Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંક - કપખ/૩ર૭૯/૪૯ર૯/ભાગ-૩/ન
Rating :  Star Star Star Star Star   

ક્રમાંક - કપખ/૩ર૭૯/૪૯ર૯/ભાગ-૩/ન

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર,

સચિવાલય, ગાંધીનગર

તારીખ  રપ-૦૮-૯૮.

પ્રતિ,

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

 

વિષય -- રાજ્યની મેજીસ્ટેરીયલ કોર્ટસના ડોરમેન્ટ કેસોના નિકાલ અંગે લોક અદાલત.

 

શ્રીમાન,

        ઉપર્યુક્ત વિષય સંબંધમાં આજ્ઞાનુસાર જણાવવાનું કે, તા. ર૯-૮-૯૮ના રોજ રાજ્યની તમામ જિલ્લાઓની કોર્ટો લોક અદાલતની કાર્યવાહી કરશે. આ લોક અદાલતમાં રાજ્યની તમામ કોર્ટોમાં ભરાવો થયેલ ફોજદારી કેસોની સંખ્યામાં ઘટાડો કરવા અંગે સરકારશ્રી તરફથી સક્રિય વિચારણા ચાલે છે. જેથી આ લોક અદાલતની તક લઇ, કેસોનું ભારણ ઓછું થઇ શકે તે માટે સર્વે મેજીસ્ટેરીયલ કોર્ટોમાં ડોરમેન્ટ કેસોની સંખ્યા ઘણી વધતી જતી હોવાથી જે કેસોમાં ત્રણ વર્ષ થયા છતાંય પોલીસ આરોપીઓને રજૂ ન કરી શકી હોય અને આરોપો ગંભીર પ્રકારના ન હોય તેવા કેસો, ટ્રાફીકના ભંગના કેસો, સમરી ટ્રાયલના કેસો, રૂ. ર૦૦/-થી નીચેની સાદી ચોરીના કેસો વગેરે પ્રકારના કેસો પાછા ખેંચવા, આ વિભાગના તા. ર-૪-૮૧ના સરખા ક્રમાંકના પરિપત્રથી સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓને સૂચના આપવામાં આવી છે, જેની નકલ સામેલ છે. જે લક્ષમાં લઇ આવા કેસોની યાદી તૈયાર કરી સંબંધિત મદદનીશ પબ્લીક પ્રોસીક્યુટરને આપવી. જેથી તા. ર૯-૮-૯૮ના રોજ મળનાર લોક અદાતલમાં રજૂ કરી આખરી નિર્ણય લઇ શકાય. તો આ બાબતમાં નિયત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી થાય તે અંગે ખાસ તકેદારી લેવા વિનંતી છે.

        તા. ર-૪-૮૧ના પરિપત્ર આધારે જે કેસો પાછા ખેંચવા કાર્યવાહી કરવાની છે તે પૈકીના નીચે જણાવ્યા મુજબના કેસો પાછા ખેંચવાની કાર્યવાહી કરવાની નથી જેની નોંધ લેવા વિનંતી.

        (૧)    ખોરાકમાં ભેળસેળ અંગેના કેસો.

        (ર)    આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળના કેસો.

        (૩)    આર્થિક ગુન્હાના કેસો.

        (૪)    નશાબંધીના કેસો કે જેમાં જથ્થાની કિંમત રૂ. પ૦૦૦/-થી વધારે હોય.

        મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસોનું પ્રમાણ વધારે હોઇ, આપ અંગત ધ્યાન આપી લોકઅદાલતમાં આવા કેસો મોટા પ્રમાણમાં નિકાલ થાય અને સરકારને મોટી સિદ્ધિ હાંસલ થાય તે પ્રત્યે ખાસ લક્ષ આપવા વિનંતી છે. આ અંગે મેળવેલ સિદ્ધિની આંકડાકીય માહિતી તા. ૩૦-૮-૯૮ના રોજ અચૂક મોકલી આપવી.

આપનો વિશ્વાસુ,

 

(આર. એલ. પરમાર)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

 

.....................

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ