯રના ઉપર ઉલ્લેખ કરેલ પરિપત્ર અનુસાર નિયત નમૂનામાં ત્રિમાસિક ધોરણે તકેદારી આયોગને મોકલવામાં આવે તેવી કાર્યવાહી કરવા આથી સર્વેને જણાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

એ. ડી. ચાવડા

ઉપસચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

સચિવાલયના સર્વે વિભાગો

(સર્વે વિભાગોને તેમના વિભાગ હેઠળના તમામ ખાતાના વડાઓ તથા બોર્ડ/નિગમોને આ સૂચનાઓ પરિપત્રિત કરવા વિનંતી.)

સર્વે વિભાગોને મુખ્ય તકેદારી અધિકારીશ્રીઓ.

 

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ