Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંકઃહવદ/ર૦૯૯/૪ર૧૪/(૩૬૮)/મ
Rating :  Star Star Star Star Star   

ક્રમાંકઃહવદ/ર૦૯૯/૪ર૧૪(૩૬૮)/મ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર,

સચિવાલય, ગાંધીનગર

તારીખઃ૧/૪/ર૦૦૦.

 

પ્રતિ,

- સર્વે પોલીસ કમિશ્નરશ્રી,

- સર્વે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી,

 

 વિષય -  હથિયાર પરવાનાની અરજીઓના નિકાલ બાબત.

 

         અરજદારો તરફથી સ્વરક્ષણ માટેના નવીન હથિયાર પરવાના મેળવવા માટે કરેલ અરજીઓ નામંજુર કરવાના તેમજ હથિયાર પરવાના સસ્પેન્ડ કરવા/રદ કરવા અંગેના લાયસન્સીંગ અધિકારીઓના હુકમની સામે અરજદારો દ્વારા શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯ ની કલમ-૧૮ હેઠળ સરકારશ્રીના ગૃહ વિભાગમાં હથિયાર વિવાદ અરજીઓ દાખલ કરવામાં આવે છે. આવી અપીલો લાયસન્સીંગ અધિકારીના હુકમની તારીખથી ૩૦ દિવસમાં કરવાની રહે છે. અનુભવે એવું જણાયું છે કે લાયસન્સીંગ અધિકારીઓ દ્વારા હથિયાર પરવાનાની અરજી નામંજુંર કરવાના તેમજ હથિયાર પરવાના સસ્પેન્ડ/રદ કરવા અંગેના હુકમો અરજદારોને સાદી ટપાલ દ્વારા  મોકલવામાં આવે છે. તેમજ કેટલાક હુકમોમાં હુકમની તારીખથી ૩૦ દિવસમાં અપીલ અધિકારીને અપીલ અરજી કરી શકાશે તે મુજબનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. પરિણામે અરજદારો લાયસન્સીંગ અધિકારીનો હુકમ મળેલ નથી અથવા મોડો મળેલ છે. તેમજ આવા હુકમની સામે અપીલ કરવાની ખબર ન હતી તેવા કારણોસર અપીલ અરજી ૩૦ દિવસની સમય મર્યાદા બાદ કરીને અપીલ દાખલ કરવા રજુઆતો કરે છે. પરિણામે અપીલ અરજી સમય - મર્યાદામાં કરેલ છે કે કેમ ? તે નકકી કરવામાં મુશ્કેલી પડે છે. આથી નવીન હથિયાર પરવાના મેળવવા માટેની અરજીઓ નામંજુર કરવાના તેમજ ચાલુ હથિયાર પરવાના સસ્પેન્ડ/રદ કરવા અંગેના હુકમો રજી. પો. એ. ડી. થી જ અરજદારોને મોકલવામાં આવે તેમજ અરજદારને હુકમ મળ્યા અંગેની રજી. એ. ડી. પત્રની પહોંચ સંબંધિત કાગળો સાથે અવશ્ય રાખવામાં આવે તે જોવા સર્વે લાયસન્સીંગ અધિકારીઓને આથી જણાવવામાં આવે છે.

ર.    વધુમાં સ્વરક્ષણ માટેના હથિયાર પરવાના નામંજુર કરવાના તેમજ હથિયાર પરવાના સસ્પેન્ડ/ રદ કરવાના હુકમથી અરજદાર નારાજ હોય તો હુકમથી તારીખથી ૩૦ દિવસમાં નાયબ સચિવશ્રી, ગૃહ વિભાગને અપીલ અરજી કરી શકાશે. અપીલ અરજી બે નકલમાં કરવાની રહેશે તેમજ અપીલ ફી પેટે રૂ. ૧૦૦/- " ૦૦પપ-પોલીસ"  સદર હેઠળ ચલણથી જમા કરાવી અસલ ચલણ અપીલ અરજી સાથે રજુ કરવાનું રહેશે. તે મુજબનો હુકમમાં અવશ્ય ઉલ્લેખ કરવો જેથી અપીલ અરજી દાખલ કરવા માટે ખુટતી વિગતો મેળવવામાં થતો વિલંબ નિવારી શકાય.

 

 

 

(આર. બી. સોલંકી)

સેકશન અધિકારી,

ગૃહ વિભાગ.

શાખા સિલેકટ ફાઈલ.

નાયબ સેકશન અધિકારીશ્રીની સિલેકટ ફાઈલ.

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ