Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંકઃ એફઓઆર-11-2005-ફ-2
Rating :  Star Star Star Star Star   

વિદેશી નોંધણી અધિકારીઓ  (Foreigners Registration Officers- FROs) કેટલીક સત્તાઓ સુપ્રત કરવા બાબત

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

હુકમ ક્રમાંકઃ એફઓઆર-૧૧-૨૦૦૫-ફ-૨,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૮-૧૧-૨૦૦૫

 

વચાણ લીધોઃ- ભારત સરકારના ગૃહ મંત્રલયનો તા. ૬-૪-૨૦૦૫નો અ.સ.પત્ર ક્રમાંકઃ ૧૫૦૧૧/૧/૦૫-એફ-૧

હુકમઃ

ફોરેનર્સ એકટ, ૧૯૪૬ ની કલમ-૩ (કલમ-૩(૨)(જી) સિવાય) રજીસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એકટ, ૧૯૩૯ની કલમ-૩ અને પાસપોર્ટ (એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા) એકટ ૧૯૨૦ ની કલમ-૩,૪ અને પ હેઠળની વિવિધ સત્તાઓ ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુપ્રત કરાયેલ છે. આ સત્તાઓના સરળ અને અસરકારક અમલીકરણ માટે આ સત્તાઓ આગળ ક્ષેત્રીય કક્ષાએ સુપ્રત કરવાની ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉપર સંદર્ભમાં દર્શાવેલ તા. ૬-૪-૨૦૦૫ના અ.સ. પત્ર થી અપાયેલ સૂચનાને અનુલક્ષીનેર રાજ્ય સરકાર હસ્તકની નીચે દર્શાવ્‍યા પ્રમાણેની કામગીરી આથી ક્ષેત્રીય કક્ષાએ એટલે કે વિદેશી નોંધણી અધિકારીઓ (Foreigners Registration Officers- FROs) તરીકે પોલીસ કમિશ્નરશ્રીઓ / પોલીસ અધિક્ષકશ્રીઓને સુપ્રત કરવામાં આવે છે.

(1)     ભારતીય મૂળ (Indian Origin) ધરાવતા અથવા ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલ હોય તેવા વિદેશીઓને લાંબા ગાળાની આવાસ વૃધ્ધિ આપવાની તથા Multiple Entry Visa (M.E.V.) આપવાની કામગીરી M.E.V. ના કેસમાં વિદેશીના પાસપોર્ટમાં જરૂરી નોંધ (Endorsement) કરવાની રહેશે.

(2)    અગાઉ જેમને લાંબા ગાળાની આવાસ વૃધ્ધિ આપેલ હોય તેવા વિદેશીઓને Return Visa (R.V.) અથવા Multiple Entry Visa (M.E.V.)સવલતની નોંધ (Endorsement) તેમના પાસપોર્ટમાં આપવાની કામગીરી. આ હુતેસર Return Visa ના કેસમાં વિદેશીના પાસપોર્ટમાં જરૂરી નોંધ (Endorsement) કરવાની રહેશે.

(3)    ૧૬ વર્ષ સુધીની ઉંમરના (Minor) વિદેશી બાળકોને F.R.O.  એ આપેલ આવાસ વૃધ્ધિ બાદ તેમને M.E.V. ની સવલત આપવાની કામગરી.

(4)    “WITHOUT VISA” આવેલ ૧૬ વર્ષ સુધીની ઉંમરના (Minor) વિદેશીઓને આવાસ વૃધ્ધિ આપવાની કામગીરી.

(5)    યુ.એસ.એ. નાગરિકોને ૧૦ વર્ષના વિઝા આપવાની યોજના અન્વયે આવા વિઝા ધારકો જો તેમની ભારતની કોઇપણ મુલાકાત દરમિયાન સળંગ છ માસ કરતાં વધુ સમય માટે રોકાણ કરવા માંગતા હોય તો તેમના વિઝાનો પ્રકાર Tourist Visa (T)  માંથી બદલીને (Conversion) “Entry” Visa  માં કરવાની અને વિઝાની મુદત ૧૦ વર્ષમાંથી ધટાડીને ૫ વર્ષની કરવાની કામગીરી. આહેતુસર મુળ વિઝાનો પ્રકાર “Entry”  વિઝા જ હોય ત્યારે તથા જ્યાં “Tourist”  વિઝાને “Entry” વિઝામાં બદલવાનો હોય વિદેશીના પાસપોર્ટમાં જરૂરી નોંધ (Endorsement) કરવાની રહેશે.

(6)    Student કે YOGA વિઝા-ધારક વિદેશીઓને આવાસ-વૃધ્ધિ, Return Visa (R.V.)  કે M.E.V. પ્રદાન કરવાની કામગીરી. આ હેતુસર Return Visa  ના કેસમાં તથા M.E.V.  ના કેસમાં વિદેશીના પાસપોર્ટમાં જરૂરી નોંધ (Endorsement) કરવાની રહેશે.

(7)    દરિયાઇ માર્ગે ભારતની હદમાંથી પસાર થતા માલવાહક / મુસાફરી જહાજના કર્મચારી ગણ (Crew Members) ને અનિવાર્ય તાકીદના કારણોસર રાજ્યના કોઇ બંદર પર ટુંકાગાળા માટે ઉતરવા અથવા પાછા જવા માટેની મંજુરી આપવી.

 ઉક્ત કામગીરી કરતી વખતે આ બાબતમાં ભારત સરકાર દ્વારા તથા તેને અનુલક્ષીને આ વિભાગ દ્વારા વખતો વખત અપાયેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરી તદાનુસાર કાર્યવાહી કરવાની રહેશે.

 જો આ બાબતમાં કોઇ માર્ગદર્શનની જરૂર જણાય તા ઉપસચિવશ્રી (ફોરેનર્સ), ગૃહ વિભાગ અને / અથવા ગૃહ વિભાગની ફ-૨ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

 આ હુકમો પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદેશી નાગરિકોના કિસ્સામાં લાગુ પડશે નહીં

 આ હુકમો તા. ૧૫-૧૧-૨૦૦૫ થી અમલમાં આવશે.

(જી. કે. રાઠોડ)

ઉપસચિવ

ગૃહ વિભાગ

બિડાણ ઉપર મુજબઃ-

 પ્રતિ,

 • માન. મુખ્ય મંત્રીશ્રીના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.

 • માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.

 • મુખ્ય સચિવશ્રીના ઉપસચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.

 • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, પોલીસ ભવન, ગાંધીનગર.

 • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી (ઇન્ટેલિજન્સ), ગુજરાત રાજ્ય પોલીસ ભવન, ગાંધીનગર.

 • પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેર

 • તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓ

 • અગ્ર સચિવશ્રી (ગૃહ) ના રહસ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

 • સચિવશ્રી (ગૃહ)ના રહસ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

 • સેકશન અધિકારીશ્રી, ફ-૧ શાખા, ગૃહ વિભાગ સચિવાલય, ગાંધીનગર.

 • શાખા સિલેકટ ફાઇલ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૨૦ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ