Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃહથપ/પ૦૦૩/રપપ૬/મ
Rating :  Star Star Star Star Star   

મોટર વાહન ખાતાના કાર્યપાલક અધિકારી/ કર્મચારીઓને હથિયાર પરવાના મંજુર કરવા અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા બાબત.

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

પરિપત્ર ક્રમાંકઃહથપ/પ૦૦૩/રપપ૬/મ

સચિવાલય, ગાંધીનગર.

તારીખઃ ૦૮/૦૮/ર૦૦૩.

 

મોટર વાહન ખાતુ એ રાજ્ય સરકારને મોટર વાહન વેરા રૂપે આવક કમાવી આપતું અગત્યનું ખાતું છે.  મોટર વાહન ખાતાના કાર્યપાલક અધિકારી/કર્મચારીઓ મોટર વાહન વેરો વસુલ કરવાની તેમજ ગુજરાત રાજ્યના અને રાજ્ય બહારના વાહનોનું ચેકીંગ કરવાની કામગીરી બજાવે છે. ભૂતકાળમાં વાહનોના ચેકીંગ દરમ્યાન માથાભારે વાહન ચાલકો દ્વારા  ખાતાના અધિકારી/કર્મચારીઓ ઉપર હુમલાના બનાવો બનવા પામેલ છે. આથી મોટર વાહન ખાતાના અધિકારી/કર્મચારીઓ પોતાની ફરજ નિર્ભય રીતે બજાવી શકે તે માટે તેઓ દ્વારા વ્યકિતગત રીતે સ્વરક્ષણ માટે હથિયાર પરવાનાની જયારે માંગણી કરવામાં આવે, ત્યારે તેઓના ખાતાના વડાની ભલામણ આધારે અને હથિયાર ધારાની જોગવાઈની મર્યાદામાં રહી પરવાનો ધારણ કરવા માટે અન્ય કોઈ વિરૂઘ્ધ બાબત ન હોય તો તેઓને હથિયાર પરવાનો મંજુર કરવા અંગે હકારાત્મક અભિગમ અપનાવવા આથી સર્વે લાયસન્સીંગ અધિકારીઓને જણાવવામાં આવે છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

 

( વાય. એન. બારોટ)

નાયબ સચિવ,

ગૃહ વિભાગ.

પ્રતિ,

-માન. રા.ક.મંત્રીશ્રી(ગળહ)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.

- સર્વે પોલીસ કમિશ્નરશ્રી,

- સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

- સેકશન અધિકારીશ્રી ખ-શાખા, ગળહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

- શાખા સિલેકટ ફાઈલ.

- નાયબ સેકશન અધિકારીશ્રીની સિલેકટ ફાઈલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ