Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃ ગતપ/૩રર૦૦૦/ર૦૪૩/હ
Rating :  Star Star Star Star Star   

સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂંક ગુજરાત તકેદારી આયોગના પરામર્શ વિના કરવા બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ ક્રમાંકઃ ગતપ/૩રર૦૦૦/ર૦૪૩/હ

સરદાર પટેલ ભવન, સચિવાલય, ગાંધીનગર.

તારીખ - ૭-પ-ર૦૦૧

 

વંચાણમાં લીધા -

  1. ગૃહ વિભાગનો ઠરાવ નં. એબીસી/૧૦૮૧/૧પ૧૬/હ તા. ૭/૮/૭૪.

  2. ગૃહ વિભાગનો ઠરાવ નં. એસવીસી/૩૧૮૬/ર૯૯પ/હ, તા. ૧૬/૭/૮૮.

 

રા -

 

        સરકારના ગૃહ વિભાગના તા. ૭-૮-૭૪ના સંદર્ભમાં દર્શાવેલ ઠરાવથી તકેદારી કેસોમાં ઉદ્‍ભવેલ ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારી અને ખાતાના વડાઓની કચેરીઓમાં તકેદારી અધિકારીઓની નિમણૂંકો કરવા સૂચના આપવામાં આવેલ છે. આવી નિમણૂંકો કરવા સંબંધે ગૃહ વિભાગના સંદર્ભમાં દર્શાવેલ તા. ૧૬/૭/૮૮ના ઠરાવથી મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂંક તકેદારી આયોગના પૂર્વ પરામર્શ બાદ કરવા તથા જે અધિકારીની મુખ્ય તકેદારી અધિકારી તરીકે નિમણૂંક કરવાની હોય તેમના નામ અને ખાનગી અહેવાલો તકેદારી આયોગને રજૂ કરવા જણાવવામાં આવેલ છે. આ પ્રકારની જોગવાઇના કારણે સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારી તરીકે નિમણૂંક થયેલા અધિકારીની બઢતી, બદલી કે નિવૃત્તિના સમયે તેમની જગ્યાએ અન્ય અધિકારીની નિમણૂંક તુરત થઇ શકતી નથી. વળી, વિભાગમાં મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂંક સમયસર ન થાય તે કારણસર તકેદારી કેસોનું મોનીટરીગ થઇ શકે નહીં તેવી પરિસ્થિતિ ઉદ્‍ભવે છે.

 

        ઉપર્યુક્ત વિગતો ધ્યાનમાં લેતા ગુજરાત તકેદારી આયોગના પરામર્શમાં સરકાર પુખ્ત વિચારણાને અતે એવું ઠરાવે છે કે સચિવાલયના વિભાગોમાં મુખ્ય તકેદારી અધિકારીની જગ્યા ખાલી પડતાં વિભાગના વડા મુખ્ય તકેદારી અધકારીની નિયુક્તિ પ્રથમ કરે અને ત્યારબાદ તેમનું નામ તકેદારી આયોગને જણાવવાનું રહેશે અને સંબંધિત અધિકારીના ખાનગી અહેવાલ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તકેદારી આયોગને મોકલવાના રહેશે. તકેદારી આયોગ મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂંકને સમર્થન આપે અથવા પોતાનો અભિપ્રાય જણાવે તે મુજબ મુખ્ય તકેદારી અધિકારીની સંબંધિત વિભાગે નિમણૂંક કરવાની રહેશે. વિભાગમાં નિમાયેલ "મુખ્ય તકેદારી અધિકારી'ની જગ્યા બઢતી, બદલી અથવા તો અન્ય કારણસર ખાલી પડે તો વિભાગના વહીવટી વડાએ "મુખ્ય તકેદારી અધિકારી" તરીકે અન્ય અધિકારીને નિયુક્ત કરવાની કાર્યવાહી તુર્તજ હાથ ધરવાની રહેશે. સંદર્ભમાં દર્શાવેલ ગૃહ વિભાગના તા. ૧૬/૭/૮૮ના ઠરાવમાં કરવામાં આવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.

 

        ઉપરોકત સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા સચિવાલયના સર્વે વિભાગોને આથી જણાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

સુરેશ રાવલ

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

  • માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી (પત્ર દ્વારા)

  • માન. મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી

  • સચિવાલયના સર્વે વિભાગો

  • સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ (પત્ર દ્વારા)

  • સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ (પત્ર દ્વારા)

  • સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય (પત્ર દ્વારા)

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

  • મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • ગૃહ વિભાગ (પી-શાખા) સંકલનની કાર્યવાહી માટે

  • શાખા પસંદગી ફાઇલ.

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ