Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંક - મિશન/૧૦-ર૦૦૦/સમિતિ
Rating :  Star Star Star Star Star   

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ ક્રમાંક - મિશન/૧૦-ર૦૦૦/સમિતિ,

સચિવાલય, ગાંધીનગર

તા. ૬-૯-ર૦૦૦

 

રા -

        રાજ્ય સરકારે વહીવટના શુદ્ધિકરણની સ્પષ્ટ દિશામાં પરિણામો લાવવાના આશયથી "ભ્રષ્ટાચાર નાથવાની આક્રમક વ્યૂહ રચના'' ઘડી કાઢી તેને અમલમાં મુકેલ છે. ભ્રષ્ટાચાર નાથવાની આક્રમક વ્યૂહ રચનાના અમલીકરણ સંબંધે એક ઉચ્ચસ્તરીય મોનીટરીંગ કમિટી ગૃહ વિભાગના તા. ૧-૮-ર૦૦૦ના ઠરાવ ક્રમાંકઃ લરવ/૩૧-ર૦૦૦/ર૩પ૮/હ થી રચવામાં આવેલ છે. આ ઉચ્ચસ્તરીય મોનીટરીંગ કમિટી દર ત્રણ મહિને તેની કાર્યવાહીનો અહેવાલ માન. મુખ્ય મંત્રીશ્રીની સીધી દેખરેખ નીચે તેઓના કાર્યાલયમાં મંત્રીશ્રીઓ સહિતના ખાસ વ્યવસ્થાતંત્ર (સ્પેશ્યલ મિકેનીઝમ) સમક્ષ રજૂ કરશે તેવું ઠરાવવામાં આવેલ છે. માન. મુખ્ય મંત્રીશ્રીની સીધી દેખરેખ હેઠળ આ ખાસ વ્યવસ્થા તંત્રમાં માન. મંત્રીશ્રીઓની નિમણૂંક કરવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. આથી માન. મુખ્ય મંત્રીશ્રીની સીધી દેખરેખ હેઠળ નીચેના મંત્રીશ્રીઓને ખાસ વ્યવસ્થાતંત્રમાં નીમવામાં આવે છે.

        1.      શ્રી નીતિનભાઈ રતિભાઈ પટેલ

                માન. મંત્રીશ્રી,

                નાની અને મધ્યમ સિંચાઇ, પંચાયતો હેઠળના માર્ગ અને મકાનોના બાંધકામ.

        ર.      શ્રી કૌશિકકુમાર જમનાદાસ પટેલ

                માન. મંત્રી,

                ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને આયોજન.

        ૩.      શ્રી હરેનભાઈ પંડયા

                માન. રાજ્યકક્ષા મંત્રી,

                સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ, માહિતી અને પ્રસારણ.

 

        માન. મુખ્ય મંત્રીશ્રીની સીધી દેરખેર હેઠળના ઉપરોકત ખાસ વ્યવસ્થાતંત્રની કામગીરીનું સંકલન શ્રી એચ. વી. પટેલ, માન. મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ કરશે તેવું ઠરાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(ર્ડા. વી. વી. રામ સુબ્બારાવ)

અધિક મુખ્ય સચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

  • માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, ગાંધીનગર.

  • માન.શ્રી નીતિનભાઈ રતિભાઈ પટેલ, મંત્રીશ્રી, નાની અને મધ્યમ સિંચાઇ, પંચાયતો હેઠળના માર્ગ અને મકાનોના બાંધકામ.

  • માન. શ્રી કૌશિકભાઈ જમનાદાસ પટેલ, મંત્રીશ્રી, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને આયોજન.

  • માન. શ્રી હરેનભાઈ પંડયા, રાજ્યકક્ષા મંત્રીશ્રી, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ, માહિતી અને પ્રસારણ.

  • સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર.

  • સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ

  • સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર

  • શ્રી એચ. વી. પટેલ, માન. મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ, સચિવાલય, ગાંધીનગર

  • સર્વે મંત્રીશ્રઓ/રાજ્યકક્ષા મંત્રીશ્રીઓ/નાયબ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ.

  • મુખ્ય સચિવશ્રીના સંયુકત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • સચિવાલયના સર્વે વિભાગો

  • અધિક મુખ્ય સચિવ (ગૃહ)ના રહસ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • ર્ડા. એ. ડબલ્યુ. પી. ડેવીડ, અધિક મુખ્ય સચિવ (ક.ગ.), સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • શ્રી સુધીર માંકડ, અગ્ર સચિવ (આ.બા.), નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • શાખા સિલેકટ ફાઇલ.

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ