Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃફમ/102003/2049/ગ
Rating :  Star Star Star Star Star   

દારુ જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં ઉદાસીનતાને કારણે તેમજ લાંચ રૂશ્વતના કેસમાં સંડોવાયેલ પોલીસ અધિકારી / કર્મચારીઓના ફરજમોકુફીના કેસોની સમીક્ષા બાબત.

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃફમ/૧૦૨૦૦૩/૨૦૪૯/ગ,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૧૩-૯-૦૪

વંચાણ લીધાઃ

  1. ગૃહવિભાગનો તા. ૨૩/૧૧/૧૯૮૭નો પરીપત્ર ક્રમાંકઃપીડીઇ/૧૦૭૦/૫૨૩૮/ભાગ-૨-/ગ

ગૃહ વિભાગના તા. ૨૩/૧૧/૮૭ના પરિપત્ર ક્રમાંકઃપીડીઇ/૧૦૭૦/૫૨૩૮/ભાગ-૨-/ગ થી ફરજ મોકુફી હેઠળના પોલીસ ઇન્સપેકટરો અને તેથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારી / કર્મચારીઓના ફરજમોકુફીના કેસોની સમયાંતરે સમીક્ષા કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.

 

દારુ જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસર પવૃત્તિ અટકાવવામાં ઉદાસીનતા / નિષ્ફળ રહેવાને કારણે ફરજમોકુફી હેઠળ મુકવામાં આવેલ પોલીસ અધિકારી / કર્મચારીઓને તેમજ લાંચ રૂશ્વતના કેસોમાં સંડોવાયેલ પોલીસ અધિકારી / કર્મચારીઓના ફરજ મોકુફીના કેસોની સમીક્ષા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

 

આથી પુખ્ત વિચારણાને અંતે આવા ફરજમોકુફીના કેસોની સમીક્ષા કરવા બાબતમાં નીચે દર્શાવ્યા મુજબની કાયપધ્ધતિ અપનાવવાનું ઠરાવવામાં આવે છે.

 

ઠરાવઃ

  1. દારુ, જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવામાં ઉદાસીનતા / નિષ્ફળતાને કારણે ગણનાપાત્ર કેસોમાં ફરજ મોકુફ કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ / કર્મચારીઓના ફરજમોકુફીના કેસોની સમીક્ષા ઓછોમાં ઓછા ૬(છ) માસ સુધી કરવી નહી. પરંતુ જો આવા કેસની સમીક્ષા કરવા માટેના ખાસ કારણો ઉપસ્થિત થાય તો આ અંગે અગ્રસચિવશ્રી, ગૃહ વિભાગની લેખિત પૂર્વ પરવાનગી મેળવવી જરૂરી બનશે અને ત્યારે બાદ જ કાર્યવાહી હાથ ધરવી.

  2. દારુ, જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસરની પ્રર્વત્તિ અટકાવવામાં ઉદાસીનતા / નિષ્ફળતાને કારણે ફરજોમોકુફી હેઠળ મુકવામાં આવેલ પોલીસ અધિકારી / કર્મચારીને કેસની સમીક્ષા કર્યા બાદ પુનઃ ફરજ પર લેવામાં આવે ત્યારે તેઓને બે વર્ષ સુધી બીન સંવેદનશીલ જગ્યાએ કામ કરવાનું રહેશે એ શર્તે પુનઃ ફરજ પર લેવાના રહેશે.

  3. પોલીસ તપાસના જે કેસોમાં સંબંધિત અધિકારી / કર્મચારી સામે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ-૧૯૮૮ હેઠળ પ્રોસીકયુશન શરૂ થઇ ગયેલ હોય / ચાલુ હોય એટલે કે અદાલતમાં પોલીસ ખાતાએ તહોમતનામું મુકી દીધેલ હોય તેવા કિસ્સામા આવા અધિકારી/કર્મચારીને ફોજદારી ગુના સબબ ફરજમોકુફી હેઠળ મુકયાના બે વર્ષ બાદ જ પુનઃ સ્થાપિત કરવા વિચારણા કરવી.

ઉપરોકત સુચનાઓનો કડક અમલ કરવા તમામ શિસ્ત અધિકારીઓને આથી જણાવવામાં આવે છે. આ સૂચનાઓનો અમલમાં ક્ષતિ કે ચૂક ને ગંભીર ગણી જવાબદાર સામે પગલા લેવાની સરકારશ્રીને ફરજ પડશે તેની નોંધ લેવા માટે પણ આથી જણાવવામાં આવે છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે

 

(એ.ડી. ચાવડા)

ઉપસચિવ,

ગૃહ વિભાગ.

પ્રતિ,

  • માનનીય મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી

  • માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી (ગૃહ, નશાબંધી) ના અંગત સચિવશ્રી

  • અગ્રસચિવશ્રી (ગૃહ)ના અગ્ર રહસ્ય સચિવશ્રી

  • સચિવશ્રી (વા.વ્ય)ના અગ્ર રહસ્ય સચિવશ્રી

  • સચિવશ્રી (ગૃહ) ના અગ્ર રહસ્ય સચિવશ્રી

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

  • સર્વે રેન્જ ખાસ પોલીસ મહાનિરીક્ષકશ્રી / નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી

  • સર્વે પોલીસ અધિક્ષકશ્રીઓ /સેનાપતિશ્રીઓ / નાયબ પોલીસ કમિશ્નરશ્રીઓ

  • ગૃહ વિભાગ હેઠળના સર્વે ખાતાના વડાની કચેરીઓ

  • ગૃહ વિભાગની સર્વે શાખાઓ.

  • શાખા સીલેકટ ફાઇલ

  • નાયબ સેકશન અધિકારી સીલેકટ ફાઇલ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ