Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ હથપ-1090-5296-મ
Rating :  Star Star Star Star Star   

કસ્ટમ ઇન્સ્પેકટરોને હથિયાર પરવાના આપવા અંગે.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ હથપ-૧૦૯૦-પર૯૬-મ

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ૧પ-પ-૧૯૯૧

 

વંચાણમાં લીધા -

(૧)    કલેકટરશ્રી, કસ્ટમ (પ્રીવેન્શન), ગુજરાત , અમદાવાદના તા. ર૩-૮-૯૦ તથા

તા. ૧૮-ર-૯૧ના પત્રો.

(ર)    જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જૂનાગઢનો તા. ૧૯-૯-૯૦નો પત્ર ક્રમાંકઃ એમએજી-એ-૧૪-૯૦

 

રિ ત્ર -

ગુજરાતમાં આવેલ કસ્ટમ કલેકટરેટમાં ફરજ બજાવતા કસ્ટમ ઇન્સ્પેકટરોને દાણચોરી વિરોધી કામગીરી કરવાની હોય છે. તેથી દાણચોરી અટકાવવા સંબંધે તેમને જાનના જોખમે ફરજ બજાવવી પડે છે. દાણચોરોનો પીછો કરી, તેમની ધરપકડ માટે વિવિધ રાજ્યોમાં તેમને મુસાફરી કરવી પડે છે. આમ દાણચોરો સાથે તેમને કામ પાર પાડવાનું થતું હોઇ તેમના જાનની રક્ષા માટે તેમને તેમના ખાતા મારફત હથિયાર લોન પર આપવા અંગેની યોજના ભારત સરકારે અમલમાં મુકી છે. આ યોજના મુજબ કસ્ટમ ખાતામાં ફરજ બજાવતા ફીલ્ડ ઓફીસરોને હથિયારની ઉપલબ્ધી પ્રમાણે વારા પ્રમાણે ક્રમ આવતાં, વેલીડ પરવાનો ધરાવતા હોવાની શરતે, તેમને હથિયાર લોન પર આપવામાં આવશે. આમ તે ખાતામાંથી હથિયાર લોન પર મેળવવા માટે જે તે અધિકારી પાસે વેલીડ હથિયાર લાયસન્સ હોવું એ મુળભૂત શરત છે. ક્રમ આવતાં હથિયાર મળવાપાત્ર થાય પણ જો તેમને નામે વેલીડ હથિયાર પરવાનો ન હોય તો તેમને હથિયાર મળી શકે નહીં. કસ્ટમ ઈન્સ્પેકટરોને આવી કોઇ મુશ્કેલી અનુભવવી ન પડે તે માટે અને ફરજ દરમ્યાન સંભવિત જાનના જોખમ સામે અસરકારક પોતાની જાતનો બચાવ કરી શકે તે માટે હથિયાર ધારણ કરવા માટે હથિયાર પરવાના સરતાળથી મળી રહે તે અંગેની દરખાસ્ત સરકારશ્રીની વિચારણામાં હતી. પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે, જે કસ્ટમ ઇન્સ્પેકટરો તેમના ખાતા મારફત લોન પર હથિયાર મેળવવા માગતા હોય, તેઓ હથિયાર પરવાનો મેળવવા અરજી કરે તો તેમને હથિયાર પરવાનો સરળતાથી મળી રહે તે માટે ત્વરિત કાર્યવાહી કરવી.

 

વધુમાં જે કસ્ટમ ઈન્સ્પેકટરોને તેમના ખાતામાંથી હથિયાર લોન પર મળવામાં વિલંબ થાય તેમ હોય અને તેઓ જો પોતાના ખર્ચે હથિયાર ખરીદવા માંગતા હોય તો તેવા કસ્ટમ ઇન્સ્પેકટરોને પણ હથિયાર પરવાના સરળતાથી મળી રહે તે માટે ત્વરિત કાર્યવાહી કરવાનું પણ ઠરાવવામાં આવે છે.

 

ર.      ખાતામાંથી લોન પર હથિયાર મેળવવા માંગતા અથવા પોતાના ખર્ચે હથિયાર ખરીદવા માગતા જે કસ્ટમ ઇન્સ્પેકટરોને હથિયાર પરવાના આપવામાં આવે તેમને પરવાનામાં હથિયારનું વર્ણન દાખલ કરવાની મુદત તેમને હથિયાર તેમના ખાતામાંથી લોન પર મળે/ પોતાના ખર્ચે ખરીદે ત્યાં સુધીની મુદત સમયાંતરે વધારી આપવાનું પણ ઠરાવવામાં આવે છે.

 

૩.      ઉપર્યુકત નિર્ણયનું ચુસ્ત રીતે પાલન કરવા સર્વે પરવાના અધિકારીઓને સુચના આપવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(જયપાલ સંધદીપ)

નાયબ સચિવ

ગૃહ વિભાગ

 

પ્રતિ,

સર્વે પોલીસ કમિશનરશ્રી,

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રી

મદદનીશ સીલેકટ ફાઇલ

સીલેકટ ફાઇલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ