Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ એસવીસી-૧૦૭૪-૧પ૧૬-હ
Rating :  Star Star Star Star Star   

સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂંક કરવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ એસવીસી-૧૦૭૪-૧પ૧૬-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ર૭-ર-ર૦૦૪

 

વંચાણમાં લીધા -

(૧)    ગૃહ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ એસવીસી-૧૦૭૪-૧પ૧૬-હ તા. ૭-૮-૭૪.

(ર)    ગૃહ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ એસવીસી-૩૧૮૬-ર૯૯પ-હ, તા. ૧૬-૭-૮૮.

(૩)    ગૃહ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ ગતપ-૩રર૦૦૦-૩૩૬૬-હ, તા. ર૭-૧ર-૦૧.

 

પરિપત્ર -

 

        સચિવાલયના વિભાગોમાં અને તાબાની કચેરીઓમાં પડતર તકેદારી કેસો/ સંદર્ભો/ ભલામણોના નિકાલમાં વિલંબ નિવારવાના આશયથી ગૃહ વિભાગના તા. ૭/૮/૭૪ના ઠરાવ ક્રમાંકઃ એસવીસી/ ૧૦૭૪/૧પ૧૬/હ, તા. ૩૦/૭/૮૪ અને તા. ર૩/૧૦/૮૪ના સુધારા ઠરાવ ક્રમાંકઃ એસસીબી-૧૦૮૧-૩૭૯/હ, તા. ૧૬-૭-૮૮ના ઠરાવ ક્રમાંકઃ એસવીસી-૩૧૮૬-ર૯૯પ-હ અને તા. ર૭-૧ર-૦૧ના પરિપત્ર ક્રમાંકઃ ગતપ-૩રર૦૦૦-૩૩૬૬-હ થી મુખ્ય તકેદારી અધિકારીની અને તકેદારી અધિકારીઓની નિમણૂંક, ફરજો અને જવાબદારીઓ અંગેની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂંક અને કામગીરી સંદર્ભમાં તકેદારી આયુક્તશ્રીના સૂચનને ધ્યાનમાં લઇને તેમને પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કામગીરી સોંપવાની વ્યવસ્થા કરવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી. તકેદારી આયોગના સૂચન પરત્વે કાળજીપૂર્વકની વિચારણા કરીને મુખ્ય તકેદારી અધિકારીશ્રીની કામગીરી અંગે નીચે મુજબની વ્યવસ્થા તમામ વિભાગોએ કરવાની રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

(૧)    વિભાગના સિનીયર મોસ્ટ અધિકારીને મુખ્ય તકેદારી અધિકારી તરીકેની કામગીરી સોંપવાની રહેશે. તકેદારી આયુક્તશ્રી સાથે ચર્ચા સમયે મુખ્ય તકેદારી અધિકારીશ્રી વિભાગના તમામ તકેદારી આયોગ સંદર્ભોની પરિસ્થિતિથી માહિતગાર હોય અને શક્ય હોય ત્યાં સુધી તકેદારી આયુક્તશ્રીને વિગતો રજૂ કરી શકે તે જરૂરી છે.

(ર)    આ ફેરફાર તા. ૧/ર/૦૪થી અમલમાં આવે તે રીતે કરવાનો રહેશે.

(૩)    તમામ મુખ્ય તકેદારી અધિકારીશ્રીઓએ ઉપર સંદર્ભમાં નિર્દિષ્ટ હુકમોમાં સૂચવ્યા મુજબની ફરજો બજાવવાની અને જવાબદારીઓ નિભાવવાની રહેશે.

        ઉપર જણાવેલ સૂચનાઓનો ચુસ્તપણે અમલ થાય તે જોવા સચિવાલયના સર્વે વહીવટી વિભાગોના સચિવશ્રીઓ અને મુખ્ય તકેદારી અધિકારીશ્રીઓને અનુરોધ કરવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(મુનીન્દ્ર ભટ્ટ)

અધિક સચિવ

ગૃહ વિભાગ

 

પ્રતિ,

માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)

સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, તકેદારી આયોગ ભવન, સેકટર-૧૦/બી, ગાંધીનગર (પત્ર દ્વારા)

સચિવાલયના સર્વે વિભાગો (તેમના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ/કચેરીઓ/ બોર્ડો/ કોર્પોરેશનોને પરિપત્રિત કરવાની વિનંતી સહ.)

 

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ