Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ વસફ-ર૬૮૯-૧પ૭૬-ન
Rating :  Star Star Star Star Star   

ધી બોમ્બે પ્રીવેન્શન ઓફ એકસ કોમ્યુનિકેશન એકટ, ૧૯૪૯ની કલમ ૬ મુજબ ફરીયાદ દાખલ કરવા મંજૂરી આપવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ વસફ-ર૬૮૯-૧પ૭૬-ન

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૭ ઓકટો. ૧૯૮૯

 

પરિપત્ર -

 

        સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ છે કે ધી બોમ્બે પ્રીવેન્શન ઓફ એકસ કોમ્યુનિકેશન એકટ, ૧૯૪૯ની કલમ ૬ મુજબ ફરીયાદ દાખલ કરવા અંગે અરજદારને પૂર્વમંજૂરી આપવા બાબતે માર્ગદર્શન મેળવવા સારૂં અવાર-નવાર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓની કચેરીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે.

 

        પ્રસ્તુત બાબતમાં સ્પષ્ટતા કરતાં જણાવવાનું કે, ધી બોમ્બે પ્રીવેન્શન ઓફ એકસ કોમ્યુનિકેશન એકટ, ૧૯૪૯ને સુપ્રિમ કોર્ટ સૈફુદીન સાહેબ વિરૂદ્ધ મુંબઇ રાજ્ય, એ. આઇ. આર. ૧૯૬ર, એસ. સી. ૮પ૩ના કેસના ચુકાદામાં બંધારણના આર્ટીકલ્સ-ર૬નો ભંગ કરતો હોવાને કારણે રદબાતલ જાહેર કરેલ છે. જેથી આ એકટની ૬ બી મુજબ ફરીયાદ દાખલ કરવાની મંજૂરી આપવાની રહેતી નથી. તેવી જાણ અગાઉ સરકારના તા. ર૪-૮-૮૪ના ક્રમાકઃ પરચ-ર૬૮૪-૧૯૩૭-ન કરવામાં આવી છે. છતાં, પુનરાવર્તન થાય છે. આથી દરેક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓનું ધ્યાન પુનઃ ઉપરોક્ત ચુકાદા તરફ દોરવામાં આવે છે અને આવા કિસ્સામાં તે કાયદા નીચે મંજૂરી આપવાની રહેતી નથી તેવું સ્પષ્ટ જણાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં અરજદારની ઇચ્છા હોય તો તે પોતાની ફરીયાદ બાબતે સંબંધિત કોર્ટમાં દિવાની દાવો દાખલ કરીને ન્યાય મેળવી શકે, તેવું માર્ગદર્શન આપી શકાય. સબબ, આવા કિસ્સાઓમાં સરકારમાં માર્ગદર્શન માટે ન મોકલતાં આ સૂચનાઓ પ્રમાણે અમલ કરવા સર્વેને વિનંતી કરવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(જે. એમ. પરમાર)

ઉપસચિવ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

 

.....................

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ