Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંકઃપીડીઇ-1803-1989-ગ
Rating :  Star Star Star Star Star   

ભારતનાં બંધારણની કલમ-૩૧૧(૨)(બી) અન્વયે પગલા લેવા બાબત

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

પરિપત્ર ક્રમાંકઃપીડીઇ-૧૮૦૩-૧૯૮૯-ગ,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૧૨-૧૨-૨૦૦૩

પરિપત્રઃ

 

સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ છે કે કેટલાંક કિસ્સાઓમાં શિસ્ત અધિકારીઓ દ્વારા પોલીસ કર્મચારીઓને ગેરહાજરીના કારણોસર ભારતના બંધારણની કલમ-૩૧૧(૨)(બી) અન્વયે બચાવની તક આપવી જરુરી નથી તેવું જણાવી નોકરીમાંથી "કમી'' કરવામાં આવે છે. કોઇ કર્મચારીને નોકરીમાંથી કમી જેવી અંતિમકક્ષાની શિક્ષા કરવાની હોય, ત્યારે કસુરદારને બચાવની તક આપવાની રહે તથા નિયમો અનુસારની વિગતવાર ખાતાકીય તપાસ કરવાની રહે છે. ભારતના બંધારણની કલમ-૩૧૧(૨)(બી)ની જોગવાઇનો ઉપયોગ નીચે દર્શાવેલ કિસ્સાઓમાં કરવાનો રહે છે.

૧. જયાં વર્તણુંકને કારણે ગુનાહિત તહોમતમાં (ફોજદારી ગુન્હાના તહોમતમાં) દોષિત ઠરેલા સરકારી કર્મચારીને વર્તણુંક સબબ શિક્ષા કરવાની હોય અથવા

૨. જ્યાં લખીને બતાવેલા કારણોસર સદરહુ નિયમોમાં નિયત કરેલ પધ્ધતિ અનુસરવી વ્યજબી રીતે વ્યવહારુ નથી, તેવા મતલબની શિસ્ત અધિકારીને ખાતરી થાય, અથવા

૩. જ્યાં રાજ્યની સલામતીને દ્રષ્ટિએ આવી કાર્યપધ્ધતિ અનુસરવી ઇષ્ટ નથી, વી સરકારને ખાતરી થાય.

૪. ઉપરોકત હકીકતે, શિસ્ત અધિકારીઓ દ્વારા ભારતના બંભારણની કલમ-૩૧૧(૨)(બી)ની જોગવાઇઓનો ઉપયોગ યોગ્યકિસ્સામાં કરવામાં ન આવે તો તેવા કેસો ન્યાયની અદાલતમાં ટકી શકે નહી અને સરકારશ્રીને કર્મચારીની સેવાઓનો ઉપયોગ કર્યા વગર બેક વેઇજીસ ચૂકવવાની શકયતા રહે તથા કોર્ટની ટીકાઓનો સામનો પણ કરવાની શકયતા રહે. વળી આવા હુકમો સામે અપીલ / રિવીઝન થવાના કારણે કામનુ ભારણ બીન જરૂરી રીતે વધે. કોર્ટના ચૂકાદાઓના આધારે એવું પણ માલુમ પડેલ છે કે, પોલીસ કર્મચારીની બિનઅધિકૃત ગેરહાજરીના કિસ્સામાં નામ. કોર્ટે બરતરફ કે કમી જેવી શિક્ષા રદ કરી પુનઃ ફરજ પર લેવાના હુકમો કરેલ છે હવે જો ભારતના બંધારણની જોગવાઇ ધ્યાને લઇ બિનઅધિકૃત ગેરહાજરીના કિસ્સામાં કસુરદારને બચાવની વ્યાજબી તક આપ્યા સિવાય સીધા "કમી'' કે "બરતરફ'' કરવામાં આવે તો શિક્ષાની કાર્યવાહી યોગ્ય ગણી શકાય નહી. આથી નિયમ-૩૧૧(૨)(બી) ની જોગવાઇનો ઉપયોગ યોગ્ય કિસ્સમાંજ કરવામાં આવે તે માટે પોલીસ ખાતાના સર્વે શિસ્ત અધિકારીઓને જણાવવામાં આવે છે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

(એ.ડી. ચાવડા)

ઉપ સચિવ,

ગૃહ વિભાગ.

 

પ્રતિ,

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

  • ગૃહ વિભાગ હેઠળના સર્વે ખાતના વડાઓ.

  • સર્વે રેન્જ આજીપી

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રી અને નાયબ પોલીસ કમિશ્નરશ્રી

  • સર્વે પોલીસ અધિક્ષકશ્રી

  • સર્વે સેનાપતિશ્રી રાજ્ય અનામત પોલીસ દળ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ