Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંક - લરવ-૩૧૯૦-૧૪૩૮-હ
Rating :  Star Star Star Star Star   

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ખાતે સરકાર માન્ય સીવીલ ઇજનેરોની સેવાઓ કેસ દીઠ કરારના ધોરણે લેવા બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંક - લરવ-૩૧૯૦-૧૪૩૮-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૧-પ-૯૯

 

વંચાણે લીધા -

  1. મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદનો તા. ર-૧૧-૯૮નો અ.સ.પત્ર ક્રઃ મકમ-૧-નાનિ-પવડી-૧૩૦૪-૯૮.

  2. મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો તા. પ-૧-૯૯નો પત્ર ક્રમાંકઃ મકમ-૧-ના.નિ(પવડી)-ર૧-૯૯.

 

પ્રસ્તાવનાઃ-

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની કચેરીમાં જાહેર બાંધકામ ખાતાને લગતી તપાસ તેમજ ભ્રષ્ટાચારી કર્મચારી/અધિકારીઓની મિલકતોની ચકાસણી કરવા માટે આ વિભાગના તા. ૧૦-૮-૭૧ના ઠરાવ ક્રમાંકઃ એસીબી-૩૮૬પ-૬૦૭૪-હ થી નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ઉભી કરવામાં આવેલ છે. ત્યારબાદ આ વિભાગના તા. રપ-૩-૯૧ના ઠરાવ ક્રમાંકઃ લરવ-૩૧૯૦-૧૪૩૮-હ થી આ જગ્યા કાર્યપાલક ઇજનેરની કક્ષાની જગ્યામાં અપગ્રેડ કરવામાં આવેલ તેમજ આ વિભાગના તા. ર૮-૩-૯૪ના ઠરાવથી આ જગ્યાનું નામાભિધાન નાયબ નિયામકશ્રી (જાહેર બાંધકામ) કરવામાં આવેલ. આ જગ્યા જાહેર બાંધકામ ખાતાના નાયબ ઇજનેરથી પ્રતિનિયુક્તિના ધોરણે ભરવામાં આવતી હતી. પરંતુ આ જગ્યા ઉપર કોઇ નાયબ ઇજનેરો પ્રતિનિયુક્તિથી આવવા તૈયાર થતા નથી. જેના કારણે તા. ૧૯-પ-૯૩થી આ જગ્યા ખાલી રહેલ છે. તેથી બ્યુરોની કચેરીમાં જાહેર બાંધકામ ખાતાને લગતા તેમજ મિલકતોની ચકાસણીને લગતા કેસોના નિકાલમાં ધણો જ વિલ઼બ થાય છે. જેથી બ્યુરોએ આ જગ્યા રદ કરી સરકાર માન્ય સીવીલ ઇજનેરોની સેવાઓ કેસ દીઠ કરારના ધોરણે લેવાની બાબતને મંજૂરી આપવા દરખાસ્ત કરેલ હતી.

 

રા --

        લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ઉપર્યુક્ત દરખાસ્તના અનુસંધાને બ્યુરોને નીચે જણાવેલ શરતોને આધીન સરકાર માન્ય સીવીલ ઇજનેરોની સેવાઓ કેસદીઠ કરારના ધોરણે લેવાની આપી મંજૂરી આપવામાં આવે છે.

 

(૧)    આ અંગેની ફીનું ધોરણ ઉકત સંદર્ભ (ર)માં બ્યુરોના પત્રમાં ગવર્નમેન્ટ રજીસ્ટર્ડ વેલ્યુઅર અને ચાર્ટર્ડ એન્જીનીયર એ તેમના તા. ર-૧-૯૯ના પત્રમાં દર્શાવેલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસીઝ, ભારત સરકાર દ્વારા નક્કી થયા મુજબનું રહેશે.

(ર)    આ અંગેનું વાર્ષિક ખર્ચ નાયબ નિયામક (જા.બાં)ની જગ્યાના વાર્ષિક ખર્ચથી વધવો જોઇએ નહિં એટલે કે રૂ. ૧,૯૦,૦૦૦/-થી વધવો જોઇએ નહિ.

(૩)    હાલના તબક્કે આ મંજૂરી એક વર્ષ માટે આપવામાં આવે છે.

 

ર.      આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તા. ૧ર-૩-૯૯ની નોંધથી મળેલ અનુમતિ આધારે બહાર પાડવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(સુરેશ રાવલ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

(૧)    મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

(ર)    પગાર અને હિસાબી અધિકારીશ્રી, અમદાવાદ

(૩)    એકાઉન્ટન્ટ જનરલ, અમદાવાદ/રાજકોટ.

(૪)    નાણાં સલાહકારશ્રી (ગૃહ), સચિવાલય, ગાંધીનગર.

(પ)    નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર

(૬)    માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર

(૭)    શાખા સિલેકટ ફાઇલ.

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ