Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંક મહસ/2996/11386/ડ
Rating :  Star Star Star Star Star   

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદની નકલ ફરિયાદીને તુર્તત જ આપવા બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ પરચ/ર૯૯પ/૪૪૧પ/ડ

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ર૯-પ-૯પ

 

રિ ત્ર

 

        તા. ૧ર-પ-૯પના રોજ સચિવાલય, ગાંધીનગર ખાતે માન. મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષપદ હેઠળ સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને પોલીસ કમિશ્નરશ્રી / જિલ્લા પોલીસ અધિકારીશ્રીની એક પરિષદ મળી હતી. સદર પરિષદમાં એવું એક સૂચન કરવામાં આવ્યું હતું કે, સામાન્ય પ્રજાજનો તરફથી સામાન્યતઃ એવી ફરિયાદો જિલ્લા સત્તાવાળાઓ સમક્ષ કરવામાં આવે છે કે, પોલીસ સ્ટેશન ખાતે પ્રજાજનો જયારે ફરિયાદ કરવા જાય છે ત્યારે તેઓની ફરિયાદ નોંધવામાં આવતી નથી અને જો ફરિયાદ નોંધવામાં આવી હોય તો તેની નકલ આપવામાં આવતી નથી.

 

ર.      પ્રવર્તમાન રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્ય સરકારના વહીવટને પારદર્શક અને પ્રજાભિમુખ હોવાની છાપ સામાન્ય જન પર ઉપસી શકે તે હેતુસર પોલીસ સ્ટેશન અમલદારે દરેક નાગરિકની ફરિયાદ અચૂક નોંધવી જોઇએ તથા તેની નકલ પણ તેઓને મળવી જ જોઇએ. એવું પણ જણાયું છે કે, ફરિયાદની નકલ ફરિયાદીને સાદા કાગળમાં આપવામાં આવે છે, પણ તેમ કરવાના બદલે જો પોલીસ સ્ટેશનમાં નોંધાતી ફરિયાદ ત્રણ નકલમાં તૈયાર કરી એક નકલ પોલીસ સ્ટેશન માટે, બીજી નકલ કોર્ટ માટે તથા ત્રીજી નકલ ફરિયાદીને તે જ વખતે આપવામાં આવે તો આ બાબતમાં પ્રજાજનોને રજૂઆત / ફરિયાદ કરવાનું કાંઇ કારણ રહેશે નહીં.

 

૩.      ઉક્ત સૂચન સંબંધમાં પરિષદમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સઘળાં પાસાંઓને લક્ષમાં લઇ પુખ્ત વિચારણાના અંતે સદર સૂચનનો સરકારશ્રીએ સ્વીકાર કર્યો હતો.

 

૪.      પ્રસ્તુત બાબતમાં ક્રિમીનલ પ્રોસીજર કોડ, ૧૯૭૩ની કલમ ૧પ૪ની જોગવાઇઓ પરત્વે સર્વે પોલીસ કમિશ્નરશ્રી / જિલ્લા પોલીસ અધિકારીશ્રીનું ધ્યાન દોરવામાં આવે છે. ક્રિમીનલ પ્રોસીજર કોડ - ૧૯૭૩ની કલમ ૧પ૪(૧)ની જોગવાઇઓ અનુસાર નિગૃહણાય અપરાધના સંદર્ભમાં બાતમીદારે મૌખિક રીતે આપેલ બધી બાતમીનું પોલીસ સ્ટેશન અમલદારે લેખિત સ્વરૂપ આપી / અપાવીને તે લખાણ બાતમીદારને વાંધા સંભળાવવાનું હોય છે. લેખિત સ્વરૂપમાં પરિવર્તન પામેલ આવી પ્રત્યેક બાતમી કે લેખિત સ્વરૂપમાં આપેલ બાતમીની નીચે બાતમીદારે સહી કરવાની હોય છે તથા તેનો સાર રાજ્ય સરકારે નિયત કરેલ નમૂનાના રજીસ્ટરમાં પોલીસ સ્ટેશન અમલદારે દાખલ કરવાનો હોય છે. કલમઃ ૧પ૪(ર)ની જોગવાઇ અનુસાર નોંધાયેલી બાતમીની એક નકલ તુર્તજ નિઃશુલ્ક રીતે બાતમીદારને આપવાની હોય છે.

 

પ.     આથી તમામ પોલીસ કમિશ્નરશ્રી / જિલ્લા પોલીસ અધિકારીશ્રીને જણાવવામાં આવે છે કે, ક્રિમીનલ પ્રોસીજર કોડ, ૧૯૭૩ની કલમ - ૧પ૪ની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને કોગ્નીઝીબલ અપરાધ સંબંધમાં બાતમીદારે આપેલ બાતમી (ફરિયાદીએ આપેલ ફરિયાદ) સરકારે નિયત કરેલ નમુનાના રજીસ્ટરમાં ત્રણ નકલોમાં નોંધવામાં આવે તથા ત્રીજી નકલ બાતમીદાર (ફરિયાદીને) તુર્તજ નિઃશુલ્ક આપવામાં આવે તે મુજબની વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવા માટે તેઓના તાબા હેઠળના સંબંધકર્તા તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓને જરૂરી સૂચના આપવા અને આ સૂચનાનો અમલ તા. ૧-૬-૯પથી અચૂકપણે થાય તે જોવું.

 

૬.      આ પરિપત્ર મળ્યાની પહોંચ પાઠવવા તથા આ બાબતમાં લીધેલ પગલાંની જાણ તાત્કાલિક આ વિભાગને કરવા વિનંતી છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

                                                                                          (એસ. એલ. વર્મા)

                                                                                          અધિક મુખ્ય સચિવ

                                                                                         ગૃહ વિભાગ 

પ્રતિ,

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા., અમદાવાદ

  • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ.ડી. (ગુન્હાઓ), ગુ.રા., અમદાવાદ.

  • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઇ.ડી. (રેલવે), ગુ.રા., અમદાવાદ.

  • તમામ પોલીસ કમિશ્નરશ્રી,

  • ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, અમદાવાદ વિભાગ, અમદાવાદ / ગાંધીનગર વિભાગ, ગાંધીનગર.

  • નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, સૌરાષ્ટ્ર, ઉત્તર વિભાગ, રાજકોટ

  • સૌરાષ્ટ્ર દક્ષિણ વિભાગ, જૂનાગઢ / વડોદરા વિભાગ, વડોદરા.

  • તમામ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

  • તમામ જિલ્લા પોલીસ અધિકારીશ્રી,

  • પોલીસ અધિક્ષકશ્રી (પશ્ચિમ રેલવે), વડોદરા.

ગૃહ વિભાગની તમામ શાખાઓ.

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૨૦ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ