Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ વસપ-૦૩૮૩-પ૬૮પ-ન
Rating :  Star Star Star Star Star   

ખુનના કેસોમાં ચાર્જશીટ ૯૦ દિવસની અંદર રજૂ થવા અંગે.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ વસપ-૦૩૮૩-પ૬૮પ-ન

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ર૦-૯-૧૯૮૩.

 

પરિપત્ર

        આ વિભાગના પરિપત્ર ક્રમાંકઃ વસપ-ર૦૮ર-પ૮૮-ન તા. ૩-૪-૮ર થી ૯૦ દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવા માટે અને તેમ ન થાય તો તે સંબંધમાં જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવા સુચના આપવામાં આવી છે. આમ છતાં આ વિભાગના ધ્યાન ઉપર આવેલ છે કે, હજુ પણ કેટલાક જિલ્લામાં જામીન ઉપર છોડી ન શકાય તેવા ગુન્હાઓમાં ૯૦ દિવસમાં ચાર્જશીટ રજૂ થતાં નથી અને જેના લીધે તહોમતદારોને જામીન ઉપર છોડવા પડે છે. તહોમતદારો જામીન ઉપર છુટતાં તેની વિપરીત અસરો કેસ ઉપર પડે છે અને તેથી ૯૦ દિવસની અંદર અચુક ચાર્જશીટ રજૂ થઇ જાય તે જોવાની અંગત જવાબદારી જે તે તપાસ અધિકારીની છે.

 

ર.      ચાર્જશીટ અંગેની ૯૦ દિવસની સમયમર્યાદા પ્રથમ આરોપી પકડાય ત્યારથી ગણતરીમાં લેવાની હોય છે. મેળવેલો મુદ્દામાલ મોકલતી વખતે જો પ્રથમ આરોપી પકડાયેલ ન હોય તો તપાસ અધિકારી તરફથી જયારે ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના અભિપ્રાય માટે મુદ્દામાલ મોકલવામાં આવે ત્યારે ફકત ગુન્હો રજીસ્ટર થયાની તારીખ જણાવવી અને આ મુદ્દામાલ ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં ચકાસણી હેઠળ હોય તે દરમ્યાન જો પ્રથમ આરોપી પકડાઇ જાય તો આરોપી પકડાય તેના બીજા દિવસે આરોપી પકડાયાની તારીખની જાણ નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાને અર્ધ સરકારી પત્રથી કરી દેવી. જેથી ચકાસણી હેઠળના મુદ્દામાલનો અહેવાલ સમયસર મોકલવા પર ધ્યાન પર રહી શકે. ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં પણ ખૂનના ગુન્હાના સંદર્ભમાં મળેલ મુદ્દામાલ અંગેનું અલગ રજીસ્ટર તૈયાર કરવું અને દર અઠવાડિયે તે રજીસ્ટરની સમીક્ષા કરવાની પ્રથા રાખવી. જેથી તે અંગેના અભિપ્રાય અહેવાલ સમય-મર્યાદામાં મોકલવામાં ચોકસાઇ રહેશે. આ અનુસંધાને નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં સમયસર અહેવાલ મોકલવા માટે અન્ય કોઇ બીજા પગલાં લેવાના રહેતા હોય તો તે પ્રમાણે વ્યવસ્થા કરવી. આમ છતાં કોઇ અઘટીત વિલંબના કારણોસર ખૂનના આરોપીને જામીન પર છોડવામા આવે તો તે માટે નિસ્બતકર્તા પોલીસ અમલદાર તેના નિરીક્ષણ અધિકારી ઉપરાંત પ્રયોગશાળાના નિસ્બતકર્તા અધિકારીને જવાબદાર ગણવામાં આવશે તેની ભારપૂર્વક સ્પષ્ટતા કરવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

મહેશ રાવ

ઉપ સચિવ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

 

પ્રતિ,

  • પોલીસ મહાનિદેશકશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • સર્વે અધિક મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ, અમદાવાદ/ગાંધીનગર.

  • ખાસ મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી ખાતું, અમદાવાદ.

  • વિશેષ મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી, સીઆઇડી (ગુન્હા અને રેલ્‍વે) ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ (વધારાની રપ નકલો સહ)

  • બધા જ નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ

  • પ્રિન્સીપાલશ્રી/પોલીસ તાલીમ કોલેજ, જૂનાગઢ.

  • બધા જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ, તેઓશ્રીના તાબા હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ

  • નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ તથા સર્વે પોલીસ સ્ટેશનો માટે (૧૦૦ નકલો સાથે).

  • નિયામકશ્રી, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • ગૃહ વિભાગ. વી-શાખા/ જ-શાખા/ ડ- શાખા/ ર- શાખા.

.................... 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ