Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંકઃપીડીઇ-1070-5238-ભાગ-2-ગ
Rating :  Star Star Star Star Star   

ફરજ મોકુફી હેઠળના પોલીસ ઇન્સપેકટરો અને તેથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારીઓના કેસોની સમયાંતર સમીક્ષા કરવા બાબત

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ક્રમાંકઃપીડીઇ-૧૦૭૦-૫૨૩૮-ભાગ-૨-ગ,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૨૩-૧૧-૮૭

પરિપત્રઃ

 

૧. રાજ્યના પોલીસ દળના પોલીસ ઇન્સપેકટર અને તેથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારીને મુંબઇ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમો-૧૯૫૬ ના નિયમ-૩ના પેટા નિયમ-૧ (અ)ના ખંડ (૧)ની જોગવાઇ પ્રમાણે હંગામી રીતે નોકરીમાંથી મોકુફ કરી શકાય છે. અર્થાત "ફરજ મોકુફી'' (SUSPENSION) હેઠળ મુકી શકાય છે. ફરજમોકુફી હેઠળના પોલીસ ઇન્સ્પેકટરો અને તેથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારીઓને ફરજમોકુફી ઉપર લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવે નહીં અને તે હેતુ પરિપુર્ણ કરવા માટે ફરજમોકુફ કરનાર સમક્ષ પોલીસ સ્ત્તાધિકારી અને તેથી ઉંચા દરજ્જાના અધિકારીઓ તેઓના કેસોની સમયાંતરે સમીક્ષા કરે તે માટેની કાર્યપધ્ધતિ અમલમાં મુકવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

 

૨. આથી, કાળજીપુર્વકની વિચારણા ને અંતે ફરજમોકુફી હેઠળના પોલીસ ઇન્સ્પેકટા અને તેથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારીના કેસની સમીક્ષા કરવા સંબંધમાં નીચે મુજબની કાર્યપધ્ધતિ તાત્કાલિક અસરથી અમલમાં મુકવાનું ઠરાવવામાં આવે છે.

 

અ.નં.

ફરજમોકુફી હેઠળના પોલીસ અધિકારીનો હોદ્દો

ફરજમોકુફીનો સમયગાળો

ફરજમોકુફી હેઠળના પોલીસ અધિકારીઓના કેસની સક્ષમ્ષા કરનાર પોલીસ સત્તાધિકારી સરકાર

1.      

પોલીસ કોન્સ્ટેબલ,

હેડ કોન્સ્ટેબલ

(ક) ફરજમોકુફીની તારીખથી છ માસનો સમયગાળો પુરો થાય તે પહેલા

ફરજમોકુફી હેઠળ મુકનાર સંબંધિત સમક્ષ અધિકારીશ્રી એટલે કેઃ-

(૧)         જિલ્લા પોલીસ અધિકારીશ્રી

(૨)        નાયબ પોલીસ કમિશ્નરશ્રી

(૩) પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટશ્રી, સી.આઇ.ડી. (ગુ અને રે) / ઇન્ટેલીજન્સ.

(૪)          સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ

 

 

(ખ) ફરજમોકુફીની તારીખ પછી ફરજ મોકુફીનો સમય છ માસથી વધે તો બાર માસનો સમયગાળો પુરો થાય તે પહેલાં

(૧)        રેન્જના નાયબ મુખ્ય પોલીસ અધિકારી

(૨)        પોલીસ કમિશ્નરશ્રી

(૩) ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, સી.આઇ.ડી. (ગુ. અને રે.) / ઇન્ટેલીજન્સ

(૪)          નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી હથિયારી એકમ

 

 

(ગ) ફરજમોકુફીની તારીખથી ફરજમોકુફનો સમયગાળો બાર માસથી વધે તો અઢાર માસનો સમયગાળો પુરો થાય તે પહેલા અને ૧૮ માસનો સમયગાળો પુરો થયા બાદ ફરજમોકુફીના પ્રત્યેક છ માસનો સમયગાળો પુરો થાય તે પહેલા.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી

૨.

પોલીસ સબ ઇન્સ્પેકટર

(ક) ફરજમોકુફીની તારીખ પછી છ માસનો સમયગાળો પુરો થાય તે પહેલા

(1)         ફરજમોકુફીનો હુકમ કરનાર અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિકારી / નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી હોય તેવા પ્રસંગે સંબંધિત પોલીસ સબ ઇન્સ્પેકટરના ફરજમોકુફીના કેસની સમીક્ષા, રેન્જના નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી / પોલીસ કમિશ્નરશ્રી કરશે.

(2)          ફરજમોકુફીનો હુકમ કરનાર અધિકારી તરીકે રેન્જના નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી / પોલીસ કમિશ્નરશ્રી/ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી (સી.આઇ.ડી.) (ગુ. અને રે.) / ઇન્ટેલીજન્સ હોય તેવા પ્રસંગે સંબંધિત પોલીસ સબ ઇન્સ્પેકટરના ફરજમોકુફીના કેસોની સમીક્ષા તેઓશ્રીએ જ કરવાની રહેશે.

(૩) આર્મડ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરના ફરજ મોકુફીના કેસની સમીક્ષા નાયબ મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી હથિયારી એકમ કરશે.

 

 

(ખ) ફરજમોકુફીની તારીખ પછી ફરજ મોકુફીનો સમય ગાળો છ માસથી વધે તો બાર માસ પુરા થાય તે પહેલાં

(1)         ફરજમોકુફીનો હુકમ કરનાર અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિકારીશ્રી / નાયબ પોલીસ કમિશ્નરશ્રી હોય તેવા પ્રસંગે સંબંધિત પોલીસ સબ ઇન્સ્પેકટરના ફરજમોકુફીના કેસોની સમીક્ષા રેન્જના નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી / પોલીસ કમિશ્નરશ્રી કરશે.

(2)        ફરજમોકુફી હેઠળ મુકનાર અધિકારી તરીકે રેન્જના નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી / પોલીસ કમિશ્નરશ્રી / ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી (સી.આઇ.ડી., ગુ. અને રે.) ઇન્ટેલીજન્સ હોય તેવા પ્રસંગે સંબંધિત પોલીસ સબ ઇન્સપેકટરના ફરજમોકુફીના કેસની સમીક્ષા પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી કરશે.

(3)          આર્મ પોલીસ સબ ઇન્સ્પેકટરના ફરજમોકુફીના કેસની સમીક્ષા ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, હથિયારી એકમ કરશે.

 

 

(ગ) ફરજમોકુફીની તારીખથી ફરજમોકુફીનો સમય ગાળો બાર માસથી વધે તો અઢાર માસ સમય પુરો થાય તે પહેલા અને ૧૮ માસનો સમયગાળો પુરો થયા બાદ ફરજમોકુફીના પ્રત્યેક છ માસનો સમયગાળો પુરો થાય તે પહેલાં.

(1)          પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી.

૩.

પોલીસ ઇન્સ્પેકટર

(ક) ફરજમોકુફીની તારીખથી છ માસનો સમયગાળો પુરો થાય તે પહેલાં.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી,

 

 

(ખ) ફરજમોકુફીની તારીખ પછી ફરજમોકુફીનો સમયગાળો છ માસથી વધે અને બારમાસ પુરા થાય તે પહેલા અને ત્યાર બાદ અઢાર માસ પુરા થાય તે પહેલાં

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી,

 

 

(ગ) ફરજમોકુફીની તારીખ પછી ફરજમોકુફીનો ૧૮ માસનો સમયગાળો પુરો થયા બાદ ફરજમોકુફીના પ્રત્યેક છ માસનો સમયગાળો પુરો થાય તે પહેલાં.

સચિવશ્રી / અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ).

સંબંધિત પોલીસ ઇન્સ્પેકટરના ફરજમોકુફીના કેસની સઘળી વિગતો અને ફરજમોકુફી અંગેના જરૂરી કારણો સહિતની સંપૂર્ણ માહિતી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ / સચિવશ્રી / અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગની મંજુરી સારુ ફરજમોકુફીના ૧૮ માસ બાદ પ્રત્યેક છ માસનો સમયગાળો પુરો થાય તે પહેલાં મોકલવાની રહેશે.

 

૩. ફરજમોકુફી હેઠળના પોલીસ ઇન્સ્પેકટર અને તેથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારીના કેસોની દરમાસે સમીક્ષા કરવા સંબંધમાં ગૃહ વિભાગની તા. ૩૦-૪-૭૩થી યાદી ક્રમાંકઃપીડીઇ-૧૦૭૦-૫૨૩૮-મ થી જે સુચના બહાર પાડવામાં આવેલ છે. તે આથી દૂર કરવામાં આવે છે.

 

૪. ફરજમોકુફીના કેસોની સમીક્ષા કરનાર સમક્ષ અધિકારીઓએ સમીક્ષા કરતી વખતે સંબંધિત પોલીસ અધિકારી સામેના કોર્ટ કેસ / ખાતાકીય તપાસની અઘતન પરિસ્થિતિ વિગેરે સઘળા પાસા વિચારણામાં લઇ સંબંધિતને ફરજમોકુફી ઉપર ચાલુ રાખવા જરૂરી છે કે કેમ તેના વ્યાજબી કારણોની નોંધ કરીને નિર્ણય લેવા માટે ફરજમોકુફીના કેસની સમીક્ષા કરનાર સર્વે પોલીસ અધિકારીને આથી સૂચના આપવામાં આવે છે. આ સૂચનાનું ચૂસ્તપણે પાલન થાય તે જોવા પણ સર્વે પોલીસ અધિકારીઓને આથી જણાવવામાં આવે છે. પરિપત્ર મ/યાની પહોંચ પાઠવવા વિનંતી છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

સહી/-

(ના.હી. સોલંકી)

નાયબ સચિવ,

ગૃહ વિભાગ.

પ્રતિ,

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય અમદાવાદ.

  • સર્વે ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી / સર્વે પોલીસ કમિશ્નરશ્રી

  • સર્વે નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી / આચાર્યશ્રી પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ.

  • પોલીસ તાલીમ શાળા, વડોદરા / સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રી

  • સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ જુથ-

  • સર્વે નાયબ પોલીસ કમિશ્નરશ્રી

  • સામાન્ય વહીવટ વિભાગ, તપાસ એકમ

  • ગૃહ વિભાગની / અ,,,, અને ઇ-શાખાઓ.

  • સીલેકટ ફાઇલ.

  • સેકશન અધિકારીની સીલેકટ ફાઇલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ