Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ ફપખ-૩ર૭૯-૪૯ર૯-ભાગ-૩-ન
Rating :  Star Star Star Star Star   

મેજીસ્ટ્રેરીયલ કોર્ટોમાં "ડોરમેન્ટ ફાઇલ'' પર મુકેલ કેસોનો નિકાલ કરવાની બાબતની સંકલિત સૂચનાઓ.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ ફપખ-૩ર૭૯-૪૯ર૯-ભાગ-૩-ન

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ૧/૧/ર૦૦૧

 

વંચાણે લીધા -

(૧)    ગૃહ વિભાગના પરિપત્ર ક્રમાંકઃ ફપખ-૩ર૭૯-૪૯ર૯-(ર)-ન તા. ર/૪/૧૯૮૧.

(ર)    ગૃહ વિભાગના પત્ર ક્રમાંકઃ ફપખ-૩ર૭૯-૪૯ર૯-ભાગ-૩-ન, તા. રપ/૮/૧૯૯૮.

 

રિ ત્ર

        રાજ્યના તમામ જિલ્લાઓની જુદી જુદી મેજીસ્ટ્રેરીયલ કોર્ટોમાં દર વર્ષે ડોરમેન્ટ કેસોની સંખ્યાઓ વધતી જતી હોવાથી તે અંગે અસરકારક પગલાં લેવા અને આ વધતી જતી સંખ્યામાં ઘટાડો કરી શકાય તે માટે આમુખમાં જણાવેલ તા. ર/૪/૧૯૮૧ના પરિપત્ર અને તા. રપ/૮/૧૯૯૮ પત્રથી મેજીસ્ટ્રેરીયલ કોર્ટોમાં "ડોરમેન્ટ ફાઇલ'' ઉપર મુકેલ કેસોનો નિકાલ કરવાની સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

 

ર.      ઉક્ત પરિપત્ર અને પત્રમાં આપેલ સૂચનાઓનું ખોટું અર્થઘટન કરી કેટલાક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ તરફથી કેસો પાછા ખેંચવા અંગેના હુકમો બહાર પાડેલ હોવાનું સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ છે. જે અન્વયે હવે પછી આ સૂચનાઓનું ખોટું અર્થઘટન ન થાય તે માટે પુખ્ત વિચારણાને અંતે સંકલિત સ્વરૂપ સૂચનાઓ પુનઃ બહાર પાડવામાં આવે છે.

 

૩.      જે કેસોમાં ત્રણ વર્ષ થયા છતાંય પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી શકી નથી તેવા કેસો પૈકી નીચે જણાવ્યા મુજબના કેસો પાછા ખેંચવા -

         (૧)    રૂ. ર૦૦ સુધીના ચોરીના કેસો.

        (ર)   પ્રોહીબીશનના કેસો પૈકી જે કેસોમાં જથ્થાની કિંમત રૂ. પ૦૦૦/- સુધીની હોય તેવા બધા જ કેસો પાછા ખેંચવા.

        (૩)    સમરી ટ્રાયલના બધા જ કેસો પાછા ખેંચવા.

       (૪)    અન્ય કાયદા નીચેના કેસો, જેમાં કેન્દ્રીય ધારાઓ જેવા કે કસ્ટમ એકટ વગેરે નીચેના ગંભીર પ્રકારના ગુન્હાઓનો સમાવેશ ન થતો હોય તેવા કેસો પાછા ખેંચવા.

        (પ)    ટ્રાફીક ભંગના કેસો પૈકી, આરોપો ગંભીર પ્રકારના ન હોય તેવા કેસો.

૪.      ઉપર જણાવ્યા મુજબ જે કેસો પાછા ખેંચવાની કાર્યવાહી કરવાની છે તે પૈકી નીચે મુજબના કેસો પાછા ખેંચવા નહીં.

      (૧)    આઇ.પી.સી. નીચેના કેસો પૈકી સેસન્સ કોર્ટોમાં ચાલવાપાત્ર કેસો.

      (ર)    સરકારી નાણાંની ઉચાપતના કેસો.

      (૩)    ખોરાકમાં ભેળસેળ અંગેના કેસો.

      (૪)    આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળના કેસો.

      (પ)    આર્થિક ગુન્હાના કેસો.

 

પ.     દરેક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓએ ઉપર જણાવ્યા મુજબની સુચનાઓ ધ્યાને લઇ પાછા ખેંચી લેવાના કેસોનું લીસ્ટ તૈયાર કરી, તે મુજબ સંબંધિત પબ્લીક પ્રોસીક્યુટર ને જે તે અદાલતોમાંથી તેવા કેસો પાછા ખેંચી લેવા સૂચના આપવી.

 

૬.      કેસો પાછા ખેંચવા અંગેનું લીસ્ટ બનાવતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના ધ્યાન ઉપર લાવવામાં આવે કે, ઉપરના ધોરણો પ્રમાણે પાછા ખેંચી લેવાના કેસો, પૈકી કોઇ કેસ અથવા કેસો ખાસ કારણસર પાછા ખેંચવા જેવા નથી. તો તેવા ન ખેંચી લેવા પાત્ર કેસો અંગેની ટૂંકી નોંધ સાથે જુદુ લીસ્ટ બનાવી એક નકલ સરકારશ્રીને અને એક નકલ હાઇકોર્ટને મોકલવી.

 

૭.      ઉપરના ધોરણોના સંદર્ભમાં દર વર્ષે જૂન માસના આખર સુધીમાં ત્રણ વર્ષ ઉપરાંતના પડતર કેસો પાછા ખેંચી લેવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ સમીક્ષા કરવી અને પાછા ખેંચી લેવા પાત્ર થતા કેસો જે તે કોર્ટોમાંથી પાછા ખેંચી લેવા માટે પબ્લીક પ્રોસીક્યુટરને સૂચના આપવી.

 

૮.      ઉપર્યુક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને જે કેસો પાછા ખેંચવા પબ્લીક પ્રોસીક્યુટરને જણાવેલ હોય, તેની ફકત આંકડાકીય માહિતી સરકારશ્રીને અચૂક મોકલી આપવી.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(એન. કે. નાડીયા)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

 • માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, ગાંધીનગર (પત્ર દ્વારા)

 • મુખ્ય સચિવશ્રીના અંગત સચિવશ્રી (પત્ર દ્વારા)

 • માનનીય મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

 • માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

 • સચિવશ્રી, કાયદા વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • અધિક મુખ્ય સચિવશ્રીના અંગત સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • સચિવશ્રી (વાહન વ્યવહાર) સચિવાલય, ગાંધીનગર

 • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

 • અધિક પોલીસ મહાનિર્દેશક અને ઇન્સ્પેકટર જનરલ ઓફ પ્રિજન્સ, અમદાવાદ.

 • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલવેઝ), ગાંધીનગર.

 • તમામ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

 • તમામ પોલીસ કમિશ્નરશ્રી

 • તમામ જિલ્લા પોલીસ અધિકારીશ્રી

 • ગૃહ વિભાગની તમામ શાખાઓ

 • નાયબ સેકશન અધિકારી સિલેકટ ફાઇલ

 • શાખા સિલેકટ ફાઇલ.

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ