Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંક - વિ.ર/કમપ/૧૦૯૧/પ૪૬૮
Rating :  Star Star Star Star Star   

જિલ્લા એકતા સમિતિ/ શહેર એકતા સમિતિની રચના બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ (વિશેષ)

યાદી ક્રમાંક - વિ.ર/કમપ/૧૦૯૧/પ૪૬૮

સચિવાલય, ગાંધીનગર

તા. ૯-૯-૧૯૯ર

 

વંચાણમાં લીધા -

(૧)    ગૃહ વિભાગની યાદી ક્ર -  એસબી-૩/સીઓએમ/૪૦૭૦/૪૪૯, તા. રપ-૬-૭૧.

(ર)    ગૃહ વિભાગની યાદી ક્ર - એસબી-ર/સીઓઅમે/૪૦૭૪/ર૧રપ, તા. ૩૦-૪-૭૭

(૩)    ગૃહ વિભાગની યાદી ક્ર - એસબી-ર/સીઓએમ/૧૦૮૧/૧૧૯૬, તા. રપ-૬-૮૧.

(૪)    ગૃહ વિભાગની યાદી ક્ર - વિ.ર/કમપ/૧૦૮૬/૧૦૦૦૯, તા. ૮-પ-૧૯૯૦.

 

યા દી -

 

        રાજ્યમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદિલીને નિવારવામાં ઉપયોગી થાય તે સારૂં રાજ્યના દરેક જિલ્લાઓમાં કાયમી રીતે જિલ્લા એકતા સમિતિની રચના કરવાનું તથા રાજ્યના કોમી રીતે સંવેદનશીલ શહેરોમાં શહેર એકતા સમિતિની રચના કરવા તેમજ આવી સમિતિઓની રચનાનું માળખું, સભ્યસંખ્યા, કાર્યક્ષેત્ર સમિતિની મુદત વિગેરે બાબતોમાં સરકાર તરફથી સમયાંતરે સર્વે સંબંધિતોને ઉપર નિર્દિષ્ટ ગૃહ વિભાગની યાદી અને પરિપત્રો અન્વયે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે, જે મુજબ આવી સમિતિઓની રચના/ પુર્નરચના કરવામાં આવે છે. રાજ્યમાં કોમી તંગદિલી નિવારવામાં અને કોમી અકેતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવામાં  આવી સીમતિઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આવી સમિતિઓના બંધારણ/ માળખામાં ફેરફાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે જિલ્લા એકતા સમિતિ/ શહેર એકતા સમિતિના માળખામાં નીચે મુજબ ફેરફાર કરવાનો સરકારે નિર્ણય લીધેલ છે.

 

ર.      જિલ્લા તથા શહેર એકતા સમિતિનું કાર્યક્ષેત્ર -

        રાષ્ટ્રીય એકતા સમિતિએ સુચવ્યા મુજબ આવી સમિતિ કોમી સદ્ભાવ બનાવી રાખવા માટે સતત કાર્યશીલ રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારમાં રહીને આ સમિતિ કોમી તંગદિલી નિવારવા માટેના પ્રયાસો કરશે અને તે સારૂં જિલ્લા સત્તાવાળાઓ/શહેર સત્તાવાળાઓની મદદમાં રહીને વિવિધ કોમો/જૂથ વચ્ચે સદ્ભાવ જાળવવાની કામગીરી કરશે. તદ્ઉપરાંત વિવિધ કોમોના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી આવી ઉજવણી માટે જિલ્લા/ શહેર સત્તાવાળાઓને મદદરૂપ બનશે.

 

૩.      રચના -

        જિલ્લા એકતા સમિતિની રચના/માળખું -

        રાજ્યના દરેક જિલ્લાઓમાં જિલ્લા દીઠ જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવશે. જેના સરકારી તથા બિન સરકારી સભ્યો નીચે મુજબ રહેશે.

 

        સરકારી સભ્યો

        (૧)    જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી                                           અધ્યક્ષ

        (ર)    પોલીસ કમિશનરશ્રી અને/અથવા                     સભ્ય

                જિલ્લા પોલીસ અધિકારીશ્રી

        (૩)    જિલ્લા વિકાસ અધિકારીશ્રી                               સભ્ય

        (૪)    જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી                              સભ્ય

        (પ)    નિવાસી નાયબ કલેકટર                                  સભ્ય-સચિવ

                  બિન સરકારી સભ્યો

        (૧)    જિલ્લાના સંસદસભ્ય                                        સભ્ય

        (ર)    જિલ્લાના ધારાસભ્યો                                        સભ્ય

        (૩)    જિલ્લા પંચાયતના પ્રમુખ                                સભ્ય

        (૪)    વિવિધ કોમ, વર્ગ, સંસ્થાનું                                સભ્ય

                પ્રતિનિધિત્વ ધરાવતા જિલ્લાના

                અગ્રગણ્ય નાગરિકો સામાજિક

                કાર્યકરો.

 

        જિલ્લા એકતા સમિતિની કુલ સભ્ય સંખ્યા ૪૦ સભ્યોની રહેશે, પરંતુ જરૂર જણાય તો જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, આ સંખ્યા પ૦ સુધી વધારી શકશે.

 

શહેર એકતા સમિતિ -

(૧)    રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર તથા ભાવનગર શહેરો કે જયાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાં નીચે મુજબના સરકારી તથા બિન સરકારી સભ્યોની બનેલ શહેર એકતા સમિતિની રચના કરવામાં આવશે.

 

સરકારી સભ્યો -

        (૧)    મેયરશ્રી                                              અધ્યક્ષશ્રી

        (ર)    ડેપ્યુટી મેયરશ્રી                                  નાયબ અધ્યક્ષ

        (૩)    જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી                              સભ્ય

        (૪)    પોલીસ કમિશ્નરશ્રી/ જિલ્લા                  સભ્ય

                જિલ્લા પોલીસ અધિકારીશ્રી

        (પ)    મ્યુનિસિપલ કમિશ્નરશ્રી                        સભ્ય

        (૬)    નાયબ પોલીસ કમિશ્નરશ્રી/                  સભ્ય-સચિવ

                નાયબ પોલીસ અધિકારીશ્રી

                (મુખ્ય મથક)

 

ફકત અમદાવાદ શહેર માટે -

        (૬)    કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડ                    સભ્ય

        (૭)    નાયબ પોલીસ કમિશ્નરશ્રી,

                (મુખ્ય મથક)                                            સભ્ય

        (૮)    નાયબ પોલીસ કમિશ્નરશ્રી

                (વિશેષ શાખા)                                           સભ્ય-સચિવ

 

બિન સરકારી સભ્યો -

        (૧)    સ્થાનિક સંસદસભ્ય                                    સભ્ય

        (ર)    સ્થાનિક ધારાસભ્ય                                     સભ્ય

        (૩)    વિવિધ કોમ, વર્ગનું પ્રતિનિધિત્વ                 સભ્ય

                ધરાવતા શહેરના અગ્રગણ્ય નાગરિકો

                સામાજિક કાર્યકરો તેમજ શહેરની

                વિવિધ જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ.

 

        શહેર એકતા સમિતિની કુલ સંખ્યા ૩૦ સભ્યોની રહેશે. અમદાવાદ શહેર માટે સભ્ય સંખ્યા ૪૦ સભ્યોની રહેશે.

 

(ર)    રાજ્યના અન્ય જિલ્લા મથકોમાં નીચે મુજબના સરકારી તથા બિનસરકારી સભ્યોની બનેલ શહેર એકતા સમિતિની રચના કરવામાં આવશે.

 

        સરકારી સભ્યો -

        (૧)    જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી                                      અધ્યક્ષ

        (ર)    જિલ્લા પોલીસ અધિકારીશ્રી                        સભ્ય

        (૩)    એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ                               સભ્ય-સચિવ

 

        બિનસરકારી સભ્યો -

        (૧)    સ્થાનિક સંસદસભ્ય                                       સભ્ય

        (ર)    સ્થાનિક ધારાસભ્ય                                        સભ્ય

        (૩)    નગરપાલિકાના પ્રમુખ                                   સભ્ય

        (૪)    તાલુકા પંચાયતના પ્રમુખ                             સભ્ય

        (પ)    શહેરના અગ્રણી નાગરિકો                            સભ્ય

                સામાજિક કાર્યકરો, રાજકીય

                અગ્રણીઓ વિવિધ કોમોના પ્રતિનિધિઓ.

        શહેર એકતા સમિતિના કુલ સભ્ય સંખ્યા રપ સભ્યોની રહેશે.

 

(૩)    જિલ્લા મથક સિવાયના શહેર/નગર માટે નીચે મુજબના સરકારી તથા બિનસરકારી સ્ભ્યોની બનેલ શહેર/નગર એકતા સમિતિની રચના કરવામાં આવશે.

 

સરકારી સભ્યો -

        (૧)    સબ ડીવી. મેજીસ્ટ્રેટ                                         સભ્ય

        (ર)    વિભાગીય પોલીસ અધિકારી                           સભ્ય

        (૩)    એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ                                   સભ્ય-સચિવ

 

બિનસરકારી સભ્યો -

        (૧)    સ્થાનિક સંસદસભ્ય (જો હોય તો)                                 સભ્ય

        (ર)    સ્થાનિક ધારાસભ્ય                                                         સભ્ય

        (૩)    નગરપાલિકાના પ્રમુખ                                                   સભ્ય

        (૪)    તાલુકા પંચાયતના પ્રમુખ                                             સભ્ય

        (પ)    શહેર/નગરના અગ્રગણ્ય નાગરિકો, સામાજિક                સભ્ય

                કાર્યકરો, રાજકીય અગ્રણીઓ વિવિધ કોમોના

                પ્રતિનિધિઓ.

 

        અંકલેશ્વર, જંબુસર, પાદરા, પાટડી (સુરેન્દ્રનગર) જેવા કોમી રીતે સંવેદનશીલ શહેર/નગરમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને જરૂર જણાય ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એકતા સમિતિન અધ્યક્ષ તરીકે અને સબ ડીવી. મેજીસ્ટ્રેટશ્રી, નાયબ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવશે.

 

        શહેર/નગર એકતા સમિતિની કુલ સભ્ય સંખ્યા ર૦ સભ્યોની રહેશે.

 

૪.      સમિતિની મુદત -

        સમિતિના બિન સરકારી સભ્યોની મુદત સમિતિની રચના થયેથી બે વર્ષ અથવા તો નવી સમિતિની રચના કરવામાં આવે તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

 

પ.     સમિતિની વહીવટી કામગીરી -

        જિલ્લા એકતા સમિતિના સંદર્ભમાં સમિતિની વહીટી કામગીરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે. જયારે શહેર એકતા સમિતિના સંદર્ભમાં આ કામગીરી મ્યુનિ. કમિશનર/ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા કરવામા આવશે.

 

૬.      જિલ્લા તથા શહેર એકતા સમિતિની બેઠક નિયમિત રીતે દર ત્રણ મહિને મળે તથા સમિતિને સોંપવામાં આવેલ કામગીરી બજાવે તે જોવાની જવાબદારી સંબંધિત સમિતિના અધ્યક્ષની રહેશે.

 

૭.      સમિતિના બિન સરકારી સભ્યોની નિમણૂંક માટે લોકસભાના સભ્યો, વિધાનસભાના સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય સામાજિક કાર્યકરો, સ્ત્રી કાર્યકરો, બંને કોમોમાં સારી વગ ધરાવતી વ્યક્તિઓ વિગેરેના નામો સાથેની દરખાસ્ત (આ સાથે સામેલ પત્રક મુજબની માહિતી સાથે) જિલ્લા એકતા સમિતિઓ/ શહેર/ નગર એકતા સમિતિઓના કિસ્સામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તથા જે શહેરોમાં પોલીસ કમિશ્નરેટ છે, તેવા શહેરમાં પોલીસ કમિશ્નરશ્રી દ્વારા નવી દરખાસ્ત સરકારશ્રીની અનુમતિ અર્થે મોકલી આપવાની રહેશે. સરકારશ્રીની અનુમતિ મળ્યા બાદ સમિતિની રચના/પુર્નરચના અંગેજરૂરી હુકમો કરી, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી/ પોલીસ કમિશ્નરશ્રીએ તે અંગેની જાણ કરવાની રહેશે. તદ્ઉપરાંત આવી સમિતિની બેઠકની કાર્યનોંધ પણ સરકારશ્રીને મોકલવાની રહેશે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(ર્ડા. જગદીશ પાંડિયન)

નાયબ સચિવ

ગૃહ વિભાગ (વિશેષ)

 

પ્રતિ,

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

  • સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

  • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

નકલ રવાના -

  • રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર

  • માનનીય મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • માનનીય મંત્રીશ્રી (ગૃહ)ના રહસ્ય સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ના રહસ્ય સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • સર્વે વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી

  • સર્વે નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી

  • સામાન્ય વહીવટ વિભાગ, મહેસુલ વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ની એકતા સમિતિના બિનસરકારી સભ્યોના વિગત દર્શાવતું પત્રક

 

 

અ.ન.

સભ્યનું નામ

વ્યવહાર

ઉંમર/વર્ષ

શૈક્ષ્ણિક લાયકાત

રાજકીય પક્ષ સાથે સંકળાયેલ છે? કયાં?

દારુ કે કેફી ચીજોનું સેવન કરે છે? આવી કોઇ પરમીટ ધરાવે છે?

કોઇ પોલીસ ગુન્હામાં સંડોવાયેલા છે? આવી કોઇ કાર્યવાહી ચાલે છે? સજા કે દંડ થયેલ છે?

નાગરિક હકક સંરક્ષણ ધારા હેઠળ સજા દંડ થયેલ છે? આવી કોઇ કાર્યવાહી ચાલે છે?

વિશેષ નોંધ

૧૦

 

 

 

 

 

 

 

 

 

 

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ