Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ વસફ-ર૦૮ર-પ૮૮-ન
Rating :  Star Star Star Star Star   

ખૂનના કેસમાં ચાર્જશીટ ૯૦ દિવસની અંદર રજૂ થવા અંગે.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ વસફ-ર૦૮ર-પ૮૮-ન

સચિવાલય, ગાંધીનગર

૩જી એપ્રિલ, ૧૯૮ર

 

રિ ત્ર

        ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે, ખૂનના કિસ્સાઓમાં ચાર્જશીટ પોલીસ તરફથી સમયસર કોર્ટમાં રજૂ કરવામાં આવતું નથી. આ માટે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૬૭(ર) નીચે ૯૦ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સમયમર્યાદામાં કેસ ચાર્જશીટ કરવામાં ન આવે તો અને તહોમતદાર જો જામીન આપવા તૈયાર હોય તો તેઓને ખૂનના ગુનામાં સંડોવાયેલ હોવા છતાં જામીન ઉપર છોડવા આવશ્યક બને છે.

 

        ઉપરોક્ત કાયદાની જોગવાઇ અને આ બાબતમાં હાઇકોર્ટ બાબુભાઈ પરસોત્તમદાસ વિ. ગુજરાત રાજ્ય અંગેનો ચુકાદો જે ર૧ ગુજરાત લો રીપોર્ટના પાન ૧ર૩ર ઉપર પ્રસિદ્ધ થયો છે. ખૂન જેવા ગુન્હામાં સંડોવાયેલ તહોમતદાર જામીન ઉપર છુટી જાય તો તેની અવળી અસર કેસ પર સ્વાભાવિક રીતે પડે છે અને સાક્ષી પુરાવાઓ ઉપર અકારણ દબાણ આવતાં તેઓ મુક્ત રીતે કોર્ટમાં જુબાની આપી શકતા નથી. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક કહેવાય. વાસ્તવમાં આ કેસના ગુન્હેગારો જેલમાં હોય તે દરમ્યાન જ કેસનો ચુકાદો આવે તે જરૂરી અને ઇચ્છનીય છે. તાજેતરમાં એક કેસમાં હાઇકોર્ટે આપેલ ચુકાદામાં આવા પ્રકાર બદલ ચિંતા વ્યક્ત કરેલ છે અને ગૃહ વિભાગ તરફ આ ચુકાદાની નકલ મોકલીને આવા બનાવો ન બને તે માટે કાળજી રાખવા અને વૈધાનિક સમયમર્યાદામાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ થાય તે જોવા સૂચન કરેલ છે.

 

        બનવાજોગ છે કે ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા પાસેથી અપેક્ષિત દાખલો (પ્રમાણપત્ર સમયસર ન આવવાને લીધે આવા પ્રસંગો બનતા હશે પરંતુ તેમ કહીને બચાવ કરવો કોઇ રીતે સમર્થનીય નહીં ગણા. તપાસ કરનાર પોલીસ અમલદારે જરૂરી દાખલા) પ્રમાણપત્રો સમયસર મળી રહે તે માટે ઘટતી તકેદારી લેવી જોઇએ. તે જ પ્રમાણે નિરીક્ષણ કરતા અધિકારીએ પણ ચીવટ રાખીને ચાર્જશીટ સમયસર રજૂ થાય છે તેમ જોવાની કાળજી લેવી જોઇએ. આ બાબતમાં કોઇ શીથીલતા ચલાવી લેવાય નહીં.

 

        ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાને મોકલવામાં આવેલ નમૂનાનો અહેવાલ દાખલા કે પ્રમાણપત્રો સમયસર આવતા ન હોય તો તે બાબત ઉપરોકત પ્રયોગશાળાના નિયામકશ્રીના ધ્યાન ઉપર લાવીને તે સમયસર આવે તે જોવું જોઇએ. ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાએ પણ આ કામગીરીને ટોચઅગ્રતા આપી સ્મૃતિપત્રની અપેક્ષા રાખ્યા સિવાય અહેવાલ સમયમર્યાદામાં જાય છે તે જોવા માટે ખાસ વ્યવસ્થા પોતાની કચેરીમાં ગોઠવવી. જેથી વિલંબના કિસ્સાઓ તેઓના ધ્યાન ઉપર આવી શકે અને વિલંબના કારણો તપાસીને તાત્કાલિક દૂર કરવા પગલાં લઇ શકે.

 

        હવે પછી જો કોઇ ખૂનના કેસમાં ચાર્જશીટ સમયમર્યાદામાં કોર્ટમાં રજૂ ન થતાં તે ખુનના તહોમતદારો જામીન ઉપર છુટી જશે તો તે માટે તપાસ કરનાર અધિકારી ઉપરાંત તેઓની કામગીરી ઉપર નિરીક્ષણ રાખનાર સર્વે અધિકારીને જવાબદાર ગણવામાં આવશે. સર્વે જિલ્લા પોલીસ અધિકારીઓ અને પોલીસ કમિશ્નરશ્રીને આવા કેસોની સતત સમીક્ષા કરીને તેનું ચાર્જશીટ સમયમર્યાદામાં રજૂ થાય છે તે જોવું.

 

પ્ર. ગ. ગુપ્તે

નાયબ સચિવ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

પ્રતિ,

  • મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • સર્વે અધિક મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ, અમદાવાદ/ગાંધીનગર.

  • ખાસ મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી ખાતું, અમદાવાદ.

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ (વધારાની રપ નકલો સહ)

  • બધા જ નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ

  • પ્રિન્સીપાલશ્રી/પોલીસ તાલીમ કોલેજ, જૂનાગઢ.

  • બધા જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ, તેઓશ્રીના તાબા હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ

  • નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ તથા સર્વે પોલીસ સ્ટેશનો માટે (૧૦૦ નકલો સાથે).

.................... 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ