Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંકઃ લરવ-૩૧૯૦-૧૪૩૮-હ
Rating :  Star Star Star Star Star   

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ખાતે સરકાર માન્ય સીવીલ ઇજનેરોની સેવાઓ કેસ દીઠ કરારના ધોરણે લેવા બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

ઠરાવ ક્રમાંકઃ લરવ-૩૧૯૦-૧૪૩૮-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૧૯ નવેમ્બર, ર૦૦૧

 

વંચાણે લીધા -

  1. ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા. ૧૧-પ-૯૯નો સરખા ક્રમાંકનો ઠરાવ.

  2. મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદનો તા. ૧૧-૧૦-ર૦૦૧નો પત્ર ક્રમાંકઃ મકમ-૧-ના.નિ.-પવડી-ર૩૬૧-ર૦૦૧.

 

રા -

 

        લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદના ઉપર્યુકત ક્રમાંક-ર સામે દર્શાવેલ પત્રના અનુસંધાને બ્યુરો ખાતે સરકાર માન્ય સીવીલ ઇજનેરની સેવાઓ કેસ દીઠ કરારના ધોરણે લેવા અંગેની મુદત વધુ એક વર્ષ એટલે કે તા. ૧૮-૮-ર૦૦૧ થી તા. ૧૭-૮-ર૦૦ર સુધી આથી લંબાવી આપવામાં આવે છે.

 

ર.      આ અંગેની શરતો ઉકત ક્રમાંક-૧ સામે દર્શાવેલ આ વિભાગના તા. ૧પ-પ-૯૯ના સમાન ક્રમાંકના ઠરાવમાં દર્શાવ્યા મુજબની રહેશે.

 

૩.      આ અંગેનો ખર્ચ ચાલુ વર્ષની મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે.

 

૪.      આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રી (ગૃહ)ની તા. ર૯-૧૦-ર૦૦૧ની નોંધથી મળેલ અનુમતિ બાદ રવાના કરવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(કે. એમ. ભાવસાર)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

  • મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • પગાર અને હિસાબ અધિકારીશ્રી, અમદાવાદ.

  • એકાઉન્ટન્ટ જનરલશ્રી, અમદાવાદ/રાજકોટ.

  • નાણાં સલાહકારશ્રી (ગૃહ) સચિવાલય, ગાંધીનગર

  • શાખા સિલેકટ ફાઇલ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ