Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

સુધારા ક્રમાંકઃનશધ-1099-753-ઇ.૧
Rating :  Star Star Star Star Star   

(સુધારો)--

નશાબંધી ધારાના કડક અમલમાં નિષ્ફળ રહેલ સ્થાનિક પોલીસ/નશાબંધી ખાતાના અધિકારી અને/ સુપરવાઇઝરી અધિકારીઓ સામે પગલા લેવા

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

સુધારા ક્રમાંકઃનશધ-૧૦૯૯-૭૫૩-ઇ.૧,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૧૫-૯-૨૦૦૫

 

વંચાણ લીધોઃ- (૧) આ વિભાગનો તા. ૧૨/૯/૨૦૦૩નો સરખા ક્રમાંકનો ઠરાવ.

 

સુધારોઃ-

ઉપર આમુખમાં દર્શાવેલ ઠરાવના પારા-૩માં નશાબંધી ધારાના ભંગ બદલ શોધાયેલ કેસને ગણનાપાત્ર કેસ ગણવા માટે નિયત કરેલ નોર્મ્સમાં રેઇડ દરમ્યાન પકડાયેલ દેશી દારુ, વિદેશી દારુ અને નશીલા પદાર્થના મુદ્દામાલની જે કિંમત મર્યાદા તથા દેશી દારુના મુદ્દામાલમાં પકડાયેલ દેશી દારુની કિંમત, વોશ કે દેશી દારુની બનાવટના માટેનો કાચો માલ-સામાન, દારુ બનાવવા માટેનો પકડાયેલ તમામ સાધનોની કિંમત ધ્યાને લેવાનું ઠરાવેલ છે, તેના બદલે નીચે મુજબન મર્યાદા આથી નિયત કરવામાં આવે છે.

 

ગણનાપાત્ર કેસ માટે દેશી દારુની કિંમત રૂ. ૧૫,૦૦૦/-કે જેમાં પકડાયેલ વોશની  કિંમત સાથે પકડાયેલ દેશી દારુની કિંમત ધ્યાને લેવી. વિદેશી દારુની કિંમત રૂ. ૨૫,૦૦૦/- કે જેમાં ફકત પકડાયેલ વિદેશી દારુની કિંમત ધ્યાને લેવી, અને નશીલા પદાર્થના કેસ માટે રૂ. ૨૫,૦૦૦/-ની કિંમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ ધ્યાને લેવાનો રહેશે.

 

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

(આર.ટી. વાધેલા)

નાયબ સચિવ,

ગૃહ વિભાગ

પ્રતિ,

 • માન. મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી

 • માન. રાજ્યકક્ષા મંત્રીશ્રી (ગૃહ, નશાબંધી) ના અંગત સચિવ

 • અગ્ર સચિવશ્રી (ગૃહ) ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • સચિવશ્રી (વા.વ્ય.) ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • સચિવશ્રી (કા-વ્ય)ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • સચિવશ્રી (ગૃહ)ના અગ્ર રહસ્ય સચિવશ્રી

 • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્ર, પોલીસ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

 • કમિશ્નરશ્રી અને અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજ્ય અમદાવાદ

 • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

 • સર્વે રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી/નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીઓ

 • સર્વે પોલીસ અધિક્ષકશ્રીઓ (વેસ્ટર્ન રેલ્વે વડોદરા સહિત)

 • સર્વે નાયબ કમિશ્નરશ્રી અને સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ, નશાબંધી અને આબકારી, અમદાવાદ/સુરત/રાજકોટ

 • સર્વે જિલ્લાના નશાબંધી અને આબકારી અધિકશ્રીઓ

 • શાખા સીલેકટ ફાઇલ

 • નાયબ સેકશન અધિકારી સીલેકટ ફાઇલ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૨૦ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ