Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃનશધ-1099-753-ઇ.૧
Rating :  Star Star Star Star Star   

નશાબંધી ધારાના કડક અમલમાં નિષ્ફળ રહેલ સ્થાનિક પોલીસ / નશાબંધી ખાતાના અધિકારી અનને સુપરવાઇઝરી અધિકારીઓ સામે પગલા લેવા

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃનશધ-૧૦૯૯-૭૫૩-ઇ.૧,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૧૨-૯-૨૦૦૩

વંચાણે લીધાઃ

(1)    વિભાગના તા. ૨૫-૯-૮૬ નો પરીપત્ર ક્ર.પરન-૧૦૯૬-૫૮૫-(૨)-મ

(2)   વિભાગના તા. ૨૮-૧૨-૮૮ ના ઠરાવ ક્ર. પરન-૧૦૮૮-૬૬૫૪-મ

(3)   વિભાગના તા. ૨૮-૨-૦૨ ના સરખા ક્રમાંકનો ઠરાવ.

 

આમુખ-

રાજ્ય સરકાર નશાબંધી નીતિને વરેલી છે અને તે માટે નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની રાજયમાં વ્યવસ્થિત અને કડક રીતે અમલ થાય તે આવશ્યક અને અનિવાર્ય છે. નશાબંધી અને જુગાર ધારાનો કડકપણે અમલ થાય તે માટે પોલીસ ઉપરાંત નશાબંધી ખાતાની અલાયદી રચના વર્ષ ૧૯૯૭ થી રાજ્ય સરકારે કરેલ છે. સરકાર આ બદીઓના નિવારણ માટે કૃતનિશ્‍ચયી છે અને તેમાટે વધુ ધનિષ્ઠ અસરકારક પગલાં લેવાય તેમ ઇચ્છે છે આ બદી નાબૂદ કરવામાં સુપરવાઇઝરી અધિકારીઓ સહીતના જે સ્થાનિક પોલીસ ખાતા / નશાબંધી ખાતાના અધિકારીઓ ઉદાસીનતા, નિષ્ક્રીયતા કે બિન કાર્યક્ષમતા દાખવે, તેમની સામે શિક્ષાત્મક પગલાં અંગેની ઉપર આમુખમાં દર્શાવેલ વિવિધ સરકારી ઠરાવો / પરીપત્રોથી સુચનાઓ આપવામાં આવેલી છે. સંબંધિત અધિકારી / કર્મચારીઓ વિરુધ્ધ ખાતારાહે પગલાં લેવા તથા તેમના ખાનગી અહેવાદમાં વિરુધ્ધ નોંધ લેવા અંગે જુદાજુદા ઠરાવો / પરીપત્રો હાલમાં જે અમલમાં છે, તે તમામ રદ કરી હવે નવેસરથી સંકલિત સૂચનાઓ નીચે પ્રમાણે બહાર પાડવામાં આવે છે.

 

ઠરાવઃ

૧(અ) હાલમાં રાજ્યમાં નશાબંધી ધારાના કડક અમલ માટે પોલીસ ખાતા અને નશાબંધી ખાતાએ અમલીકરણની કાર્યવાહી સ્વતંત્રપણે પરંતુ સમાંતર ધોરણે કરવાની રહે છે. નશાબંધી ધારાનો કડક અમલ સ્થાનિક સત્તવાળાઓ દ્વારા કરવામાં આવે છે. આ માટે સ્થાનિક પોલીસ / નશાબંધી ખાતા સિવાયની બહારની સ્કવોડ જેવી કે પોલીસ ખાતામાં જિલ્લાની એલ.સી.બી., એન્ટી ડેકોયટી સ્ક્વોડ, ઇકોનોમીક સેલ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ સેલ, એન્ટી ગુંડા સ્‍ક્વોડ, સ્પે. ક્રાઇમ સ્‍ક્વોડ, પોલીસ મહાનિર્દેશકશ્રી, ગુજરાત રાજ્યની કચેરીનો વીજીલન્સ સ્‍ક્વોડ, રેન્જ રીકવરી સેલ કે પોલીસ કમિશ્નરશ્રીના વિસ્તારમાં સીટી ક્રાઇમ બ્રાંચ, પી.સી.બી., ડી.સી.બી. અને કમિશ્નરશ્રી, નશાબંધી અન આબકારી હસ્તકના સ્ટ્રાઇકીંગ ફોર્સ દ્વારા મળેલ ફરિયાદો ઉપરથી કે અન્ય રીતે અવારનવાર ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.

(બ) ગુજરાત પોલીસ નિયમ સંગ્રહ ભાગ-૩ ના નિયમ-૭૫ માં

1. નશાબંધી ધારા હેઠળ સજા પામેલા ઇસમોનું કન્વીકશન રજીસ્ટર

૨. નશાબંધી ધારાના ગુન્હાઓ કરનાર ગુનેગારોનું સર્વેલન્સ રજીસ્ટર

૩. નશાબંધી ધારાના ગુન્હાઓ કરનાર જાણીતા ગુનેગારોનું રજીસ્ટર

 

જેવા રજીસ્ટરો દરેક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિભાવવાના હોય છે. આ ત્રણેય રજીસ્ટરોમાં નોંધાયેલ ઇસમો, જે તે પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં દારુ કે કેફી ઔષધ અને માદક પદાર્થોનો કબજો રાખતા નથી, હેરફેર કરતા નથી, ઉત્પાદન કરતા નથી, વેચાણ કરતા નથી તે અંગે ક્ષેત્રિય પોલીસ અમલદારો તકેદારી રાખશે. આ ઉપરાંત એક થી વધુ વખત નશાબંધી ધારા અથવા કેફી પદાર્થો બાબતના કાયદા હેઠળ જે જગ્યાએ સફળ રેઇડ થઇ હોય ત્યાં જાણીતા બુટલેગરો કે અન્ય કોઇ ઇસમો આ ધારા / કાયદા હેઠળની પ્રતિબંધિત પ્રવૃત્તિ કરતા નથી, તેની પણ તકેદારી રાખવાની રહેશે.

 

૨. (અ) આમ, રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારુબંધી ધારાના કડક અમલની જવાબદારી પોલીસ સ્ટેશનની તેમજ સંબંધિત સ્થાનિક પ્રોહીબીશન સ્ટેશનની પણ બની રહે છે. તેથી રાજ્યમાં કોઇપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પ્રોહીબીશન સ્ટેશન દ્વારા ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવે તેવા સંજોગોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ તેમના સુપરવાઇઝરી અધિકારીઓ તેમની ફરજો પ્રત્યે ઉદાસીન, નિષ્ક્રિય કે બિનકાર્યક્ષમ રહેલ છે તેમ ગણવામાં આવશે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ અને તેમના નિરીક્ષક અધિકારીઓ (સુપરવાઈઝરી ઓફીસર્સ) ના ખાનગી અહેવાલમાં પ્રતિકૂળ નોંધ કરવાની / શિસ્ત વિરુધ્ધ કાર્યવાહી કરવાનું ઠરાવવવમાં આવે છે.

(બ) રાજ્યમાં કોઇપણ પ્રોહીબીશન સ્ટેશન વિસ્તારમાં આવેલ કોઇપણ પોલીસ સ્ટેશન દ્વારા ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવે તેવા સંજોગોમાં સ્થાનિક પ્રોહીબીશન સ્ટેશન અધકારીઓ અને તેઓના સુપરવાઇઝરી અધિકારીઓ તેમની ફરજો પ્રત્યે ઉદાસીન, નિષ્ક્રિય કે બિનકાર્યક્ષમ રહેલ છે તેમ ગણવામાં આવશે અને સ્થાનિક નશાબંધી અધિકારીઓના તેમજ તેમના નિરીક્ષક અધિકારીઓ (સુપરવાઈઝરી ઓફીસર્સ) ના ખાનગી અહેવાલમાં પ્રતિકૂળ નોંધ કરવાની / શિસ્ત વિરુધ્ધ કાર્યવાહી કરવાનું ઠરાવવવમાં આવે છે.

(ક) રાજ્યમાં કોઇપણ પોલીસ સ્ટેશન / પ્રોહીબીશન સ્ટેશનના વિસ્તારમાંથી ઉપર પારા-૧ માં દર્શાવેલ કોઇ પણ બહારની એજન્સી દ્વારા ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવે તેવા સંજોગોમાં સ્થાનિક પોલીસ / પ્રોહીબીશન સ્ટેશન ખાતાના અધિકારીઓ તેમજ તેના સુપરવાઇજરી ઓફિસરો ફરજો પ્રત્યે ઉદાસીન, નિષ્ક્રિય અથવા બિન કાર્યક્ષમ રહેલ છે. તેમ ગણવામાં આવશે અને સ્થાનિક પોલીસ / નશાબંધી ખાતાના અધિકારીઓ અને તે બંનેના નિરીક્ષક અધિકારીઓ (સુપરવાઇઝારી ઓફીસર્સ) ના ખાનગી અહેવાલમાં પ્રતિકૂળ નોંધ કરવાની / શિસ્ત વિરુધ્ધ કાર્યવાહી કરવાનું પણ આથી ઠરાવવમાં આવે છે.

 

૩. નશાબંધી ધારાના ભંગ બદલ નીચે મુજબના કેસોને ગણનાપાત્ર કેસ ગણવાના રહેશે. પારા-૧માં દર્શાવ્યા મુજબ પોલીસ / નશાબંધી ખાતાની બહારની એજન્સી દ્વારા પાડવામાં આવેલ રેઇડ દરમ્યાન દેશી દારુંનું મુદ્દામાલ રૂ. ૧૦,૦૦૦/ કે તેથી વધુ અને વિદેશી દારુનો મુદ્દામાલ રૂ. ૧૫,૦૦૦ળ કે તેથી વધુ કિંમતનો પકડાય તો તેવા કેસને ગણનાપાત્ર કેસગણવાનો રહેશે. દેશી દારુના મુદ્દામાલમાં પકડાયેલ દેશી દારુની કિંમત, વોશ કે દેશી દારુની બનાવટના માટેનો કાચો-માલ-સામાન, દારુ બનાવવા માટેના પકડાયેલ તમામ સાધનોને કિંમત ધ્યાને લેવાની રહેશે. વિદેશી દારુના મુદ્દામાલમાં પકડાયેલ વિદેશી દારુ અને તેની કિંમત જે તે કંપની દ્વારા નિયત કરેલ કિંમત ધ્યાને લેવાની રહેશે. અને જો આવી કિંમત ઉપલબ્ધ ન હોય તો કિંમત બાબતે કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારીએ  આપેલ અભિપ્રાય આખરી ગણવામાં આવશે. નશીલા પદાર્થોના કેસ માટે પણ રૂ. ૧૦,૦૦૦/ ની કિમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ પકડાય તો તેને ગણનાપાત્ર કેસ ગણવાનો રહેશે. આમાં પણ ફકત નશીલા પદાર્થની કિંમત ધ્યાને લેવાની રહેશે.

 

૪. (૧) ફકરા ક્રમાંક-૩ (અ)માં જણાવેલ સંજોગોમાં સ્થાનિક નશાબંધી ખાતાના અધિકારીઓ દ્વારા શોધાયેલ ગણનાપાત્ર કેસોની વિગતો કમિશ્નરશ્રી નશાબંધી અને આબકારી, ગુ.રા. ને દિવસ-૭માં લેખિતમાં અચૂકપણે મોકલી આપવાની રહેશે અને તેની એક નકલ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ને તથા ગૃહ વિભાગને મોકલવાની રહેશે.

(૨) ફકરા ક્રમાંક-૩(બ) માં જણાવેલ સંજોગોમાં સ્થાનિક પોલીસ ખાતા દ્વારા શોધાયેલ ગણનાપાત્ર કેસોની વિગતો લાગુ પડતા જિલ્લા પોલીસ અધિકારી કે શહેર પોલીસ કમિશ્નરશ્રી, દ્વારા દિવસ-૭માં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તેમજ કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારીને દિવસ-૭માં મોકલી આપવાની રહેશે અને તેની નકલ ગૃહ વિભાગને મોકલવાની રહેશે.

(૩) ફકરા ક્રમાંક-૩(ક) અન્વયે નશાબંધી ખાતાની સ્ટેટ લેવલ સ્ટ્રાઇકીંગ ફોર્સ દ્વારા શોધાયેલ ગણનાપાત્ર કેસોની વિગતો કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારીએ પોલીસ મહાનિર્દેશકશ્રી, ગુ.રા.ને દિવસ-૭ માં મોકલી આપવાની રહેશે. અને તેની નકલ ગૃહ વિભાગને મોકલી આપવાની રહેશે. જયારે પોલીસ ખાતાની પારા-૧ માં જણાવેલ બહારની એજન્સી દ્વારા શોધાયેલ ગણનાપાત્ર કેસોની વિગતો આવી રેડ પડનાર એજન્સીએ દિવસ-૭માં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ને લેખિતમાં અચૂકપણે જણાવવાની રહેશે અને તેની એક નકલ કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારીને તથા ગૃહ વિભાગ (ક.ગ.)ને દિવસ-૭માં મોકલવાની રહેશે.

 

૫. (૧) ફકરા ક્રમાંક-૪(૨) અને ૪(૩)માં જણાવ્યા અનુસાર અહેવાલ મળ્યેથી કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારીએ સ્થાનિક નશાબંધી સ્ટેશનના અધિકારીઓનો દિવસ૭માં ખુલાસો મેળવી, ગુણદોષ ઘ્યાનમાં રાખી ખાનગી અહેવાલમાં પ્રતિકૂળ નોંધ કરી શકશે. ઉપરાંત, તેમના અભિપ્રાયમાં જો ફરજ પ્રત્યેની ઉદાસીનતા, નિષ્કાળજી કે બિનકાર્યક્ષમતા વગેરે કારણોસર વર્તણુંક નિયમોનો ભંગ જણાઇ આવતો હોય તો, તે બદલ શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ મહાનિર્દેશક, ગુજરાત રાજ્યને અહેવાલ મળ્યા પછી દિવસ-૧૫માં વિગતવાર દરખાસ્ત મોકલી આપવાની રહેશે.

(૨) ફકરા ક્રમાંક-૪(૧) અને ૪(૩)માં જણાવ્યા અનુસાર અહેવાલ મળ્યેથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય એ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓનો દિવસ-૭ માં ખુલાસો મેળવી, ગુણદોષ ઘ્યાનમાં રાખી ખાનગી અહેવાલમાં પ્રતિકૂળ નોંધ કરી શકશે. ઉપરાંત, તેમના અભિપ્રાયમાં જો ફરજ પ્રત્યેની ઉદાસીનતા, નિષ્કાળજી કે બિન કાર્યક્ષમતા વગેરે કારણોસર વર્તણુંકના નિયમોનો ભંગ જણાઇ આવતો હોય તો, તે બદલ શિસ્ત વિષયક કાર્યવાહી પણ હાથ ધરવાની રહેશે. આવા શિસ્તભંગ બદલની કાર્યવાહી ફકરા ક્રમાંક-૫(૧)માં કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી પાસેથી શિસ્તભંગ બદલની મળેલ દરખાસ્ત માટે પોલીસ અધિક્ષકશ્રીથી ઉતરતા નહીં તેવા દરજ્જાના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય  પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્યની કચેરીના અધિકારીએ ખાતાકીય તપાસ હાથ ધરવાની રહેશે.

 

૬. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પાલીસ ભવન, ગુજરાત રાજ્યને ગણનાપાત્ર કેસોની વિગતોનો અહેવાલ પોલીસ ખાતાની એજન્સી તરફથી કે કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી તરફથી મળ્યેથી દિવસ-૧૫માં જે તે પોલીસ સ્ટેશન / નશાબંધી સ્ટેશન વિસ્તારના નિરીક્ષક અધિકારી (સુપરવાઇઝરી ઓફીસર) એટલે કે જિલ્લા પોલીસ માટે નાયબ પોલીસ અધિકારી, વિભાગીય પોલીસ અધિકારી, પોલીસ અધિક્ષક અને તે રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક, રેન્જના ખાસ પોલીસ મહાનિર્દેશક તથા પોલીસ કમિશ્નરશ્રીના વિસ્તારમાં મદદનીશ / નાયબ /સંયુક્ત / અધિક પોલીસ કમિશ્નરશ્રી તેમજ નશાબંધી પોલીસ સ્ટેશન વિસ્તારના સુપરવાઈઝરી અધિકારીઓમાં નાયબ કમિશ્નરશ્રી, નશાબંધી અને આબકારી ખાતાની વિગતો સાથે, આવા સુપરવાઇઝરી ઓફીસર તેઓની ફરજો પ્રત્યે ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને બિનકાર્યક્ષમતા વગેરે જેવી વિગતો સહિત નામજોગ તેમજ વિગતવાર દરખાસ્ત ગૃહ વિભાગને અચૂક પણે કરવાની રહેશે. જેથી રાજય સરકાર ફકરા-૨માં ઠરાવેલ કાર્યવાહાી હાથ ધરી શકે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

(આર.ટી. વાધેલા)

નાયબ સચિવ,

ગૃહ વિભાગ

પ્રતિ,

 • માન. મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી

 • માન. રાજ્યકક્ષા મંત્રીશ્રી (ગૃહ, નશાબંધી) ના અંગત સચિવ

 • અગ્ર સચિવશ્રી (ગૃહ) ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • સચિવશ્રી (વા.વ્ય.) ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • સચિવશ્રી (કા-વ્ય)ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • સચિવશ્રી (ગૃહ)ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

 • કમિશ્નર અને અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજ્ય અમદાવાદ

 • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

 • સર્વે રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી / નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીઓ

 • સર્વે પોલીસ અધિક્ષકશ્રીઓ (વેસ્ટર્ન રેલ્વે વડોદરા સહિત)

 • સર્વે નાયબ કમિશ્નર અને સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ, નશાબંધી અને આબકારી, અમદાવાદ / સુરત / રાજકોટ

 • સર્વે જીલ્લાના નશાબંધી અને આબકારી અધિકશ્રીઓ

 • શાખા સીલેકટ ફાઇલ

 • નાયબ સેકશન અધિકારી સીલેકટ ફાઇલ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૨૦ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ