Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃઅતહ-૧૦૯૫-સીએમ-૩૧-ઝ
Rating :  Star Star Star Star Star   

અનુસૂચિતજાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) નિયમો ૧૯૯૫ પરત્વે પોલીસ ખાતાએ કરવાની કાર્યવાહી અંગે

 

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃઅતહ-૧૦૯૫-સીએમ-૩૧-ઝ,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૨૪ જુન, ૨૦૦૫

 

સંદર્ભ -- ગૃહ વિભાગનો સરખા ક્રમાંકનો તા. ૧૭-૬-૯૯નો ઠરાવ.

 

ઠરાવઃ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) નિયમો-૧૯૯૫ ભારત સરકારના તા.૩૧-૩-૯૫ના જાહેરનામા ક્રમાંક જીએસઆર-૩-(૧૬) (ઇ)થી અમલમાં આવેલ છે. સંદર્ભમાં દર્શાવેલ ઠરાવથી આ નિયમો પોલીસ કામગીરીને સંબંધિત નિયમ નં. ૩,,,,,,૧૨(૧),૧૨(૨), (૩) ૧૩(૨) તથા ૧૮ ની જોગવાઇઓને લક્ષમાં રાખીને તેના યોગ્ય અમલીકરણ માટે સુચનાઓ આપવામાં આવેલ છે. હવે આ સુચનાઓ ફરીથી યોગ્ય અમલીકરણ માટે સર્વે સંબંધિતોને ઉપરના ઠરાવથી પરિપત્રિત કરવામાં આવેલ છે. તેમ છતાં સદરહુ સૂચનાઓના ચુસ્ત અમલીકરણ સારુ આ બાબત પુનઃ સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ તથા પોલીસ અધિક્ષકશ્રીઓના ધ્યાન ઉપર મુકવામાં આવે છે.

 

નિયમઃ૩-    અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ ઉપરના અત્યાચારો અટકાવવા માટેઃ-

 

1.              જયાં અત્યાચાર થવાની શકયતા હોય અથવા તેવું માનવાને કારણ હોય તેવા અથવા આ અધિનિયમ હેઠળના ગુના વારંવાર થવાની દહેશત હોય તેવા વિસ્તાર ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, અનુસૂચિત જાતિ/જનજાતિએ રાજયમાં નકકી કરવા.

2.             અત્યાચારની શકયતાવાળા મુકરર કરેલા/વિસ્તારની પોલીસ અધિક્ષકે નિયમિત મુલાકાત લઇને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું પુનર્વિલોકન કરવું.

3.             જયારે જરુરી જણાય ત્યારે આવા મુકરર કરેલા વિસ્તારમાં અનુ. જાતિ અથવા અનુ. આદિજાતિના સભ્યો તેમના નજીકના સગા, નોકરો અથવા કર્મચારીઓ અને ઇષ્ટ મિત્રો ન હોય તેવી વ્યકિતઓના શસ્ત્રોના લાઇસન્સો રદ કરવા તથા શસ્ત્રો સરકારી શસ્ત્રાગારમાં જમા કરાવવા અંગે પોલીસ અધિક્ષકે સરકારને દરખાસ્ત કરીને સરકારની પરવાનગીથી તે અંગેની કાર્યવાહી કરવી.

4.             તમામ ગેરકાયદેસરનો દારુગોળો કબજે લેવો અને દારુગોળાની કોઇપણ ગેરકાયદેસર બનાવટ ઉપર પોલીસ અધિક્ષક પ્રતિબંધ મુકી શકશે.

5.             જાન માલની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરુરી જણાય તો અનુ. જાતિ અને અનુ. આદિજાતિના સભ્યોને શસ્ત્રોના લાઇસન્સો આપી શકાશે.

6.             અનુ. જાતિ અને અનુ. આદિજાતિ (અત્યાચાર નિવારણ)અધિનિયમ-૧૯૮૯ની જોગવાઇઓના અમલ કરવામાં તેમજ પોલીસ કામગીરીના સુદઢ અમલ માટે પોલીસ અધિક્ષકને જરૂરી લાગે તો તે અંગે ગૃહ વિભાગની પરવાનગીથી સમિતિ રચી શકાશે.

7.             આ અધિનિયમની જોગવાઇઓ પૈકી પોલીસ કામગીરી માટે અસરકારક પગલાં સૂચવવા માટુે પોલીસ અધિક્ષક તકેદારી અને મોનીટરીંગ સમિતિ સ્થાપી શકાશે.

8.             પોલીસ અધિક્ષક અનુ. જાતિ અને અનુ. આદિજાતિની વ્‍યકિતઓને જુદા જુદા કેન્દ્રીય અને રાજઅધિનિયમનો અથવા તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને ધડેલી યોજનાઓની જોગવાઇઓ હેઠળ તેમને મળી શકે તેવા તેમના હક્કો અને રક્ષણ સંબંધી શિક્ષણ આપવા માટે મુકરર કરેલા વિસ્તારમાં અથવા બીજા અમુક સ્થળોએ જાગૃતિ કેન્દ્રો સ્થાપી શકાશે અને વર્કશોપનું આયોજન કરી શકશે.

 

નિયમઃ૪-    ફોજદારી કામગીરીની દેખરેખ અને રીપોર્ટ સાદર કરવા બાબતઃ

 

1.              રાજય સરકાર જીલ્લા મેજીસ્‍ટ્રેટની ભલામણ પરથી દરેક જીલ્લા માટે ખાસ ન્યાયાલયમાં કેસો ચલાવવા માટે પોતે જરુરી ગણે તેવા ઓછામાં ઓછા સાત વર્ષથી પ્રેકટીસ કરતા હોય તેવા પ્રતિષ્ઠિત સીનીયર એડવોકેટની એક પેનલ તૈયાર કરવી જોઇશે. તેજ રીતે ફોજદારી કરવાના નિયામકે ફોજદારી કરવાનો ઇન્ચાર્જ નિયામક સાથે વિચાર વિનિમય કરીને ખાસ ન્યાયાલયમાં કેસો ચલાવવા માટે પોતે જરુરી ગણે તેટલા પબ્લિક પ્રોસીકયુટરોની એક પેનલ પણ નિર્દિષ્ટ કરવી જોઇશે. આ બંને પેનલો રાજયના રાજયપત્રમાં જાહેર કરવી જોઇશે. અને તે ત્રણ વર્ષની મુદત માટે અમલમાં ચાલુ રહેશે.

2.             જીલ્લા મેજીસ્ટ્રેટ અને ફોજદારી કામના નિયામકે/ફોજદારી ઇન્ચાર્જ નિયામકે અંગ્રેજી વર્ષમાં ઓછામાં ઓછા બે વખત જાન્યુઆરી અને જુલાઇ મહીનામાં એ રીતે નિર્દિષ્ટ કરેલા અથવા નિમેલા ખાસ પબ્લીક પ્રોસીકયુટરની કામગીરીનું પુનર્વિલોકન કરવું જોઇશે અને રાજય સરકારને રીપોર્ટ સાદર કરવો જોઇશે.

3.             રાજય સરકારને એવી ખાતરી થાય અથવા તેને એમ માનવાને કારણ હોય કે એ રીતે નિમેલ અથવા નિર્દિષ્ટ કરેલા ખાસ પબ્લિક પ્રોસીકયુટર કેસ પોતાના ઉત્તમ કાર્યશકિત અને યોગ્ય કાળજી અને સાવધાનીથી ચલાવેલ નથી. તો લેખિતમાં કારણોની નોંધ કરીને તેનું નામ રદ કરશે.

4.             જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને જીલ્લા સ્તરે ફોજદારી કામના ઇન્ચાર્જ અધિકારીએ અધિનિયમ હેઠળ રજીસ્ટર કરેલ કેસોની પરિસ્થિતિની સમીક્ષા કરવી જોઇશે અને ફોજદારી કામના નિયામક અને રાજય સરકારને ત્યાર પછીના દરેક મહીનાની ૨૦મી તારીખે અથવા તે પહેલા માસિક રીપોર્ટ સાદર કરવો જોઇશે. આ રીપોર્ટમાં દરેક કેસની તપાસ અને ફોજદારી કામ સંબંધમાં લીધેલ/લેવા ધારેલ પગલાં નિર્દિષ્ટ કરવા જોઇશે.

5.             પેટા નિયમ (૧)માં ગમે તે મજકુર હોય તે છતાં, જીલ્લા મેજીસ્ટ્રેટ અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જરુરી જણાય તો અથવા અત્યાચારનો ભોગ બનેલ વ્યકિત તેમ ઇચ્છે તો, પોતે યોગ્ય ગણે તેટલી ફી ભરવામાં આવે, ખાસ ન્યાયાલયોમાં કેસ ચલાવવા માટે, પ્રતિષ્ઠિત સીનીયર એડવોકેટને રોકી શકશે.

ઉપરોકત નિયમ-૪ની જોગવાઇ પૈકી પોલીસ અધિક્ષકે જીલ્લા મેજીસ્ટ્રેટની ભલામણોને લક્ષમાં રાખીને પોલીસ ખાતાને લગતી કામગીરી કરવી જોઇશે.

 

નિયમ - -        પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારીને માહિતી આપવા બાબત -

(૧)    આ અધિનિયમ હેઠળ કરેલ ગુના સંબંધી દરેક માહિતી - પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને મૌખિક રીતે આપેલ હોય તો તેણે લખી લેવી જોઇશે અથવા પોતાના માર્ગદર્શન હેઠળ લખાવડાવી લેવી જોઇશે અને બાતમીદારોને તે વાંચી સંભળાવવી જોઇશે અને ઉપર જણાવ્યા પ્રમાણે લેખિતમાં આપેલી અથવા લખાવડાવેલી દરેક માહિતી ઉપર તે આપનાર વ્યક્તિઓએ સહી કરવી જોઇશે અને તેના સાર, તે પોલીસ સ્ટેશનમાં રાખવાના ચોપડામાં નોંધાવો જોઇશે.

(ર)    ઉપર પેટા નિયમ(૧) હેઠળ એવી રીતે નોંધ્યા પ્રમાણેની માહિતીની એક નકલ તરત જ બાતમીદારને આપવી જોઇશે.

(૩)    પેટા નિયમ (૧)માં ઉલ્લેખેલ માહિતી નોધવાની પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારીના પક્ષે ના પાડવાથી નારાજ થયેલી કોઇપણ વ્યક્તિ આવી માહિતીનો સાર લેખિતમાં અને ટપાલથી સંબંધિત પોલીસ અધિક્ષકને મોકલી શકશે જેઓ પોતે અથવા નાયબ પોલીસ અધિક્ષકથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા તપાસ કર્યા પછી, સંબંધિત પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારીને નોંધવાની તે માહિતીનો સાર તે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા ચોપડામાં નોંધવાનો લેખિતમાં હુકમ કરશે.

 

નિયમ - -  અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ -

(૧)    જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અથવા બીજા કોઇપણ એકઝીકયુટી મેજીસ્ટ્રેટ અથવા નાયબ પોલીસ અધિક્ષકથી ઉતરતા દરજ્જાના ના હોય તેવા કોઇપણ પોલીસ અધિકારીએ કોઇપણ વ્યક્તિ પાસેથી અથવા પોતાની જાણકારી મુજબ એવી માહિતી મળે કે પોતાની હકુમતની અંદર, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત આદિજાતિના સભ્યો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યારે તેણે તરત જ જાતે, અત્યાચારનું પ્રમાણ, જાનહાનિ મિલકતને હાનિ અને નુકસાનની આકારણી કરવા માટે ધટના સ્થળની મુલાકાત લેવી જોઇશે અને તરત જ રાજ્ય સરકારને તેનો રીપોર્ટ સાદર કરવો જોઇશે.

(ર)    જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અથવા બીજા કોઇપણ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકે નાયબ પોલીસ અધિક્ષકે સ્થળ અથવા વિસ્તારની તપાસ કર્યા પછી સ્થળ ઉપર જઃ

(૧)    ભોગ બનેલાઓની, તેમના કુટુંબના સભ્યોની અને રાહત માટેના હકદાર આશ્રિતોની યાદી તૈયાર કરવી જોઇશે.

(ર)    અત્યાચારથી હાની થઇ છે અને ભોગ બનેલાઓની મિલકતને કેટલી હાની અથવા નુકશાન થયું છે તેનો વિગતવાર રીપોર્ટ તૈયાર કરવો જોઇશે.

(૩)    વિસ્તારમાં સધન પોલીસ પેટ્રોલીંગ કરવા માટે હુકમ કરવો જોઇશે.

(૪)    ભોગ બનેલાઓની યાદીઓ અને સહાનુભૂતિ ધરાવનારાઓને રક્ષણ પૂરૂં પાડવા માટે અસરકારક અને જરૂરી પગલાં લેવા જોઇશે.

(પ)    ભોગ બનેલી વ્યક્તિઓને તાત્કાલિક રાહત આપવી જોઇશે.

 

નિયમ - -  તપાસ અધિકારી દ્વારા અધિનિયમ હેઠળ થયેલ ગુનાની તપાસ -

(૧)    નાયબ પોલીસ અધિક્ષકથી ઉતરતા દરજ્જાના ના હોય તેવા પોલીસ અધિકારીએ આ અધિનિયમ હેઠળના ગુનાની તપાસ કરવી જોઇશે. રાજ્ય સરકાર/ડીરેકટર જનરલ ઓફ પોલીસ/ પોલીસ અધિક્ષક તપાસ અધિકારીની તેના અગાઉના અનુભવને કાર્યશક્તિના બાબતે, કેસના પક્ષકારોને ન્યાય મળે તેને અને શકય તેટલા ઓછા સમયમાં સાચી રીતે તપાસ કરવાને ધ્યાનમાં લીધા પછી, નિમણૂંક કરવી જોઇશે.

(ર)    પેટા નિયમ (૧) હેઠળ આવી રીતે નિમાયેલ તપાસ અધિકારીએ, ત્રીસ દિવસની અંદર ટોચ અગ્રતાના ધોરણે તપાસ પુરી કરવી જોઇશે અને પોલીસ અધિક્ષકને તેનો રીપોર્ટ સાદર કરવો જોઇશે. જેઓ તરત જ રાજ્ય સરકારના ડીરેકટર જનરલ ઓફ પોલીસને તેનો રીપોર્ટ મોકલશે.

(૩)    રાજ્ય સરકારના ગૃહ સચિવ અને સમાજકલ્યાણ સચિવ, ફોજદારી કામના નિયામક/ફોજદારી કામના ઇનચાર્જ અધિકારી અને ડીરેકટર જનરલ ઓફ પોલીસ તપાસ અધિકારીએ કરેલ તમામ તપાસની પરિસ્થિતિની દરેક ત્રિમાસના અંતે સમીક્ષા કરશે.

 

નિયમ - -  અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ રક્ષણ સેલની સ્થાપના કરવા અંગે -

(૧)    રાજય સરકારે રાજ્યના મુખ્ય મથકે ડીરેકટર જનરલ ઓફ પોલીસ/ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસના ચાર્જ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ રક્ષણ સેલ સ્થાપવું જોઇશે. આ સેલ નીચેના માટે જવાબદાર રહેશે.

(૧)    મુકરર વિસ્તારના સરવે હાથ ધરવાની

(ર)    મુકરર વિસ્તારમાં જાહેર વ્યવસ્થા અને સુલેહશાંતિ જાળવવાની

(૩)    મુકરર વિસ્તારમાં ખાસ પોલીસ દળની અથવા ખાસ પોલીસ થાણાની સંસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરવા.

(૪)    અધિનિયમ હેઠળ ગુના તરફ દોરતાં સંભવિત કારણો વિષે તપાસ કરવા.

(પ)    અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોમાં સલામતીની લાગણી પુનઃસ્થાપિત કરવા.

(૬)    મુકરર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે મધ્યવર્તી અધિકારી અને ખાસ અધિકારીને જાણ કરવા.

(૭)    જુદા જુદા અધિકારીઓએ કરેલ તપાસ અને સ્થળ પરની તપાસ અંગે પૂછપરછ કરવી.

(૮)    જે કેસોમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ નિયમ-પના પેટા વિભાગ(૩) હેઠળ તે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા ચોપડામાં માહિતી નોંધવાની ના પાડી હોય તે કેસોમાં પોલીસ અધિક્ષકે લીધેલ પગલાં વિશે પુછપરછ કરવી.

(૯)    રાજ્ય સેવકે જાણી બુઝીને દાખવેલ બેદરકારી વિશે પુછપરછ કરવા.

(૧૦)   અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલા કેસોની સ્થિતિનું પુનઃર્વિલોકન કરવા અને

(૧૧)   દરેક પછીના મહીનાની ર૦મી તારીખે અથવા તે પહેલા ઉપરના સંબંધમાં લીધેલ/લેવા ધારેલ પગલાં વિશે રાજ્ય સરકારને/મધ્યવર્તી અધિકારીને માસિક રીપોર્ટ રજૂ કરવા.

 

નિયમ - ૧ર - જિલ્લા વહીવટીતંત્રએ લેવાના પગલાં -

(૧)    જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને પોલીસ અધિક્ષકે જયાં અત્યાચાર થયો હોય તે સ્થળની અથવા વિસ્તારની જાનહાની અને  મિલકતને થયેલ નુકશાનની આકારણી કરવા અને તેવી ભોગ બનેલ વ્યક્તિઓની, તેમના કુટુંબના સભ્યોની અને રાહત માટે હકદાર હોય તેવા આશ્રિતોની યાદી તૈયાર કરવા માટે મુલાકાત લેવી જોઇશે.

(ર)    પોલીસ અધિક્ષકે, સંબંધિત પોલીસ સ્ટેશનના ચોપડામાં પ્રથમ માહિતી રીપોર્ટ, (એફ.આઇ.આર.) રજીસ્ટર થયેલ છે અને આરોપીઓની ધરપકડ કરવા માટેના અસરકારક પગલાં લીધા છે તેની ખાતરી કરવી જોઇશે.

(૩)    પોલીસ અધિક્ષકે સ્થળ તપાસ કર્યા પછી, તાત્કાલિક એક અન્વેષણ અધિકારીની નિમણૂંક કરવી જોઇશે અને તે વિસ્તારમાં પોલીસ દળની ગોઠવણ કરવી જોઇશે અને તેને યોગ્ય અને જરૂરી લાગે તેવા નિવારક પગલાં લવા જોઇશે.

 

નિયમ - ૧૩ - અત્યાચારોને લગતું કામ પુરૂં કરવા માટે અધિકારીઓ અને બીજા સ્ટાફના સભ્યોની પસંદગી

(૧)    રાજ્ય સરકારે એવી ખાતરી કરવી જોઇશે કે અત્યાચાર થયો હોય તે વિસ્તારમાં નીમવાના વહીવટી અધિકારીઓ અને બીજા સ્ટાફના સભ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓની સમસ્યાનો સાચો અભિગમ અને સમજ છે અને

(ર)    રાજ્ય સરકારે એવી ખાતરી કરવી જોઇશે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓની વ્યક્તિઓને વહીવટીમાં અને પોલીસ દળમાં તમામ સ્તરે, ખાસ કરીને પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશનમાં પુરતું પ્રતિનિધિત્વ છે.

 

નિયમ - ૧૮ - વાર્ષિક રીપોર્ટ માટેની બાબતો -

        રાજય સરકારે દરેક વર્ષે ૩૧મી માર્ચ પહેલાં અગાઉના અંગ્રેજી વર્ષ દરમ્યાન આ અધિનિયમની જોગવાઇઓના અને તેની રૂએ ધડેલ યોજનાઓ/ કાર્યક્રમોના અમલ કરવા માટે લીધેલ પગલાં સંબંધેના રીપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવાનો હોવાથી પોલીસ કામગીરી માટે લેવાયેલ પગલાં સંબંધેની માહિતી સંબંધિત પોલીસ અધિક્ષક ગૃહ વિભાગને નિયમિત/સમયસર મોકલી આપવી.

        અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) નિયમો, ૧૯૯પની ગૃહ વિભાગને સંબંધિત ઉપરોકત જોગવાઇઓનું ચુસ્ત પાલન કરીને રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચારો સદંતર અટકાવવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્યને ખાસ અનુરોધ કરવામાં આવે છે.

 

( એચ. જે. બ્રહ્મક્ષત્રિય )

ઉપસચિવ

ગૃહ વિભાગ

 

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ