Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંકઃપીડીઇ-2586-3030-ગ
Rating :  Star Star Star Star Star   

રેન્જના નાયબ મુખ્ય પોલીસ અધિકારીઓની જગ્યાઓ, ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રીની જગ્‍યાઓમાં અપગ્રેડ થવાથી શિસ્ત વિષયક બાબતોની સત્તાઓનો ઉપયોગ કરવા બાબત.

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ક્રમાંકઃપીડીઇ-૨૫૮૬-૩૦૩૦-ગ,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૩૦-૧૧-૧૯૯૨

વંચાણ લીધા -

(૧) શ્રી એ.કે. ટંડન, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય અમદાવાદનો નિમપત્ર ક્રમાંકઃખતપ/૪/એમેડમેન્ટ/પીએન્ડએ/૮/એચ/૨૪૨૦.

તારીખઃ૧૪-૧૫/૧૦/૧૯૯૨.

(૨)બોમ્બે પોલીસ એકટ ૧૯૫૧ ની કલમ ૨૫(૨) (સી).

 

પરિપત્રઃ

 

૧. મુંબઇ પોલીસ (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૫૬ની અનુસુચિ-૧ અને ર અનુસાર રેન્જમાં ફરજ બજાવતાં નાયબ મુખ્ય પોલીસ અધિકારીઓને શિસ્ત વિષયક કેટલીક સત્તાઓ સુપ્રત કરવામાં આવેલી છે. સુપરવાઇઝરી કામગીરીમાં વધારે ક્ષમતા લાવવાના હેતુથી રાજ્ય સરકારે રેન્જના નાયબ મુખ્ય પોલીસ અધિકારીઓની જગ્યા ખાસ મુખ્ય પોલીસ અધિકારી કક્ષામાં અપગ્રેડ કરેલ છે. આ જગ્યાઓ અપગ્રેડ થતાં તે જગ્યા પર ફરજ બજાવતા ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રીને શિસ્ત વિષયક આ સત્તાઓ પ્રાપ્ત થાય કે કેમ તે પ્રશ્નની સરકારશ્રી એ કાળજીપૂર્વક વિચારણા કરેલ છે. તેજ પ્રમાણે જુદાજુદા એકમોમાં ફરજ બજાવતા ખાસ મુખ્ય પોલીસ અધિકારીઓને પણ આ પ્રકારે શિસ્ત વિષયક સત્તાઓ પ્રાપ્ત થાય છે કે કેમ તે પ્રશ્ન પણ તપાસવામાં આવેલ છે. ભારતના સંવિધાનની કલમ-૩૧૧ની જોગવાઇ અનુસાર કર્મચારીને નિમણુંક કરવાની સત્તા જેને પ્રાપ્ત થયેલ હોય તેવા અધિકારીથી ઉતરતી કક્ષાના અધિકારી કર્મચારીને નોકરીમાંથી દુર કરી શકાતા નથી. પરંતુ કર્મચારીની નિમણુંકની સત્તા જેને પ્રાપ્ત થયેલ હોય તેની સમકક્ષ અથવા તો તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઆને કર્મચારીને નોકરીમાંથી દુર કરવાની અને અન્ય શિસ્તવિષયક સત્તાઓના ઉપયોગ અન્વયે સંવિધાનની કલમ-૩૧૧માં કોઇ પ્રતિબંધ નથી. આથી, નાયબ મુખ્ય પોલીસ અધિકારીને પ્રાપ્ત થયેલ સત્તાઓનો ઉપયોગ મુખ્ય પોલીસ અધિકારીના ગ્રેડમાં ફરજ બજાવતા અધિકારીઓ કરે તેમાં ભારતના સંવિધાનની કલમ-૩૧૧ નીચે કોઇ બાઘ આવતો નથી. આથી એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, મુંબઇ પોલીસ (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૫૬ની અનુસૂચિ-૧ અને અનુસૂચિ-૨માં જે સત્તા નાયબ મુખ્ય પોલીસ અધિકારીને પ્રાપ્ત થયેલી છે, તે સત્તાનો ઉપયોગ કરવામાં મુખ્ય પોલીસ અધિકારીના ગ્રેડમાં જુદીજુદી રેન્જમાં અને જુદા જુદા એકમોમાં ફરજ બજાવતાં ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓને કોઇ બાઘ આવશે નહી.

 

૨. મુખ્ય પોલીસ અધિકારીના ગ્રેડથી ઉપરના ગ્રેડમાં એટલે કે, અધિક પોલીસ મહાનિર્દેશકશ્રીના ગ્રેડમાં ફરજ બજાવતા અધિકારીઓ મુખ્ય પોલીસ અધિકારીશ્રી ને પ્રાપ્ત થયેલી સત્તાઓનો ઉપયોગ કરી શકે કે કેમ તે પ્રશ્ન પણ સાથે સાથે તપાસવામાં આવેલ છે. અને તે બાબતમાં પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ઉપર મુજબ મુખ્ય પોલીસ અધિકારી ગ્રેડમાં ફરજ બજાવતા અધિકારીઓને મુંબઇ પોલીસ (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૫૬ની અનુસૂચિ-૧ અને ૨ અન્વયે શિસ્ત વિષયક જે સત્તાઓ પ્રાપ્ત થયેલી હોય તે સત્તાનો ઉપયોગ કરવામાં અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી કક્ષાના અધિકારીને પણ કોઇ બાઘ આવશે નહીં.

 

(એ.કે. જોષી)

સંયુકત સચિવ,

ગૃહ વિભાગ

પ્રતિ,

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય અમદાવાદ.

  • બધા અધિ. પોલીસ મહાનિર્દેશકશ્રીઓ

  • બધા ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ

  • સીલેકટ ફાઇલ.

  • સેકશન અધિકારીની સીલેકટ ફાઇલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ