Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્માંકઃ એસવીસી-૧૦૭૪-૧પ૧૬-ભાગ-૧-હ
Rating :  Star Star Star Star Star   

સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારીની કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન કરવા માટેના ખાનગી અહેવાલનું પૂરક ફોર્મ નક્કી કરવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્માંકઃ એસવીસી-૧૦૭૪-૧પ૧૬-ભાગ-૧-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૯/૩/ર૦૦પ

 

વંચાણમાં લીધા -

(૧)    ગૃહ વિભાગનો તા. ર૭/૧ર/૦૧નો પરિપત્ર ક્રમાંકઃ ગતપ/૩રર૦૦૦/૩૩૬૬/હ.

(ર)    ગૃહ વિભાગનો તા. ર૭/ર/ર૦૦૪નો પરિપત્ર ક્રમાંકઃ એસવીસી/૧૦૭૪/૧પ૧૬-હ

 

રિ ત્ર -

 

        સચિવાલયના વિભાગોમાં તથા ક્ષેત્રિય કચેરીઓમાં પડતર તકેદારી કેસો/સંદર્ભો/તકેદારી આયોગની ભલામણોના નિકાલમાં વિલંબ નિવારવાના આશયથી ઉપર ક્રમ(૧)થી નિર્દિષ્ટ કરેલ ગૃહ વિભાગના પરિપત્રથી સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની ફરજો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવેલ છે. ઉક્ત ક્રમ(ર)થી નિર્દિષ્ટ કરેલ ગૃહ વિભાગના તા. ર૭/ર/૦૪ના પરિપત્રથી મુખ્ય તકેદારી અધિકારીની કામગીરી સંદર્ભમાં વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

 

ર.      મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને તકેદારી આયુક્તશ્રી સાથેની તા. ર૩/૯/૦૩ના રોજની બેઠકમા નક્કી થયું હતું કે સચિવાલયના વિભાગમાં જે અધિકારી મુખ્ય તકેદારી અધિકારી તરીકેની કામગીરી બજાવતા હોય તેવા અધિકારી માટે (નિયત વાર્ષિક ખાનગી અહેવાલ ઉપરાંત) તેમની તકેદારીને લગતી કામગીરીના વાર્ષિક મૂલ્યાંકનની પ્રથા દાખલ કરવી.

 

        આ નિર્ણય અનુસાર સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારીની ફરજ બજાવતા અધિકારીશ્રીઓએ આ સાથે સામેલ નમુનામાં પુરક ખાનગી અહેવાલ તકેદારી આયુક્તશ્રીને અલાયદી રીતે મૂલ્યાંકન માટે રજૂ કરવાનો રહેશે અને તકેદારી આયુક્તશ્રી દ્વારા થયેલ મૂલ્યાંકનને સંબંધિત અધિકારીના વાર્ષિક ખાનગી અહેવાલના પૂરક અહેવાલ તરીકે આમેજ કરવાના રહેશે. આ સૂચના વર્ષ ર૦૦પ-૦૬ના વર્ષના ખાનગી અહેવાલથી લાગુ પડશે.

 

૩.      ઉપર જણાવેલ સૂચનાનો ચુસ્તપણે અમલ થાય તે જોવા સચિવાલયના સર્વે વિભાગોને અને મુખ્ય તકેદારી અધિકારીશ્રીઓને અનુરોધ કરવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(એમ. એન. જોષી)

અધિક સચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)

સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, તકેદારી આયોગ ભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)

સચિવાલયના સર્વે વહીવટી વિભાગો અને સર્વે મુખ્ય તકેદારી અધિકારીઓ.

.....................

પૂરક નમૂનો

વિભાગોના મુખ્ય તકેદારી અધિકારીઓનો પૂરક ખાનગી અહેવાલનો નમુનો.

.........................વિભાગ

........................થી સુધીના......................સમય/વર્ષ માટેનો અહેવાલ.

 

ભાગ-૧  (મુખ્ય તકેદારી અધિકારીએ ભરવાનું)

૧.

મુખ્ય તકેદારી અધિકારીનું નામ -

 

ર.

આ સમયગાળા દરમ્યાન વિભાગમાં ખાતાકીય તપાસ સિવાયની કામગીરી સંભાળતા હોય તો તેની વિગત -

 

૩.

તકેદારી કેસો અંગે વર્ષ/સમયગાળા દરમ્યાન કરેલ કામગીરીની સંક્ષિપ્ત વિગતો -

 

૪.

મુખ્ય તકેદારી અધિકારી તરીકે તકેદારી કેસોનો નિકાલ/ કામગીરી સંદર્ભમાં વર્ષ/સમયગાળા દરમ્યાન કોઇ તાલીમ મેળવી હોય તો તેની વિગત -

 

પ.

વિભાગમાં આવેલ ફરીયાદો/સંદર્ભા અને તેના નિકાલ માટે કરેલ કામગીરીમાં ઉપસ્થિત થયેલ મુશ્કેલીઓ અન્વયે સૂચિત ઉપાયો સંક્ષિપ્તમાં

 

 

 

મુખ્ય તકેદારી અધિકારીની સહી

 

ભાગ-ર (તકેદારી આયુક્તશ્રીએ ભરવાનું)

 

૧.

તેઓ વિભાગના તકેદારી કેસોની પુરતી જાણકારી રાખે છે કે કેમ -

 

ર.

તેમના સમયગાળા દરમ્યાન આયોગને મોકલાયેલ અહેવાલો -

 

૩.

તકેદારી કેસોની કાર્યવાહીમાં સમયપાલન (આયોગથી નિયત તારીખે બોલાવવામાં આવ્યા હોય ત્યારે અગાઉથી નવી તારીખ મેળવ્યા સિવાય અનુપસ્થિત રહેવાની ચૂક(Lapse)ના પ્રસંગોની સંખ્યા)

 

૪.

તકેદારી કેસોની કામગીરી અંગે સામાન્ય અભિપ્રાય

 

તારીખઃ                                                               

ગાંધીનગર                                                     તકેદારી આયુક્તશ્રીની સહી -

                                                                       નામ -

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ