Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃહવદ/૧પ૯પ/૪૯૮૩/મ
Rating :  Star Star Star Star Star   

હથિયાર પરવાનો આપતી વખતે ઘ્યાને લેવાની સુચનાઓ.

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

પરિપત્ર ક્રમાંકઃહવદ/૧પ૯પ/૪૯૮૩/મ

સચિવાલય, ગાંધીનગર.

તારીખઃ ૧૭/પ/૯૭

 

વંચાણે લીધો - ગૃહ વિભાગનો તા. ર૯/૧ર/૮૮નો પરિપત્ર ક્રમાંકઃહપચ/૧૦૮૮/૬૬૯૪/મ.

 

પરિપત્રઃ

 

જિલ્લા કક્ષાએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ કમિશ્નરેટ વિસ્તાર માટે પોલીસ કમિશ્નરશ્રીની કચેરીઓ દ્વારા મંજૂર કરવામાં આવતા સ્વરક્ષણ, સ્પોર્ટસ તથા ડીસ્પલે ( મય્( ઉબ્થ્િ ) માટેના હથિયાર પરવાના મંજુર કરતી વખતે ઘ્યાનમાં લેવાની સુચનાઓ આ વિભાગના ઉપર વંચાણે લીધેલ ગૃહ વિભાગના તા. ર૯/૧ર/૮૮ ના પરિપત્રથી પરિત્રીત કરવામાં આવી છે તે પરિપત્રમાં પોલીસ ઈન્સ્પેકટરોએ પોલીસ તપાસ દરમ્યાન ઘ્યાનમાં લેવાના મુદળાઓમાં એક મુદળો અરજદારની હથિયાર વાપરવાની તથા સાચવવાની આવડત અંગેનો છે. અરજદારને હથિયાર ચલાવવાનું તેમજ સાચવવાનું જ્ઞાન હોવા અંગેની ચકાસણીમાં અરજદાર રાયફલ તાલીમ સંસ્થા પાસેથી આ અંગેનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરે તે માન્ય ગણવાનું વિચારણામાં આવેલ પરંતુ આવી સંસ્થાઓ રાજ્યમાં દરેક જિલ્લામાં આવેલી નથી અને આવી સંસ્થાઓ હજુ પુરતા પ્રમાણમાં વિકસી નથી જે થોડી ઘણી સંસ્થાઓ છે, તેમની પાસેથી તાલીમ મેળવીને તે અંગેનું પ્રમાણપત્ર મેળવવામાં અરજદારોને મુશ્કેલીઓ પડતી હોવાની સરકારશ્રીમાં રજૂઆતો મળી છે આથી આ બાબતમાં પુખ્ત વિચારણાને અંતે અરજદારો દ્વારા કરવામાં આવતી હથિયાર પરવાનો મેળવવાની અરજીઓ અંગે પોલીસ દ્વારા કરવામાં આવતી ચકાસણી અરજદારને હથિયાર ચલાવવાનું અને સાચવવાનું જ્ઞાન હોવા અંગેના મુદળા બાબતે પોલીસ દ્વારા ચોકસાઈ કરવામાં આવે તેવી વ્યવસ્થા ચાલુ રાખવી અથવા તો અન્ય કોઈ હથિયાર ધારી નાગરિક તે મતલબનું પ્રમાણપત્ર આપે તો તેને માન્ય ગણવું તે મુજબનો નિર્ણય લેવામાં આવેલ છે. આથી હવે હથિયાર પરવાનો મેળવવાની અરજીઓમાં પોલીસ દ્વારા કરવામાં આવતી ચકાસણીમાં અરજદારને હથિયાર ચલાવવાનું અને સાચવવાનું જ્ઞાન હોવા અંગેના મુદળાની ચકાસણી કરતી વખતે ઉપર મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે જોવા સર્વે લાયસન્સીંગ અધિકારીઓને આથી જણાવવામાં આવે છે. બહોળા લોક હિતમાં સરકારે કરેલ આ વ્યવસ્થાની જાણ લાયસન્સ માટે અરજી કરનારાઓમાં પણ થાય તે જરુરી છે. તેથી તેમને ઉપલબ્ધ વિકલ્પોની જાણ તેમને કરવા સ્થાનિક વહીવટે  વ્યવસ્થા કરવી.

 

             ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

 

( બી. સી. યાદવ)

નાયબ સચિવ,

ગૃહ વિભાગ.

પ્રતિ,

- સર્વે પોલીસ કમિશ્નરશ્રી,

- સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

- સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રી,

- સર્વે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી

- શાખા સિલેકટ ફાઈલ.

- નાયબ સેકશન અધિકારીશ્રીની સિલેકટ ફાઈલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ