Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ એઆરએમ-1095-3129-મ
Rating :  Star Star Star Star Star   

જરૂરીયાતવાળા યોગ્ય માણસોને હથિયાર ધારણ કરવા લાયસન્સ આપવા બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ એઆરએમ-૧૦૯પ-૩૧ર૯-મ

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ર૦ સપ્ટેમ્બર, ૧૯૯પ

 

રિ ત્ર -

        આર્મ્સ એકટ, ૧૯પ૯ અને આર્મ્સ રૂલ્સ ૧૯૬રની જોગવાઇઓ અનુસાર જે તે પ્રકારના હથિયાર લાયસન્સો આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. જે મુજબ હથિયાર લાયસન્સની અરજી મળ્યેથી જે તે વ્યક્તિના ચારિત્રય અને હથિયારની જરૂરીયાત બાબતે ચોકસાઇ હેથળ તેમજ હથિયારની જરૂરીયાત માટે કરેલ રજૂઆત ધ્યાને લઇ સક્ષમ અધિકારીએ આર્મ્સ એકટની કલમ-૧૩(૧)ની જોગવાઇ મુજબ યોગ્ય તે નિર્ણય લેવાના હોય છે અને આર્મ્સ એકટની કલમ-૧૪ની જોગવાઇઓને ધ્યાને લઇ હથિયાર લાયસન્સની માંગણીઓ નામંજૂર કરવામાં આવે છે. તેવા કેસોમાં આર્મ્સ એકટની કલમ-૧૮ની જોગવાઇ મુજબ અપીલ અધિકારીને અપીલ કરવાની રહે છે.

 

        પરંતુ કેટલાક કિસ્સાઓમાં ખરેખર જરૂરીયાતવાળા યોગ્ય માણસોની હથિયાર લાયસન્સની માંગણીઓ નામંજુર કરવામાં આવતી હોવાનું સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ હોઇ આવા ખરેખર જરૂરીયાતવાળા યોગ્ય માણસોના કેસોમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી તેઓને હથિયાર લાયસન્સો આપવા અંગે સર્વે હથિયાર પરવાના અધિકારીઓને આથી સૂચના આપવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(બી. આઇ. શાહ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ