Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ લરવ/૧૧૮૬/૬૩૩/ભાગ-૧/હ
Rating :  Star Star Star Star Star   

જાહેર સેવકો વિરૂદ્ધના આક્ષેપોની ગુપ્ત તપાસના અહેવાલ સંદર્ભમાં આયોગનો પરામર્શ કરવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ લરવ/૧૧૮૬/૬૩૩/ભાગ-૧/હ

સચિવાલય, ગાંધીનગર

તા. રર ઓકટો. ર૦૦૩

 

પરિપત્ર -

        ગૃહ વિભાગના તા. રપ/૩/૬૮ના પરિપત્ર ક્રમાંકઃ એસવીસી/૧૦૬૪/રર૩૬૬/હની સૂચનાઓ મુજબ ગુપ્ત કે ખુલ્લી તપાસ (પ્રાથમિક તપાસ)ના કિસ્સાઓમાં ગુજરાત તકેદારી આયોગનો પરામર્શ કરવાનો હોય છે. ગુપ્ત તપાસમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારી પોતાના સૂત્રો દ્વારા તપાસ હાથ ધરે છે અને તેમાં કોઇ સાક્ષી કે તહોમતદારના નિવેદનો લેવામાં આવતા નથી અને આક્ષેપિતને તેની સામે થયેલ ફરીયાદ અંગેની જાણ ન થાય તે રીતે તપાસ બ્યુરો કક્ષાએ કરવામાં આવે છે. આવી ફરીયાદો સંબંધમાં અરજદારના નામ/સરનામાની ખરાઇ કરીને ગુપ્ત તપાસમાં સંતોષકારક પુરાવા કે માહિતી મળે તો ત્યારબાદ રીતસરની ખુલ્લી તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં સાક્ષી, પુરાવા એકઠા કરવા, નિવેદનો લેવા તેમજ આક્ષેપિત પાસેથી જરૂરી માહિતી વગેરે નિયમાનુસાર મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ બંને તપાસમાં પ્રથમ ગુપ્ત તપાસ હાથ ધરવાનો આશય એવો છે કે કેટલીક વખત ખોટી માહિતી કે અરજીઓ થતી હોય છે. જેમાં આક્ષેપિતોને ખોટી રીતે હેરાન થવું પડે છે અથવા તો તપાસ અધિકારીને તપાસની કાર્યવાહીનો ખોટો પ્રસંગ ઉભો ન થાય તે માટે ગુપ્ત તપાસમાં હકીકતની જાણકારી મેળવી લેવાય છે. અને જો તેમાં તથ્ય જણાય તો જ સક્ષમ અધિકારીની મંજરીથી ખુલ્લી તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

 

ર.      આવા ફરીયાદ પ્રકરણમાં હાથ ધરાયેલ ગુપ્ત તપાસ, ખુલ્લી તપાસ, પ્રાથમિક તપાસના અહેવાલો સંદર્ભમાં પણ ગૃહવિભાગના ઉપર્યુક્ત પરિપત્રની સૂચનાનુસાર ગુજરાત તકેદારી આયોગનો પરામર્શ કરવાનું આવશ્યક જણાયું હતું. પરંતુ હવે સામાન્ય વહીવટ વિભાગ તથા ગુજરાત તકેદારી આયોગના પરામર્શમાં એવું નક્કી કરવામાં આવેલ છે કે જે કેસમાં વિભાગ દ્વારા જાતે જ ગુપ્ત/ખાનગી તપાસ કરવામાં/કરાવવામાં આવેલ હોય તો તેવા તપાસ એજન્સીના ગુપ્ત તપાસના અહેવાલો ગુજરાત તકેદારી આયોગને નહીં મોકલતાં બારોબાર સંબંધિત વહીવટી વિભાગને મોકલવાના રહેશે.

 

૩.      વહીવટી વિભાગને ગુપ્ત તપાસનો અહેવાલ મળી જાય ત્યારબાદ તે અંગે યોગ્ય નિર્ણય સંબંધિત વહીવટી વિભાગે લેવાનો રહેશે. જો ગુપ્ત તપાસ અહેવાલમાં આક્ષેપોને સમર્થન મળતું ન હોય તેવા ગુપ્ત તપાસ અહેવાલ આધારે પ્રકરણ દફતરે કરવાનો નિર્ણય લેવાય તો તેવા પ્રસંગે આવા કેસમાં તકેદારી આયોગના કાર્યક્ષેત્ર/અધિકારને કોઇ અસર પહોંચતી ન હોવાથી ગુજરાત તકેદારી આયોગનો પરામર્શ કરવાની જરૂરત રહેતી નથી. પરંતુ જે કેસમાં તકેદારી આયોગે વિભાગને તપાસ કરી અહેવાલ મોકલવા સૂચના આપી હોય તો તેવા કેસમાં ગુપ્ત તપાસ કરાવેલ હોય અને તે આધારે કોઇ કાર્યવાહી કરતા પહેલાં તકેદારી આયોગના પરામર્શ બાદ જ આયોગની સૂચના/ભલામણ અનુસારની કાર્યવાહી કરવાની રહેશે.

 

        ઉપર જણાવેલ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા આથી તમામ વહીવટી વિભાગો/ખાતાના વડાઓ/બોર્ડ-નિગમો તેમજ તેમના તાબાની કચેરીઓને જણાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(મુનીન્દ્ર ભટ્ટ)

સંયુકત સચિવ

ગૃહ વિભાગ

 

પ્રતિ,

  • સચિવાલયના સર્વે વિભાગો (વિભાગ હેઠળના ખાતાના વડાની કચેરીઓ, ક્ષેત્રિય કચેરીઓ તથા બોર્ડ/નિગમોને આ સૂચનાઓની જાણ કરવાની વિનંતી સાથે)

  • નામદાર રાજ્યપાલશ્રીના સચિવશ્રી,

  • માન. મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી

  • સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર.

  • સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ

  • રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ

  • સર્વે મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ

  • સર્વે રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ/મદદનીશશ્રીઓ

  • ગૃહ વિભાગની સર્વે શાખાઓ.

  • શાખા પસંદગી ફાઇલ.

 

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ