Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંક - હથપ-1098-3667-મ
Rating :  Star Star Star Star Star   

હથિયાર પરવાના ટેકન ઓવર કરતા પહેલાં ખરાઇ કરવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંક - હથપ-૧૦૯૮-૩૬૬૭-મ

સચિવાલય, ગાંધીનગર

તા. ર૦-૧-ર૦૦૦

 

રિ ત્ર -

 

        ચીફ જયુ. મેજીસ્ટ્રેટ, અમદાવાદ (રૂરલ) ક્રીમીનલ કેસ નં. ર૮૩૮/૯૧ શ્રી ઇ.એ.સીંગ પો.ઇ. વેજલપુર પોલીસ સ્ટેશન વિરૂદ્ધ જહાંગીર પટેલ અને અન્ય સાત વ્યક્તિઓના કેસમાં નામ. કોર્ટે તા. ર૯-૪-૯પના રોજ આપેલ ચુકાદા અન્વયે ગુજરાત તકેદારી આયોગે હથિયાર પરવાના આપવાની પદ્ધતિ અગે તેમજ પરપ્રાંતમાંથી ઇસ્‍યુ થતી હથિયાર પરવાનાની ચકાસણી માટેની પ્‍ધ્‍ધતિ અંગે કાળજી રાખવા ભલામણ કરેલ છે.

 

        આથી આ બાબતમાં અન્ય લાયસન્સીંગ ઓથોરીટી (ખાસ કરીને પરપ્રાંતના મંજૂર કરવામાં આવેલ હથિયાર પરવાના ટેકન ઓવર કરાવવા માટે રજૂ કરવામાં આવે ત્યારે તે ટેકન ઓવર કરતાં પહેલાં આર્મ્સ રૂલ્સ-૧૯૬રની કલમ-પ૦ તેમજ હથિયારી પરવાનગી શરત નં. ૧રની જોગવાઇ અનુસાર મુળ પરવાનો મંજૂર કરનાર અધિકારી પાસેથી ""નો-ઓબ્જેકશન'' પ્રમાણપત્ર અચૂક મેળવવું. ત્યારબાદ પણ જરૂરી જણાય તો ઝીણવટપૂર્વક પૂરેપૂરી તપાસ કરીને જ આવા હથિયારો પરવાના ટેકન ઓવર કરી આપવા વિચારણા કરવી. પરપ્રાંતમાંથી ઇસ્યુ થયેલ હથિયાર પરવાના ટેકન ઓવર કરી આપવાની બાબતમાં ખૂબ જ ચોકસાઇ રાખવા આથી સર્વે લાયસન્સીંગ અધિકારીઓને જણાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

( બી. સી. યાદવ)

નાયબ સચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

સર્વે પોલીસ કમિશ્નરશ્રી

સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ