Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ હગદ/૩ર૭૮/૪ર૦૦/ફ
Rating :  Star Star Star Star Star   

ગૃહ રક્ષકદળમાં (હોમગાર્ડઝ) સરકારી કર્મચારીઓ, જાહેર સંસ્થાઓ, કોર્પોરેશન અને ખાનગી સંસ્થાઓના કર્મચારીઓને જોડાવવા માટે સવલતો આપવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ હગદ/૩ર૭૮/૪ર૦૦/ફ.

સચિવાલય, ગાંધીનગર

તા. ર૬મી સપ્ટેમ્બર, ૧૯૭૮

 

વંચાણમાં લીધા -

(૧)    જૂના મુંબઇ રાજ્યના ગૃહ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ રપર૯/પ, તા. ર૭મી જાન્યુઆરી, ૧૯૪૮.

(ર)    ગૃહ અને નાગરિક પુરવઠા વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ એચ.જી.એસ./ ૧૦૬ર/૨૦૬૫/મ, તા. ૩જી ડિસેમ્બર, ૧૯૬ર.

(૩)    ગૃહ અને નાગરિક પુરવઠા વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ એચ.જી.એસ./ ૧૦૬પ/૧૯૯૪૬/સ, તા. ર૪મી જુન, ૧૯૬પ.

(૪)    ગૃહ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ એચજીએસ/૧૦૬૬/૧૯૯૪પ-મ, તા. ૧૮મી જુલાઇ, ૧૯૬૬.

(પ)    ગૃહ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ એચજીએસ/૧૦૬૭/૧૦ર/મ, તા. ૪થી માર્ચ, ૧૯૬૭.

(૬)    ગૃહ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ એચજીએસ/૩૬૦૧/૭પપર-મ, તા. ૪થી નવેમ્બર, ૧૯૭૧ અને

(૭)    ગૃહ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ એચજીએસ/૩ર૭૧/૭પપર-મ તા. ૪થી ડિસેમ્બર, ૧૯૭૧.

 

રિ ત્ર

        સરકારી કર્મચારીઓ, નિગમો તથા સરકાર તરફથી સહાયક ગ્રાન્ટ મેળવતી અર્ધ સરકારી અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ, ગૃહ રક્ષકદળમાં જોડાવા માટે પૂરતી સવલતો આપવા માટે પ્રસ્તાવનામાં દર્શાવેલ વખતોવખત બહાર પાડેલા સરકારી પરિપત્રો દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે તે તરફ સચિવાલયના દરેક વિભાગનું ફરી એકવાર ધ્યાન દોરવામાં આવે છે અને તેઓને વિનંતી કરવામાં આવે છે કે, સરકારી કર્મચારીઓ તેમજ આવી સંસ્થાઓ અને નિગમોના લાગતા વળગતા અધિકારીઓને ફરી સૂચનાઓ આપવામાં આવે કે, તેમની નીચે કામ કરતા કર્મચારીઓને ગૃહ રક્ષકદળમાં જોડાવા માટે પુરી સગવડ આપવામાં આવે. જયારે જયારે ગૃહ રક્ષક દળમાં જોડાયેલ કર્મચારીઓને ફરજ અથવા તાલીમ માટે બોલાવવામાં આવે ત્યારે ત્યારે તેઓને પોતાની કચેરીની કામગીરીમાંથી મુકત કરવા અને ગૃહ રક્ષકદળની ફરજ/તાલીમ બજાવેલ/લે તેટલા દિવસ/દિવસો સુધી તેમને લાગતી વળગતી કચેરીઓમાં હાજર રહેલા ગણવામાં આવે તેવી પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે.

 

        ખાનગી સંસ્થાઓ, કારખાના, મીલો, ઉઘોગો વગેરેમાં કામ કરતા કર્મચારીઓ પણ ગૃહ રક્ષકદળમાં જોડાતા હોય છે, કોઇપણ આકસ્મિક સંજોગોમાં ગૃહ રક્ષકદળના સભ્યોની સેવાની જરૂર પડે ત્યારે અત્રેના પરિપત્ર ક્રમાંક - એચ.જી.એસ.૩ર૭૧/૬પપર-મ, તા. ૪-૧ર-૧૯૭૧માં જણાવ્યા મુજબ આવા સભ્યોને જે તે સંસ્થાઓ તરફથી ફરજ ઉપર ચાલુ પગારે રજા આપવામાં આવે તેવી ફરીથી વિનંતી સચિવાલયના વિભાગો અને તેમના નિયંત્રણ હેઠળની કચેરીઓ તરફથી નોંધવામાં આવતી આવી સંસ્થાઓને કરવામાં આવે તે માટે સચિવાલયના તમામ વિભાગોને વિનંતી કરવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

વિ. ભા. અમીન

ઉપસચિવ

ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય,

પ્રતિ,

  • સચિવાલયના સર્વ વિભાગો

  • કમાન્ડર જનરલશ્રી, ગૃહ રક્ષકદળ, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • સર્વે જિલ્લા કમાન્ડરો/હોમગાર્ડઝ

  • સર્વે ખાતાના વડાઓ/કચેરીઓ

  • ગૃહ વિભાગની સધળી શાખાઓ

  • બધા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ

  • માહિતી નિયામકશ્રી (અખબારી યાદી પ્રગટ કરવાની વિનંતી સાથે)

  • શાખા સિલેકટ ફાઇલ.

  • સંબંધિત મદદનીશ સિલેકટ ફાઇલ.

  • અધિક મુખ્ય સચિવશ્રી, નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • કમાન્ડન્ટ જનરલશ્રી, ગૃહ રક્ષક દળ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • એકાઉન્ટન્ટ જનરલશ્રી, રાજકોટ/અમદાવાદ.

  • નિયામકશ્રી, હિસાબ અને તિજોરી અધિકારી, અમદાવાદ.

  • પગાર અને હિસાબી અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ/ગાંધીનગર.

  • સર્વે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી

  • સર્વે જિલ્લા તિજોરી અધિકારીશ્રી

  • નાણાં સલાહકારશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • સિલેકટ ફાઇલ.

  • નાયબ સેકશન અધિકારી સીલેકટ ફાઇલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ