Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ હથપ-1094-1122-મ
Rating :  Star Star Star Star Star   

હીરા/ઉદ્યોગવાળા ખાસ વિસ્તારોમાં પોલીસ રક્ષણની વ્યવસ્થા કરવા બાબત તથા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓને સ્વરક્ષણના હથિયાર પરવાના માટે સહાનુભૂતિપૂર્વક આપવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ હથપ-૧૦૯૪-૧૧રર-મ,

સચિવાલય, ગાંધીનગર

તા. ૩૧/૮/૯૪.

 

વંચાણે લીધો --       તા. રર-ર-૯૪નો તથા તા. ૩૧-૧-૯૪નો ઉદ્યોગ અને ખાણ વિભાગના પત્ર ક્રમાંકઃ ડીએમડી-૧૦૯૦-૧૧૪૧-ચ.

 

        હીરા ઉદ્યોગના ઉદ્યોગકારો અને વેપારીઓ મૂલ્યવાન વસ્તુઓ સાથે મુસાફરી કરતા હોઇ તેઓને અસામાજિક તત્‍વો તરફથી ખૂબ જ જોખમ રહેતું હોય છે. તાજેતરમાં આ હીરાના ધંધાનો કેટલાક સ્થળો નજીક અમદાવાદ, સુરત વગેરે જગ્યાઓએ લૂંટ અને ખૂનના બનાવો બનેલ છે તે બનાવોને લક્ષમાં લેતા હીરા ઉઘોગ વિકાસ બોર્ડની ૭મી બેઠકમાં થયેલા સૂચનોના મુદ્દા નં. ૧૦ હીરા ઉદ્યોગના વિકાસના મહત્ત્વના કારણોમાં સલામતીની ભાવના અને વેપારી માનસ ધરાવતી પ્રજા હોવાથી હીરા ઉદ્યોગના વેપાર સાથે સંકળાયેલા મહત્‍વના વિસ્તારોમાં યોગ્ય પોલીસ રક્ષણની વ્યવસ્થા કરવા તેમજ હીરા ઉઘોગ સાથે સંકળાયેલ વેપારી વર્ગ કે જેઓ સ્વરક્ષણના હથિયાર પરવાનાની માંગણી કરે તો આવું હથિયાર લાયસન્સ મેળવવા માટેની યોગ્યતા ધરાવતા હોય તો તેમને આવા પરવાના મળી શકે તે માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા જણાવેલ છે.

       

        આમ ઉપર દર્શાવેલ વિગતો અન્વયે પુખ્ત વિચારણાને અંતે હીરા ઉદ્યોગના વેપાર સાથે સંકળાયેલ મહત્‍વના વિસ્તારોમાં યોગ્ય પોલીસ સંરક્ષણની વ્યવસ્થા કરવા તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ ઉદ્યોગકારો કે જેઓ હથિયાર પરવાના મેળવવા માટેની યોગ્યતા ધરાવતા હોય તો તેની જરૂરી ચકાસણી કરી તેમને આવા પરવાનાઓ મળી શકે તે માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા જણાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(એન. એલ. ભટ્ટ)

નાયબ સચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

ઉદ્યોગ અને ખાણ વિભાગ તરફ તેમના તા. રર-ર-૯૪ના પત્ર ક્રમાંકઃ ડીએમ-૧૦૯૦-૧૧૪૧-ચ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ