Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંક - સીએમજે-૧૦ર૦૦૦/૧૮૭ર/ફ
Rating :  Star Star Star Star Star   

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના જવા રાહત ભંડોળની રચના બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ ક્રમાંક - સીએમજે-૧૦ર૦૦૦/૧૮૭ર/ફ

સચિવાલય, ગાંધીનગર

તા. ર૯-૦૮-ર૦૦૦

 

વંચાણમાં લીધા -

(૧)    માન. મુખ્ય મંત્રીશ્રીના જવાન રાહત ભંડોળની રચના માટે માન. રા.ક. મંત્રીશ્રી (ગૃહ)ના અધ્યક્ષસ્થાને તા. ર૬/૭/ર૦૦૦ના રોજ મળેલ બેઠકની કાર્યવાહીની નોંધ.

(ર)    ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના જવાન રાહત ભંડોળના નિયમો.

 

રા -

 

        ગત વર્ષે ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સરહદે કારગીલ, દ્રાસ-બટાલીક ક્ષેત્રમાં પાકિસ્તાને કરેલ આક્રમણના સંદર્ભમાં યુદ્ધ થતાં સમગ્ર દેશમાં એક નવચેતનાનો સંચાર થયો હતો. દેશના તમામ નાગરિકોએ આ પ્રસંગે માભોમની આઝાદીની રક્ષા કરતા લ્શ્કરના જવાનો શહીદ થતાં જવાનોના કુટુંબના કલ્યાણ માટે ચિતિંત બન્યા હતા. એટલું જ નહીં, પરંતુ તમામ રાજ્ય સરકારો અને ભારત સરકારે જવાનો અને તેના પરિવારોના કલ્યાણ માટેની યોજનાઓમાં આમૂલ પરિવર્તન લાવી લશ્કરી જવાનો દ્વારા આપવામાં આવતા બલિદાનની કદરરૂપે રાહતો જાહેર કરી હતી.

 

ર.      ગુજરાત રાજ્યમાં પણ આવા લશ્કરી જવાનોના બલિદાનના પ્રસંગે તેમના પરિવારના સ્ભ્યોને યોગ્ય રાહત આપવા માટે લોકોએ સ્વયંભૂ રીતે દાન આપવાની રજૂઆત કરી હતી. આ દાનની રકમમાંથી લશ્કરી દળના જવાનો/અધિકારીઓના વીરતા ભરેલ સાહસ દરમ્યાન વીરગતિ પામતા કે ઇજા પામતા જવાનો માટે એક સર્વગ્રાહી વિકાસ યોજના અને તેમના કલ્યાણ માટે માન. મુખ્ય મંત્રીશ્રીના જવાન રાહત ભંડોળની રચના કરવાની બાબત વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે માન. મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષપદે "ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના જવાન રાહતભંડોળ''ની રચના કરવાનો સરકારે નિર્ણય કરેલ છે.

 

૩.      ઉપર આમુખ-૧માં જણાવેલ બેઠકની કાર્યનોંધમાં સુચવ્યા મુજબ આ ભંડોળની રચના કરવામાં આવેલ છે.

 

૪.      "ભંડોળ''ના અલગ નિયમો બનાવવામાં આવેલ છે. જે  " ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના જવાન રાહત ભંડોળના નિયમો'' તરીકે ઓળખાશે. આ ભંડોળનું નિયમન આ નિયમો અનુસાર કરવાનું રહેશે.

 

પ.     આ ભંડોળ નીચેના સભ્યોની બનેલી સમિતિના વહીવટ અને નિયંત્રણ હેઠળ રહેશે.

 

1.

માન. મુખ્ય મંત્રીશ્રી

અધ્યક્ષ

ર.

માન. મંત્રીશ્રી/ રાજ્યકક્ષાના મંત્રીશ્રી ગૃહ

સભ્ય

૩.

મુખ્ય સચિવશ્રી

સભ્ય

૪.

અધિક મુખ્ય સચિવશ્રી, નાણાં વિભાગ

સભ્ય

પ.

અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ

સભ્ય

૬.

અધિક મુખ્ય સચિવશ્રી, મહેસુલ વિભાગ

સભ્ય

૭.

નિયામકશ્રી, સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ

સભ્ય

નાયબ સચિવ/સંયુકત સચિવ/ અધિક સચિવ, ગૃહ વિભાગ

સભ્ય સચિવ

 

૬.      આ ભંડોળ માન. મુખ્ય મંત્રીશ્રીના રાહતફંડમાંથી મળેલ રોકડ કે વસ્તુના સ્વરૂપમાં મળતા ફાળામાંથી તેમજ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારી/અર્ધસરકારી કે અન્ય સંસ્થાઓ તેમજ મોટી ખાનગી/જાહેર કંપનીઓ કે અન્ય સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે મળતા દાન કે આર્થિક મદદનું બનેલું રહેશે.

 

૭.      આ ભંડોળની રકમના વ્યાજમાંથી

(૧)    ગુજરાતના ડોમીસાઇલ એવા કોઇપણ લશ્કરી કે અર્ધલશ્કરી દળના સભ્યો કે,

(ર)    ગુજરાતમાં ફરજ બજાવતા લશ્કરી કે અર્ધલશ્કરી દળના સભ્યો કે,

(૩)    અપવાદરૂપ કિસ્સામાં ભારતીય લશ્કર કે અર્ધલશ્કરી દળના અન્ય સભ્યોના અવસાન કે ગંભીર ઇજા પામેલા (એટલે કે પ૦ % કે તેથી વધુ અશક્તતા ધરાવતા) સૈનિકો અને તેમના આશ્રિતો.

(૪)    ગુજરાતના (ડોમીસાઇલ) એવા માજી સૈનિકો, તેમની વિધવાઓ/આશ્રિતોના કલ્યાણના હેતુસર નીચેના હેતુઓ માટે ઉપયોગ કરી શકાશે.

અ)    માજી સૈનિકો, સૈનિકોની વિધવાઓ અને આશ્રિતોને સ્વરોજગારીના હેતુ માટે સહાય આપવી.

બ)     સેવારત સૈનિકોને નિવૃત્તિ પહેલાં/ પછી સ્વરોજગારીના હેતુ માટે, કોર્ષ માટે સ્ટાઇપેન્ડ આપવું/ તાલીમ મેળવવા માટે મદદ કરવી.

ક)     સૈનિકોની વિધવાઓ અને આશ્રિતોને શિક્ષણના હેતુ માટે સ્કોલરશીપ આપવી.

ડ)     યુદ્ધમાં શૌર્ય દાખવવા બદલ નવાજવામાં આવ્યા હોય તેવા ગુજરાતી સૈનિકોને વર્ષાસન આપવું.

ઇ)     નિઃસહાય માજી સૈનિકો અને તેમના કુટુંબીજનોને નાણાંકીય મદદ કરવી.

ખ)     રાજ્યની અંદર સૈનિક આરામગૃહ તથા મિલીટ્રી બોયઝ હોસ્ટેલ વગેરેના બાંધકામ માટે સહાય આપવી.

ગ)     આ ઉપરાંત ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ગુજરાતના સૈનિકો અને માજી સૈનિકના કલ્યાણ માટે સમિતિ નક્કી કરે તે પ્રમાણેની મદદ કરવી.

 

૮.      આ ભંડોળ જાહેર હિસાબ બહાર રચાયેલ ખાનગી ભંડોળ તરીકે ઓળખાશે.

 

૯.      આ ભંડોળ બાબતે આખરી નિર્ણય લેવાની સત્તા ઉપર ફકરા-પમાં જણાવેલ સમિતિના સભ્યોને રહે છે.

 

૧૦.    આ ભંડોળ બાબતે કાનૂની ક્ષેત્ર ગુજરાત રાજ્ય રહેશે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(રાજકુમાર)

અધિક સચિવ, (કાયદો અને વ્યવસ્થા)

ગૃહ વિભાગ, અને સભ્ય સચિવ,

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના જવાન રાહત ભંડોળ.

 

નકલ રવાના -

v     માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી

માન. મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી

માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી

સર્વે મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી

સર્વે રા.ક. મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી

સર્વે નાયબ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી

મુખ્ય સચિવશ્રી

અધિક મુખ્ય સચિવશ્રી (નાણાં વિભાગ), સચિવાલય, ગાંધીનગર

અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ), સચિવાલય, ગાંધીનગર

સચિવાલયના સર્વે વહીવટી વિભાગોના સચિવશ્રી

v     રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ

v     સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ

v     સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર.

v     સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર

સચિવશ્રી (ગૃહ) સચિવાલય, ગાંધીનગર

ગૃહ વિભાગ હેઠળના તમામ ખાતાના વડાઓ

રાજ્યના અન્ય તમામ ખાતાના વડાઓ

સર્વે જિલ્લા કલેકટરશ્રીઓ

સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ

નિયામકશ્રી, સૈનિક કલ્યાણ અને પુનઃર્વસવાટ કચેરી, અમદાવાદ

ચેરીટી કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય, મીરઝાપુર, અમદાવાદ

સચિવશ્રી, માન. મુખ્ય મંત્રીશ્રીનું રાહતફંડ, મહેસુલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

રાહત કમિશનરશ્રી, મહેસુલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

માહિતી કમિશનરશ્રી, ગાંધીનગર.

ગૃહ વિભાગની સર્વે શાખાઓ

સેકશન અધિકારીશ્રી, સિલેકટ ફાઇલ

નાયબ સેકશન અધિકારીશ્રી સિલેકટ ફાઇલ

શાખા સિલેકટ ફાઇલ.

v     પત્ર દ્વારા

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૨૦ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ