Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ હથપ-1097-2122-મ
Rating :  Star Star Star Star Star   

પેટ્રોલપંપના ધારકોને સ્વરક્ષણ માટે હથિયાર પરવાના મંજૂર કરવા માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ હથપ-૧૦૯૭-ર૧રર-મ,

સચિવાલય, ગાંધીનગર

તા. ર-૬-૯૭

 

        તાજેતરમાં રાજ્યમાં પેટ્રોલપંપો પર ધાડ અને લુંટના બનતા બનાવો સરકારના ધ્યાન પર આવેલ છે. પેટ્રોલપંપો ઉપર પેટ્રોલ / ડિઝલના વેચાણની મોટી રકમ એકત્રિત થતી હોય છે. વળી મોટાભાગે પેટ્રોલપંપો હાઇવે ઉપર આવેલા હોય છે. તેથી લૂંટ કરનારાઓને પેટ્રોલપંપો ઉપરની પેટ્રોલ / ડિઝલના વેચાણની આવેલ મોટી રોકડ રકમ લઇને ભાગી જવાનું સુલભ પડે છે. ધાડપાડુઓ પેટ્રોલપંપ ઉપર આવે તે સમયે પેટ્રોલપંપના માલિક પાસે સ્વરક્ષણ માટે હથિયાર હોય તો તેઓ તેમનો પોતાનો બચાવ કરી શકે.

 

        આથી આ બાબતમાં પુખ્ત વિચારણાને અંતે પેટ્રોલપંપના ધારકોને હથિયાર લાયસન્સ મંજૂર કરવા માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવી જરૂરી જણાય છે.

 

        આથી સર્વે લાયસન્સીંગ ઓથોરીટીને જણાવવામાં આવે છે કે, પેટ્રોલ પંપના ધારકોની હથિયાર પરવાનો મેળવવા માટેની અરજીઓ અન્વયે જો તેઓની સામે હથિયાર પરવાનો મેળવવા માટે અન્ય કોઇ વાંધાજનક બાબત ન હોય તો તેઓને હથિયાર પરવાના મંજૂર કરવા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા આથી સૂચના આપવામાં આવે છે.

       

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(બી. આઇ. શાહ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

સર્વે પોલીસ કમિશ્નરશ્રી

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રી

માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

શાખા સિલેકટ ફાઇલ

મદદનીશ સિલેકટ ફાઇલ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ